હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રી. હિતેન દુબલ

gj3

Advertisements

6 responses to “આજની જોક

 1. Vinod R. Patel જુલાઇ 12, 2013 પર 10:09 એ એમ (am)

  રીક્ષા વાળાની વાત ઉપરથી ૧૯૭૪ ની ગુજરાતી ફિલ્મ ” અમદાવાદનો રીક્ષાવાળો “નું

  આ અફલાતુન ગીત યાદ આવી ગયું .

  હું અમદાવાદનો રીક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો,
  અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો,
  એવી રીક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો,
  અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

  રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
  જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય,
  અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
  અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

  ભદ્ર મહીં બિરાજે રૂડા માતા ભદ્રકાળી,
  ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી,
  જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
  અમદાવાદ બતાવું ચાલો… હું અમદાવાદનો રીક્ષાવાળો

  રાત પડે ત્યારે માણેકચોકની અંદર જ્યાફત ઉડે,
  અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા, શેઠ મજુર સૌ ઝૂડે,
  દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
  અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

  લૉ ગાર્ડન કે લવ ગાર્ડન ઈ હજુય ના સમજાય,
  પણ સાંજ પડે ત્યાં છોરાછોરી ફરવા બહાને જાય,
  લૉ ને લવની અંદર થોડા થઈ ગયો ગોટાળો,
  અમદાવાદ બતાવું ચાલો … હું અમદાવાદનો રીક્ષાવાળો

  એક વાણીયે સાબરના પાણીની કિંમત જાણી,
  દાંડીકૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
  પણ સાચો અમદાવાદી કોઈને કદી ન ઝૂકવાવાળો,
  અમદાવાદ બતાવું ચાલો …. હું અમદાવાદનો રીક્ષાવાળો

  કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
  એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
  પણ એક બ્રેકના ફટકે કેવો કર્યો મેળ રૂપાળો,
  અમદાવાદ બતાવું ચાલો…હું અમદાવાદનો રીક્ષાવાળો

 2. Sharad Shah જુલાઇ 12, 2013 પર 8:43 એ એમ (am)

  અમદાવાદમાં રીક્ષાવાળાઓ પણ આવી અફલાતુન વાત રીક્ષા પાછળ લખતા હોય છે. એક રીક્ષાની પાછળ લખ્યું હતું,” માનસી, રતન, મહેશ, વસુધા, મંગલા” મને થયું કે આ બધા નામો રીક્ષાવાળાના દીકરા દીકરીના હશે. પણ પાંચ પાંચ દીકરા-દીકરી? અને તે પણ રીક્ષા ચાલકને ત્યાં? અહીં બે બાળકો ય પોષાતા નથી અને.. શંકા જતા મેં રીક્ષાવાળાભાઈને પૂછ્યું,” આ બધા નામો તમારા દિકરા-દીકરીના છે કે સગા-સંબંધીના દીકરા-દીકરીના નામનો પણ તેમાં સમાવેશ કર્યો છે?” એ ભાઈ રડમશ અવાજે બોલ્યા, ” ના ભાઈ ના, આ બિચારા મારી રીક્ષાની હડફેટે આવેલાં તેમના નામ છે.

 3. dhirajlalvaidya જુલાઇ 12, 2013 પર 8:05 એ એમ (am)

  દોસ્ત, એક ખટારાની પાછળ લખેલું વાંચો.  સંવેદનશીલને કદાચ આંસુ પણ આવી જાય  એવું કરૂણા સભાર છે. 

  ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: