હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક શેર

બોમ્બે કે નેશનલ શેર માર્કેટ ના શેરનો આ ‘શેર’ સૌ ‘શેર’ સાથે ‘શેર’ કરવા હ્યુસ્ટનના ‘શેરે શાયર’ શ્રી. ચીમનભાઈ પટેલે મોકલ્યો છે –

બોલુ  સભામાં હું જ્યારે, ન કોઇ સાંભળે!

બોલું ‘રિલાયન્સ’ ત્યારે, માર્કેટ તો સાંભળે!!

‘ચમન’

Advertisements

6 responses to “એક શેર

 1. Sharad Shah July 13, 2013 at 3:31 am

  અત્યારે તો મોટાભાગના શેર બકરી બની ગયા છે.પછી તે રિલાયન્સ હોય કે મનમોહનસિંહ.
  પેલી કવિતા યાદ આવી ગઈ “સગાં દીઠા મેં શાહઆલમના ભિખ માંગતા શેરીએ.”

 2. Ramesh Patel July 12, 2013 at 1:43 pm

  શ્રી શરદભાઈ અને શ્રી ચીમનભાઈ..ભાઈ… ભયો ભયો…આપણી પાસે તો શેરય નથી ને માર્કેટય નથી. ..ઉતર્યા અમલ કોડીના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • Sharad Shah July 13, 2013 at 12:33 am

   રમેશભાઈ તમારા માટે તો ઊંધું છે. ખુરશી પરથી ઉતરી બે કોડીના થયા છે એવું નથી.પણ કાદવમાંથી બહાર જેમ કમળ નીકળે અને તેની સુવાસ ત્યારપછી ફેલાવે તેવું થયું છે. અમલદારોનો કેફ/ અમલ તો ખુરશી સાથે ચોંટેલો હોય છે જ્યારે કવિ હૃદય તો કમળ જેમ કાદવમાં રહીને પણ કાદવથી અલિપ્ત રહે છે.

 3. Vinod R. Patel July 12, 2013 at 11:02 am

  રિલાયન્સના શેરો ઉપર કદી રીલાય ન કરાય

  વેચવો કે રાખવો એનો કદી નિર્ણય જ ન થાય

 4. dhirajlalvaidya July 12, 2013 at 9:12 am

  શેર બજાર તારી લીલા ન્યારી 

  ક્યારેક શેર તો ક્યારેક બકરી.

  ________________________________

 5. Sharad Shah July 12, 2013 at 8:56 am

  ચમનભાઈ, સભામાં તો ઠીક….

  બોલુ ઘરમાં હું જ્યારે, ન કોઇ સાંભળે!

  બોલું આવ્યો પગાર ત્યારે, બધા એક કાને સાંભળે!!

  ભાઈ, આપણે બન્ને કાના માતર વગરનાને હરી વિના કોણ સાંભળે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: