હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટાગોર વિનોદ

એક બહુ જ અગત્યના સમાચાર…

મહાકવિ, ગુરૂદેવ ટાગોર પણ હાદજન હતા!

નથી મનાતું ને? આ વાંચો….

 • મારા પિતા એક કાળે ગરીબ હતા . વકીલાત કરીને તેઓ પુષ્કળ પૈસો કમાયા પણ એ ભોગવવાનો તેમને એક પણ પળનો સમય મળ્યો નહિ . મરતી વખતે તેમણે છુટકારાનો જે શ્વાસ મુક્યો એ જ તેમની પહેલી ફુરસદ હતી .
 • અહીં રસ્તા પર ફરવાની મજા પડે છે . કોઈ સુંદર ચહેરો નજર પડે જ .શ્રીમાન દેશાનુરાગ માટે શક્ય હોય તો મને માફ કરે . માખણ જેવા સુકોમળ શુભ રંગ ઉપર જરા પાતળા ચળકતા હોઠ , પ્રમાણસરનાક અને લાંબી પાંપણોથી યુક્ત નિર્મળ નીલનેત્ર જોતા જ ઘરથી દુર હોવાનું દુખ દુર થઇ જાય .શુભેચ્છકો શંકાશીલ બનશે અને વિચારમાં પડશે . પ્રિય મિત્રો મશ્કરી કરશે , છતાં મારે એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે સુંદર ચહેરો મને સુંદર લાગે છે .
 • ગાંધીજી 1925માં શાંતિનિકેતન ગયેલા ત્યારે રવીન્દ્રનાથે તેમના સન્માનમાં પ્રીતિભોજન યોજ્યું હતું . અલબત ગાંધીજીનો આહાર જુદો હતો , તેમ છતાં રવિબાબુની થાળીમાં પુરીઓ જોઈ તેમણે ટકોર કરી :તળેલી પુરીઓ ઝેર થઇ જાય છે !
  ટાગોરે હસીને કહ્યું કે : એ ઝેર ઘણું ધીમું હોવું જોઈએ ! હું મારી આખી જિંદગી પૂરી ખાતો આવ્યો છું , પણ એનાથી મને કોઈ નુકશાન થયું નથી !
 • એક વાર કોઈ ટાલવાળા ભાઈ ગુરુદેવને મળવા આવ્યા . તેમની એકદમ લીસી અને ચળકતી ટાલ જોઇને તેમણે હસતા હસતા કહ્યું કે : ચંદ્ર જેવા ચહેરાઓ ઘણા જોયા છે , પણ ચંદ્ર જેવી ટાલ  આજે જ જોઈ !

  એ ભાઈએ પ્રસન્ન થતા કહ્યું : મારા પિતાજીની પણ આવી જ ટાલ  હતી !

  ગુરુદેવે મલકાતા કહ્યું : તું તો જબરો આજ્ઞાકારી પુત્ર જણાય છે !

આવું ઘણું બધું અહીં વાંચો( ‘નીરવની નજરે’ )…..

Advertisements

8 responses to “ટાગોર વિનોદ

 1. Sharad Shah જુલાઇ 4, 2013 પર 10:22 એ એમ (am)

  રવિન્દ્રનાથ અને ગાંધીજીનો એક પ્રસંગ ઓશોએ આ રીતે વર્ણવેલો.
  કલકત્તામાં રવિન્દ્રનાથને મળવા માટે ગાંધીજી ગયેલાં અને જુદા જુદા અનેક વિષયો પર તેઓએ ચર્ચા કરી. વધુ ચર્ચા સાંજના પાંચવાગે ગંગા તટે રવિન્દ્રનાથ ફરવા જતાં ત્યારે ચાલતા ચલાતા કરશુ તેમ તેમણે ગાંધીજીને સુચન કર્યું અને ગાંધીજી એ માટે તયાર થઈ ગયા.
  ગાંધીજી તો સાંજે પાંચવાગે તૈયાર થઈ રવિન્દ્રનાથની રાહ જોતાં બેઠા હતાં પાંચને પાંચ મિનિટ થવા છતાં રવિન્દ્રનાથ આવ્યા નહી એટલે તેમણે રવિન્દ્રનાથ પાસે માણસ મોકલી સંદેશો કહેવડાવ્યો. જવાબમાં રવિન્દ્રનાથે કહ્યું, ” બસ બે મિનિટમાં જ તૈયાર થઈને આવું છું.” વળી પાંચ સાત મિનિટ નીકળી ગઈ અને રવિન્દ્રનાથ આવ્યા નહી એટલે વળી ગાંધીજીએ માણસને મોક્લ્યો. તો વળી રવિન્દ્રનાથે કહેવડાવ્યું કે, “બસ બે મિનિટમાં જ આવું છું.” ગાંધીજીએ તે માણસને પૂછ્યું, ” પહેલાં પણ બે મિનિટમાં અવું છું એમ કહ્યું અને વળી પણ એમ જ કહે છે? તેઓ કરે છે શું? તો પેલા માણસે કહ્યું કે,” હું પહેલાં ગયો ત્યારે તેઓ દાઢી ઓળતા હતા અને બીજી વાર ગયો ત્યારે પણ તેઓ આઈના સામે ઉભા રહી સાજસજતા હતા” વળી ગંધીજીએ પાંચ સાત મિનિટ રાહ જોઈ અને પછી રહેવાયું નહી તેની તેઓ જાતે જ રવિન્દ્રનાથની રુમમાં જઈ પહોંચ્યા અને જોયું તો હજી પણ રવિન્દ્રનાથ સાજ સજી રહ્યા હતા. એટલે ગાંધીજીને આ ગમ્યું નહી અને રવિન્દ્રનાથેને પુછ્યું,” અરે! હું ક્યારનો તમારી વાટ જોઊં છું, બે વાર તો મેં મારા માણસને મોલક્યો તમને સંદેશ આપવા અને તમે હજી સાજ સજી રહ્યા છો? સમયની તમને કોઈ કિંમત છે નહીં?”
  ગાંધીજીનો અણગમો પારખી રવિન્દ્રનાથે કહ્યું,” મેં તો સાંભળ્યું છે કે તમે અહિંસાના પુજારી છો. અને હું અહિંસાને જીવું છું.” ગાંધીજી કહે, “તમારી વાત મને સમજાણી નહી. તમે કહેવા શું માગો છો?” રવિન્દ્રનાથ કહે,” મારો ચહેરો અને દેખાવ સહેજપણ કદરુપો ન રહે તેની હું સદા કાળજી લઊં છું સામા માણસ ને કદરુપા ચહેરા સાથે મળીએ તે મારી દૃષ્ટિએ તો સુક્ષ્મ હિંસા જ છે.”

 2. Ramesh Patel જુલાઇ 3, 2013 પર 1:02 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  સરસ મીઠડી વાતથી મનમાં વિનોદ રમી ગયો …શ્રી રવિન્દ્રનાથ ટાગોર..ઊર્મિઓથી છલકતું ભારતીય હૃદય.

  આવી વાતો સૌને ગમે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Anila Patel જુલાઇ 3, 2013 પર 10:25 એ એમ (am)

  આ ગુરુદેવનો ફોટો જોઇને મનેતો આપણા આતા દેખાયા કરે છે.

 4. Anila Patel જુલાઇ 3, 2013 પર 10:23 એ એમ (am)

  મને તો હસતા આવડે છે- હસવાની વાતો લખતા નહી. એટલે હુતો એટલુજ કહુકે હસે એનુ ઘર વસે.

 5. Vinod R. Patel જુલાઇ 3, 2013 પર 10:18 એ એમ (am)

  કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમની હયાતીમાં નજીકનાં અનેક કુટુંબીજનોને મૃત્યુ પામતાં જોવાના

  પ્રસંગો બન્યા હતા એમ છતાં એમના ઉપર નિરાશાને હાવી થવા દીધી નહી એટલું જ નહી એમનામાં

  પડેલા હાસ્ય રસને ટકાવી રાખી પ્રસંગોપાત એના દર્શન કરાવ્યાં હતાં .

  એમના જીવનમાંથી અને સાહિત્યમાંથી ઘણું શીખવાનું મળી રહે છે .

  રવીન્દ્ર સંગીતથી જીવનને સંગીતમય બનાવનાર દેશના ગૌરવ સમા નોબેલ પ્રાઈઝ વિજેતા ટાગોરને પ્રણામ .

 6. pragnaju જુલાઇ 3, 2013 પર 6:54 એ એમ (am)

  ઓલોંગકાર જે માઝે પોરે મિલોનેતી આરલે કોરે,
  તોમાર કોથા ઢાકે જે તાર મુખોરો ઝોંગકાર.
  જિબોન લોય જોતોન કોરિ જોડી શોરોલ બાશી ગોરી,
  આપોન શુરે ડિબે ભોરી સોકોલ છિદ્રો તાર.
  માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છેા
  કાકાસાહેબની આ વાત તો યાદ રહી જાય તેવી…ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું : ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું : ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું : ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે ? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો : ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય !’
  ટાગોરે : ‘આપણે સાથે હતાં ત્યારે મોટે ભાગે શબ્દોની રમત રમ્યા કરતાં, પરિચયની તકો આવતી એ મજાકમાં ઉડાડી દેતાં. આવાં હાસ્ય આપણા ચૈતસિક માહોલને ધૂંધળો બનાવી દેતાં હોય છે.કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે’

 7. dhirajlalvaidya જુલાઇ 3, 2013 પર 4:17 એ એમ (am)

  લાકડામાં અગ્નિ અને બીજમાં વૃક્ષની જેમ દરેક માણસમાં હાસ્ય
  હોય જ છે. જરૂર હોય છે, માત્ર એક ચિનગારીની કે પછી અનુકૂળ
  વાતાવરણની. રવિન્દ્રનાથ ટાગોર તો મહાન વિભૂતિ હતાં. તેઓશ્રી
  માત્ર કવિ ન હતાં એટલે તેના વક્તવ્યમાં હળવાસના હવા ફૂલો હોય.
  જ્યારે જુગતી-અજુગતી વાણી કે ચેન્ચાળા વડે અથવા
  જુગુપ્સાત્મક શ્ર્લેષ દ્વારા એ ચીપ હાસ્ય છે.
  અને કોઇને હર્ટ કરીને કે વગોવવાની વૃત્તિથી ઉપજાવેલું હાસ્ય અધમ છે
  ….વર્જ્ય છે.

 8. નિરવની નજરે . . ! જુલાઇ 3, 2013 પર 1:55 એ એમ (am)

  બીજી વાર વાંચીને પણ એટલી જ મજા પડી 🙂

  ખાસ તો ગુરુદેવ સૌન્દર્ય અને સ્વાદનાં રસિક હતા એ જાણીને જબરી રાહત થઇ 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: