હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આઈ લવ યુ કહે છે… Hi ..Hi.. કહે છે. – રામ !!….રામ !! —-P.K.Davada

યુરોપ અને અમેરિકામાં પતિ-પત્ની દિવસમાં દસવાર એક બીજાને આઈ લવ યુ કહે છે, કદાચ થોડી થોડી વારે એક બીજાને ખાત્રી આપતા હશે કે હજી સુધી બધું બરોબર છે. આપણા લોકોમાં આવી પ્રથા નથી બલ્કે એક બીજાને આવું કહેતાં શરમાય છે. (આપણને તો સાત જન્મના સંબંધની ખાત્રી આપવામા આવે છે.)
એક ગુજુભાઇએ એક સર્વે કર્યું. ૧૦ ગુજરાતી ગૃહિણીઓને પોત પોતાના મોબાઈલમાંથી, પોતાના પતિદેવોને “I love you” મેસેજ મોકલવાનું કહ્યું. દરેક મોબાઈલમા આવેલા જવાબ આ પ્રમાણે હતા.
૧. કોણ છે આ??
૨, તબિયત તો બરાબર છે ને?
૩. I love you too. (અમેરિકા રહી આવ્યા હશે).
૪. હે ભગવાન ! પાછી ગાંડી થઈ ગઈ કે શું?
૫. મને સમજાતું નથી, શું થયું છે તને?
૬. પાછું શું કર્યું?
૭. ગાંડાવેડા છોડ અને બોલ કેટલા પૈસા જોઈએ છે?
૮. કામમાં છું, કામ વખતે કેમ મજાક સુજે છે તને?
૯. પીધું તો નથી ને???
૧૦. હે રામ !!

Advertisements

16 responses to “આઈ લવ યુ કહે છે… Hi ..Hi.. કહે છે. – રામ !!….રામ !! —-P.K.Davada

 1. Bipin Desai જુલાઇ 14, 2013 પર 6:55 પી એમ(pm)

  તદ્દન સાચી વાત. અમારા પ્રેમ લગ્ન હોવાં છતાં ,અમે પણ ભાગ્યેજ આમ બોલ્યા હોઈશું …લગ્ન ના ૪૩ વર્ષે પણ ………

 2. Anurag Rathod જુલાઇ 13, 2013 પર 12:47 એ એમ (am)

  કદાચને આ તમારી પોસ્ટ નું અંગ્રેજી રૂપ છે http://wp.me/pZ53g-we

 3. jjkishor જુલાઇ 13, 2013 પર 12:32 એ એમ (am)

  કેટલાક કાલ્પનીક જવાબો :

  ૧૧) સાચું કે’છ ?!
  ૧૨) શેઈમ ટુ યુ !
  ૧૩) હવે બેશ બેશ ડાયલી
  ૧૪) સામે મારેય કેવું પડશે ?
  ૧૫) ટીવી ઓછાં જોવો, બીવી.

  • Sharad Shah જુલાઇ 13, 2013 પર 12:50 એ એમ (am)

   જુભાઈ, બધા થોડી થોડી કલ્પના શક્તિ દોડાવે અને બે-પાંચ જવાબો શોધી કાઢે તો વેબગુર્જરી પર એક બીજું ઈ-પુસ્તક પ્રકાશિત કરી શકાય. પુસ્તકનુ શું નામ રાખવું વિચારી રાખજો. લ્યો મારા તરફથી કન્ટ્રીબ્યુશન…
   ૧૬) સાયક્યાટ્રીસ્ટની એપોઈન્ટમેન્ટ લઈ ફોન કરું છું.
   ૧૭) લગ્ન પછી તું પહેલીવાર જુઠ્ઠું બોલી.
   ૧૮) કાં, પાછી પીયર જવાની વેળ આવી?
   ૧૯) આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે?
   ૨૦) હવે આ ફિલ્મી ડાયલોગબાજી અભરાઈએ ચઢાવ અને કહે શું હતું?

   • jjkishor જુલાઇ 13, 2013 પર 1:06 એ એમ (am)

    “પતિ, પત્ની ઔર પુસ્તક !“ એવું નામ રખાય ?
    વેગુ પર વર્ષાવૈભવ નામનું પુસ્તક કરવા ધાર્યું પણ લખાણો બહુ થોડાં મળ્યાં !! આ વિષય આપવા જેવો ખરો !! વેગુમાં લખાણો બાબતના નિર્ણયોમાં ભાવકો પણ ભાગ લઈ શકે છે તેથી હાસ્ય દરબારવાળામાંથી કોઈ ગંભીરતાપૂર્વક (?!) રજૂઆત કરી શકે જેને હસવામાં કાઢી ન નાખવા કોઈ ભલામણ પણ કરે !!

   • Sharad Shah જુલાઇ 13, 2013 પર 1:45 એ એમ (am)

    જુભાઈ,
    ધાર્યું તો ધણીનુ થાય. આપણે તો પ્રયત્ન કરી શકીએ. વર્ષાવૈભવ પ્રકાશિત ન કરી શકાય તો હર્ષાવૈભવ કરો. આમય લોકોને હર્ષ પામવામાં વધુરસ પડે છે. કહોતો એક હર્ષ (હાસ્ય) લેખ મોકલી આપું.

 4. mdgandhi21, U.S.A. જુલાઇ 12, 2013 પર 11:37 પી એમ(pm)

  બહાર રસ્તામાં કે સ્ટોરમાં જેઓ આખો દિવસ “I LOVE YOU” કહેતાં હોય કે બહુ બધાની હાજરીમાં બુચાબુચી કરતાં હોય છે તેઓ ઘરમાં કદાચ એકાદ વખત પણ “I LOVE YOU” ભાગ્યેજ કહેતાં હશે. આતો લખવામાં અને બોલવામાં જ શુરાપુરા હોય છે…….ખાસ કરીને અમેરીકન સ્ત્રીઓ, જેઓ એમ બતાવવા માંગતી હોય છે કે તેઓ કેટલી બધી “ફ્રી” અને “ઓપન માઈન્ડ”ની છે………બાકી વધારે તો પોલંપોલ હોય છે………

 5. chaman જુલાઇ 12, 2013 પર 1:58 પી એમ(pm)

  અનિલાબેન, તમેતો અમેરિકામાં ‘જયશ્રી કૃષ્ણ’ ટૂકાવ્યા વિના કહ્યું/લખ્યું.
  અમારા એક ઓળખિતા બેનતો (અમેરિકામાં રહે છે) ભગવાનનું નામ લેવામાં સમય બચાવવા ‘ઇ-મેલ’ના અંતમાં, એમના નામ પહેલાં, લખે છેઃ”JSK”.થોડી વાર સુઘીતો હું સમજ્યો જ નહિ કે આ “JSK” શું હશે! ઓછામાં પૂરું આ ‘ઇમેલ’ એમના માતુશ્રીના અવસાનના સમાચાર આપવા લખ્યો હતો. ભગવાન આ “JSK” ન સમજેતો, બંને વચ્ચે ‘કોન્ટેક’ કેમ થાય?!

  ચીમન પટેલ ‘ચમન’

  • Sharad Shah જુલાઇ 13, 2013 પર 12:05 એ એમ (am)

   એક વકીલ મિત્ર સાથે એક કેસની સુનાવણી સમયે કલકત્તા જવાનુ થયું. કોર્ટમાં ચાર દિવસ પછીની તારીખની મુદત પડી એટલે વળી અમદાવાદ પાછા જવા કરતાં કલકત્તા રોકાઈ જવાનુ નક્કી કર્યું અને એક સારી હોટલ ભવાનીપુર વિસ્તારમાં શોધી ત્યાં ઉતારો રાખ્યો. આખો દિવસ બીજું કાંઈ કામ ન હતું એટલે કલકત્તામાં જોવા લાયક સ્થળોએ ફરી રાત્રે હોટલ પર આવતા. એ સમયે મેં રાત્રે સુતા પહેલાં અડધો કલાક વિપશ્યના ધ્યાન કરવાનો નિર્ણય કરેલો એટલે હું સુતા પહેલાં ધાનમાં બેસતો. અમારા આ વકીલ મિત્રએ કહ્યું કે તેઓ પણ રોજ રાત્રે પ્રાર્થના કરીને જ સુવે છે. હું ધ્યાનમાં બેસું અને તેઓ પ્રાર્થના કરવા. તેમની પ્રાર્થનામાં મને ફક્ત એક જ શબ્દ સંભળાતો. “ડિટ્ટો”
   મને પણ થયું કે કદાચ તેઓ બાકીની પ્રાર્થના મૌનમાં કરતા હશે અને ફક્ત “ડિટ્ટો” જ મોટે થી બોલતા હશે. ત્રીજા દિવસે મેં તેમને પુછ્યું, ” આ તમે કેવી પ્રાર્થના કરો છો? મને તો એક જ શબ્દ સંભળાય છે “ડિટ્ટો”. તો તમે કાંઈ મનમાં બોલો છો?”
   વકીલ મિત્ર કહે, “ના, ના એવું નથી પહેલાં નાનો હતો ત્યારે તો સ્કુલમાં શિખવાડેલી બધી પ્રાર્થના રાત્રે કરતો. પણ જેમ જેમ સમજ આવતી ગઈ અને વ્યવસાયને કારણે સમયનો અભાવ રહેવા લાગ્યો એટલે થયું કે આ એકની એક વાત રોજ રોજ પ્રાર્થનામાં બોલું છું તો પરમાત્મા કાંઈ મુર્ખ તો નથી કે એને વારંવાર લાંબી લાંબી પ્રાર્થા કરું તો જ સમજે. એટલે હવે ફક્ત “ડિટ્ટો” કહેવાનુ રાખ્યું છે. મતલબ ‘આગાઊ જેમજ’ અને પરમાત્મા સમજી જાય છે. મારો સમય પણ બચી જાય છે અને પ્રાર્થના પણ પુરી થઈ જાય છે.”

 6. Vinod R. Patel જુલાઇ 12, 2013 પર 11:11 એ એમ (am)

  અમેરિકા અને યુરોપના લોકો આઈ લવ યુ કહે એટલે એ એક બીજાને પ્રેમ કરે છે એમ માની લેવાની જરૂર

  નથી .

  આ એક ઔપચારિક શિષ્ટાચાર બની ગયો છે ઘણી વાર એની પાછળ આઈ હેટ યુ નો ભાવ છુપાયેલો હોય છે .

 7. સુરેશ જુલાઇ 12, 2013 પર 11:08 એ એમ (am)

  ગાંડાવેડા છોડ અને બોલ કેટલા પૈસા જોઈએ છે?

  ચાલાકી છોડ… વધારે ઠીક રહેત!

 8. Anila Patel જુલાઇ 12, 2013 પર 10:18 એ એમ (am)

  ના ના અમેતો અમેરિકામા હોવા છતાય ‘જયશ્રી કૃષ્ણ’ કહીએ છીએ.

  • Sharad Shah જુલાઇ 13, 2013 પર 12:18 એ એમ (am)

   ઘણા બધા વૈષ્ણવો સાથે ઘરોબો રહ્યો છે અને જ્યારે તેમને મળવાનુ, બિછડવાનુ કે ફોનપર વાત કરવાનો પ્રસંગ બન્યો છે, ત્યારે મેં તેમને “જેસી ક્સ્ન” કે “જૈસી ક્ર્સ્ન” બોલતા સાંભળ્યા છે. હું જ્યારે તેમને “જયશ્રી કૃષ્ણ” એમ સ્પષ્ટ કહું તો તેઓ મારી સામે આંખો ફાડી જોતાં હોય તેવું અનુભવ્યું છે. તેઓ તરત સમજી જાય કે આ કોઈ નવો નિશાળીયો કે પરનાતનો લાગે છે અને તેને વૈષ્ણવોની અસલ બોલી નથી આવડતી. મેં જોયું છે કે “જયશ્રી કૃષ્ણ” ફક્ત લખવામાં જ રહ્યું છે બોલવામાં કે હૃદયમાં નહી. તમે શું કહો છો?

   • vkvora Atheist Rationalist જુલાઇ 13, 2013 પર 12:50 એ એમ (am)

    એટલે તો હાથીઓ કહે છે અમારે અલગ અલગ પણ તમે બન્ને કામ એક જ દાંતથી કરો છે…

   • Sharad Shah જુલાઇ 13, 2013 પર 1:40 એ એમ (am)

    વોરા સાહેબ;
    અંહીં બધા ૬૦ ઊપરના, મોટાભાગે નવારા માણસો, ઘરનાને ઝાઝા નડે નહી એટલે ઈન્ટરનેટ પર બેસી દાંત કાઢવા ભેળા થયા છે. મોટાભાગના અડધા દાંત એક્રેલીક, કે મેટલ કે સિરામિકના લાગી ચુક્યા છે. અરે! કેટલાકને તો તમામ દાંત નકલી (ચોકઠા) પણ લાગી ચુક્યા છે. જીંદગી આખી તો દાંતિયા કર્યા ને લોકોના દાંત ખાટા કર્યા કે કોઈ તેમના કરી ગયા હવે ઘરડે ઘડપણ ડહાપણની દાઢ ફુટી છે અને બધાને દાંત કાઢવા અહીં આમંત્રણ આપે છે.હવે આ હાદજનો દાંત ક્યાં દાડમની કળી જેવાં રહ્યા છે કે દેખાડવાના અને ચાવવાના એમ જુદા રાખે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: