હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પોલિસની ભાઈબંધી!

     ઘણા વખત પછી હિમ્મતલાલ જોશી – સૌના માનીતા અની જાણીતા ‘આતા’ની એક કલ્પના અહીં રજુ કરવા તલપાપડ થઈ જવાય છે. ૯૩ વર્ષની ઉમ્મરે પણ આ કાઠિયાવાડી ભાયડા (  કે તરવરતા તોખાર જેવા જુવાન? ) ની કલ્પના અને સર્જકતા પર આપણે વારી જ જઈએ …

Himatlal

——————-

પ્રિય મિત્રો,
હિમ્મતલાલ જોશીને એક વખત વિચાર આવ્યો, કે પોલીસ સાથે જો ભાઈબંધી હોય તો મિત્ર સર્કલમાં આપણો  વટ પડે. મિત્રો એવું માને કે,   હિમ્મતલાલને પોલીસમાં  બહુ લાગવગ છે; અને  હિમ્મતલાલને પોતાને પણ ડંફાશ મારવાની મજા આવે. એક વખત  મિસ્ટર  ભુખાટ  કરીને પોલીસ ઇન્સ્પેકટર આવ્યા. હિમ્મતલાલતો  દોડતા  એમની પાસે પહોંચી ગયા; અને સીધું આમંત્રણ આપ્યું કે, “સાહેબ મારે ઘરે આપ જમવા પધારજો .”

     સાહેબ  કહે, “ભલે હું જરૂર આવીશ.”

    હિમ્મતલાલે  તો  પી.કે.દાવડાને કરગરીને કીધું કે, “ભાઈ મારે ત્યાં  ભુખાટ સાહેબ જમવા આવવાના છે;તો તેમના માટે ઊંધિયું બનાવવાનું છે. તો આપ અને શાસ્ત્રી સાહેબ મને ઊંધિયું બનાવી આપો.”

     વિનોદભાઈ પટેલની વાડીમાંથી અનેક પ્રકારના શાકભાજી લઇ આવ્યા .ઊંધિયું બરાબર તલનું તેલ નાખીને બનાવ્યું .સાહેબ જમવા પધાર્યા ભેગો એક મફતાજી  પોલીસવાળા ને તેડી લાવ્યા. હિમ્મતલાલે તો સાહેબને આગ્રહ કરી કરીને જમાડ્યા. સાહેબ જમી પરવાર્યા, પછી થાળી ઉપર નામ વાંચ્યું . ‘સુરેશજાની’

     સાહેબે હિમ્મતલાલને બોલાવ્યા અને પુચ્છ્યું કે, “આ સુરેશ જાનીની થાળી તમારા ઘરમાં  ક્યાંથી?”

     હિમ્મતલાલ કહે, ” સાહેબ, સુરેશ જાનીના  દિકરાની જનોઈ વખતે મને સુરેશે ભેટ આપી છે.”

      સાહેબ કહે, “આ બધું સાબિત કરવા તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે. હમણાં આ થાળી પંચનામું કરી કબજે લઈએ છીએ.”

   એવું બોલી માંફ્તાજીને હુકમ કર્યો, “બે પંચના માણસોને બોલાવી લાવ.”
તે  દિ’ ના  હિમ્મત લાલ પોલીસની ભાઈબંધી કરવાની ખોડ જ ભૂલી ગયા .અને આતા વાળો દોહરો યાદ રાખ્યો કે –

દોડતો હોય નહિ,  માછલી ન હોય સ્થિર .
પોલીસ કોઈના હોય નહિ , કેતા  ગયા દાસ કબીર.

————–

આતા,

      હવે તમારી દોસ્તી કરવા માટે અફસોસ કરું? !!!

Advertisements

14 responses to “પોલિસની ભાઈબંધી!

 1. aataawaani જુલાઇ 1, 2013 પર 9:16 એ એમ (am)

  અને પ્રજ્ઞા બેન બીજું
  ખુદા બચાએ હકીમોસે વકીલોસે હમે
  બચાડે ઓર બે વફાઓકી જ્ફાઓસે હમે

 2. સુરેશ જાની જુલાઇ 1, 2013 પર 7:53 એ એમ (am)

  email from Shri. Pravinkant Shastri…
  હિમ્મતલાલમા કોઈ વાંધો ન હતો. પોલીસ અને પ્રધાનો સાથે તો દોસ્તી રાખવી જ પડે. પ્રોબ્લેમ એ હતો કે દાવડાએ બનાવેલા સરસ ઊંધિયામાં પેલા ગરબડિયા શાસ્ત્રી એ પોલીસ ચચરે એવું મીઠું મરચું ભભરાવી દીધું હતું. બાકી આતાજી તો હિમ્મતવાન. માત્ર જાની જ નહી, પણ ભલભલાને ત્યાંથી તફડાવી લાવે. શાસ્ત્રીની દોસ્તીમાં માર ખાઈ ગયા. પ્લીઝ શાસ્ત્રીની દોસ્તી રાખશો નહીં.

  • aataawaani જુલાઇ 1, 2013 પર 9:04 એ એમ (am)

   હવે તમારું કહ્યું માનીને શાસ્ત્રી કે પંડિત કે ત્રિવેદી કે જોશી કે ગોરબાપા કોઈની દોસ્તી નો રાખું .એક વખત મેં જોશી પાસે જોશ જોવડા વ્યો તો તે કહે તમને અમેરિકન ગોરીયું છોકરિયું નડે છે . માટે તમારે કામદેવના જાપ જ્પાવવા પડશે .પછી હું ડો .રાજેન્દ્ર ત્રિવેદી પાસે ગયો એને મને વાયગ્રા ની ગોળિયું આપી અને કીધું કે આ ગોળિયું ખાધા પછી તમને છોકરીયું નહી નડે પણ તમે છોક્રીયુંને ન્ડશો . એટલે સુરેશભાઈ હવે હું આવા કોઈની દોસ્તીજ નો રાખું

 3. P.K.Davda જૂન 30, 2013 પર 7:20 પી એમ(pm)

  મારી બધી વસ્તુઓ ઊંધીયા જેવી જ હોય છે, અને અસલ ઊંધીયાની જેમ અગ્નિ ઉપર અને માટલું નીચે એમ રંધાય છે, પણ સુરેશ જાનીના તપેલામાં એ કેવી રીતે શક્ય બને? એટલે સાહેબને ઊંધીયું ભાવ્યું નહિં. મેં જ્યારે તપેલાનો વાંક કાઢ્યો તો સાહેબે તપેલું જપ્ત કર્યું.

 4. સુરેશ જાની જૂન 30, 2013 પર 4:02 પી એમ(pm)

  ઘરમાં ચેક કર્યું , તો એક થાળી ખુટે છે !
  ભુખાટ સાહેબને ખબર આપવા આ દોડ્યો !

 5. Vinod R. Patel જૂન 30, 2013 પર 1:48 પી એમ(pm)

  આતાજી એમની પોસ્ટમાં અને ઈ-મેલોમાં જે વાતું તેઓ લખી મોકલે છે એ મજાની અને એમના 93 વર્ષના

  અનુભવના નીચોડ રૂપ હોય છે . આપણને થયા કરે કે એમના જેટલો જીવન જીવવાનો ઉત્સાહ આપણે

  છેક સુધી ટકાવી શકીશું કે કેમ .

  મુખ પર ઢંકાયેલી
  મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
  તમે માત્ર “કેમ છો ?” એટલું જ કહ્યું હોત
  – તો હું જીવી ગયો હોત !

  – જયન્ત પાઠક

 6. Anila Patel જૂન 30, 2013 પર 12:18 પી એમ(pm)

  પોષ્ટ, પોલિસ અને રેલ્વેવાળાની ભાઇબન્ધી નકામી.એવુ મે સાભળ્યુ છે

 7. pragnaju જૂન 30, 2013 પર 11:47 એ એમ (am)

  પોલીસ,
  પોલીટીશીયન,
  પાડોશી,
  પતિ માટે પત્ની
  પત્ની માટે પતિ
  પિત્રાઇ
  આટલા ‘ પ ‘ ના કલહ ઘટાટોપ ભયંકર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: