હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્ની શોધની જાહેરાત… ૧-૫

અંગ્રેજી પરથી અનુવાદ – શ્રી. શરદ શાહ
માછીમાર
પત્ની જોઈએ છે. જે દરિયાઈ જીવોને અને માછલીને સાફસુફ કરી યોગ્ય રીતે સમારી અને તેની વિવિધ વાનગીઓ બનાવી શકે. તેના પરિવાર પાસે માછીમારી માટેની બોટ હોવી જરુરી છે. બોટનો ફોટોગ્રાફ સાથે મોકલવો.
સેલ્સમેન
ઓરીજીનલ અને જેન્યુઈન આર્ટિકલ મેળવવાની જીવનની અમુલ્ય તક. ખુબ જ હોંશિયાર અને કુશળ બેચલર (કુંવારો)પત્નીની શોધમાં.જેની પાસે પોતાનુ ઘર, કાર અને સફળ કારકીર્દી છે. જો તમે ભાગ્યશાળી હશો તો તે તમને પસંદ કરશે.
અર્થશાસ્ત્રી
એક પત્નીની માંગ છે.પુરવઠાની પરીસ્થિતી સારી છે જ પણ મારી જરુરીયાત ઊંચી છે.તેમ છતાં રાષ્ટ્રિય હીતને ધ્યાનમાં રાખીને મારી માંગમાં નરમીની શક્યતા છે.
ગણિતશાસ્ત્રી
મારા જીવનની ફોર્મ્યુલા ઘડવા જરુર છે એક પત્નીની. જેને આંકડાકિય સમજ અને ગમેતેવા અઘરા  બીજગણિતના કોયડા ઉકેલવાનુ સામર્થ્ય હોય. જરુર છે આવી પત્નીની મારા પરિવારના સમુહને.
આઈ ટી નિષ્ણાત
મારા જીવનમાં સુધારની જગ્યા અવશ્ય છે. માહિતીઓના પ્રવાહની અને પ્રક્રિયાઓની ગતી જે ધીમી પડી ગઈ છે તે યોગ્ય પત્ની દ્વારા ઈન્જેક્ટ થશે તો મારી કાર્યક્ષમતામાં સુયોગ્ય વધારો નિશ્ચિત છે. જરુરી યોગ્યતા કદાચ સમસ્યા બની શકે.
Advertisements

3 responses to “પત્ની શોધની જાહેરાત… ૧-૫

 1. nabhakashdeep July 13, 2013 at 5:29 pm

  છોકરીઓનું જન્મ પ્રમાણ નીચું હોવાથી..કેટલાય આવા રખડી જશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Anila Patel July 13, 2013 at 10:12 am

  પટેલ.
  “કાણી.કૂબડી,લૂલી લંગડી.બહેરી, બોબડી પણ ભયંકર દહેજ આપી શકે એવી અને ના પસન્દ પડે તો સહી સલામત વાપસ–જવાની છૂટ આવી પત્નિ જોઇએ છે”
  મારો દિકરો રમૂજી સ્વભાવનો છે તે આવુ કાયમ કહેતો.

 3. vkvora Atheist Rationalist July 13, 2013 at 9:59 am

  વડા પ્રધાનની પત્ની, ન્યાયાધીશની પત્ની, સેનાપતીની પત્ની, ગવર્નરની પત્ની, સરપંચની પત્ની નસીબદાર હશે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: