હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાળો ઘોડો કે સફેદ ઘોડો?

અકબરી વાત આગળ ચલાવીએ.

…..પત્નીને મેં બે ઘોડામાંથી કાળા ઘોડાને જીતી લાવ્યાની વાત પૂરી કરું એ પહેલાં એ તાડુકી :

‘કાળો ઘોડો શું કામ લાવ્યા ? જાવ પાછા, ને સફેદ ઘોડો લઈ આવો !!’

આખી વાર્તા ‘ ઓપિનિયન’ પર  અહીં…

સાભાર – શ્રી. ચિમન પટેલ ‘ચમન’ 

Advertisements

4 responses to “કાળો ઘોડો કે સફેદ ઘોડો?

 1. Vinod R. Patel જુલાઇ 7, 2013 પર 10:31 એ એમ (am)

  ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
  પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી.

  ખૂબી એ કે ભૂલી જાવ બર્થ ડે તો પકડે કોલર,
  ને યાદ રાખો ત્યારે, તબિયત સારી નથી હોતી.

  જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે ચા કરજો,
  ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.

  નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જવાય છે,
  ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી.

  કુંવારોઓ છો ભરે બેચાર વધુ દમ આઝાદીના,
  પરણેલાઓના ઘરની આબોહવા સારી નથી હોતી.

  સહે છે પત્નીના બોજા સાથે કામકાજનો બોજો,
  કરે પત્નીઓ પતિની એ દશા સારી નથી હોતી.

  કબરમાં પોઢશો તો ત્યાંથીય પત્ની ઊભા કરશે,
  અહીં ‘અધીર’ કોઇ પણ જગા સારી નથી હોતી.

  અધીર અમદાવાદી

  (બેફામ સાહેબની ખુબ જાણીતી ગઝલની પેરોડી બેફામ સાહેબની જાહેર ક્ષમાયાચના સાથે…. )

  • Sharad Shah જુલાઇ 7, 2013 પર 11:13 એ એમ (am)

   વિનોદભાઈ,
   મજાની પૅરડી…ઘણા ભાયડાઓ તો એકવાર ઘોડે ચઢ્યા પછી ઘોડો જોઈને જ ભડકે છે. કોઈ કોઈ તો ઘોડો સપનામાં આવે તો ય ઉંઘમાં થી ઝબકીને જાગી જાય છે.(અમિતાભની એક ફીલ્મમાં આવું બતાવ્યું હતું) અને કેટલાંક તો કમાવેલું ધન પાછળ પત્ની માટૅ મુકી ન જવું પડે એટલે ઘોડાની રેસમાં ઊડાડે પણ છે. આમા કાળા કે ધોળા ઘોડા નો કાંઈ વાંક ખરો?
   બાયડીઓને રસ કાળા કે ધોળા ઘોડામાં હોતોજ નથી. પણ તમે પસંદ કરો તેનાથી કાંઈક ઉલટું કહેવામાં વધુ રસ હોય છે. એકવાર આ નાડ પારખી લ્યો પછી બહુ વાંધો નથી આવતો. મને જ્યારે ઘરવાળી એમ પૂછે કે કે લાલ સાડી પહેરું કે લીલી ત્યારે મારે જે પહેરાવવી હોય તેનાથી વિરુધ્ધ પહેરવા સુચન કરું તો કામ થઈ જાય છે. પણ ધીરે ધીરે એ સમજી ગઈ છે અને હવે કઈ સાડી પહેરું? તેમ પુછે છે. બૈરાને તમે બે ચાર વાર ઉલ્લુ બનાવી લો, પણ લાંબા સમય સુધી નહી. એટલે મારેય વારે વારે પેંતરા બદલવા પડે છે. એટલું સારું છે કે બે ય એકબીજાને નભાવી લઈએ છીએ. આમય અહીં ભારતમાં તો બધા જોડા-કજોડા એકબીજાને નિભાવતા જ હોય છે ને? અમેરિકાની વાત જુદી છે.અમેરિકાવાસી ભારતિયોની દશા થોડી બુરી છે. મન તો ઘણુય થયા કરે કે બદલીએ પણ એકબાજુ સાંસ્કારો અને બીજી બાજુ ભય. દુખો પણ પુરાણા અને પરિચિત હોય તે સારા. એમ કરી ઘણાય ભારતિયો અમેરિકામાં દહાડા કાઢી રહ્યા છે.

 2. P.K.Davda જુલાઇ 6, 2013 પર 9:27 એ એમ (am)

  પત્નીનું કહ્યું કરે એને મીઠા ફળની છાબ મળે.

 3. dhirajlalvaidya જુલાઇ 6, 2013 પર 1:39 એ એમ (am)

  મારા_ઘરમાં_બધું_મારૂં_જ્_કહ્યું_ થાય_છે.
  ઘરના_કામવાળા_બધાજ_ મારા_કહ્યાસર_કામ_ કરે_છે.
  આજે_શું_રાંધવું_ઘરને_કયો_કલર_કરાવવો_છોકરાંઓને_કઇ_શાળામાં_મૂકવાં
  કોઇના_લગ્ન_કે_બર્થ-ડે_પર_શું_અને_કેટલો_વહેવાર_કરવો…..વિગેરે_
  સૌ_કામો_મારા_કહ્યાં_મુજબ_જ_થાય_છે.
  માત્ર_ કોને_અને_ક્યારે_શું_ કહેવું._એટ્લું_જ_પૂછવાનું_બાકી_બધી_વાતે_ મારૂં_જ_ કહ્યું_થાય_છે.
  આ.મરદના.બચ્ચાના.વર્ચસ્વ.માટે.આપને.કેમ.લાગે.છે. ???????????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: