હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચાલાક કૂતરો – એક બાળવાર્તા

સાભાર – પ્રજ્ઞાબેન વ્યાસ
———————
     એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો.તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો.એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો. પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો. એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો. તે સિંહ તરફ પીઠ કરી ને તે હાડકા ચૂસવા લાગ્યો. અને બોલવા લાગ્યો.”આહાહા..આજે તો સિંહને ખાવાની મજા પડી ગઈ..સિંહ તો મને બહુ ભાવે છે, એક સિંહ હજુ ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.”
આ સાંભળીને સિંહ ને થયું કે આ કુતરો તો બહુ ભયંકર લાગે છે…આનાથી તો દૂર રહેવામાં જ ભલાઈ છે.એટલે તે ચુપચાપ ત્યાં થી નીકળી ગયો..
ત્યાં જ ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો આ બધું જોતો હતો. તેને થયું કે આ કુતરા એ તો સિંહ ને જબરો ઉલ્લુ બનાયો..હું સિંહને જઈને બધું સાચું કહી દુ.. જેથી કરીને સિંહ જોડે દોસ્તી પણ થઇ જાય અને મને  જંગલમાં કોઈથી ડરવું પણ નહી પડે. એટલે એ સિંહની પાછળ દોડ્યો. હવે એણે જઈને સિંહ ને બધી વાત કરી..
આ સાંભળીને તો સિંહ ખુબ ઉશ્કેરાયો…તેણે કહ્યું.”ચલ..હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખું” અને પછી વાંદરો સિંહની પીઠ પર સવાર થઇ ગયો..બન્ને પાછા કુતરા તરફ ચાલવા માંડ્યા. હવે જયારે વાંદરો સિંહ તરફ જતો હતો ત્યારે કુતરાએ એણે જતા જોયો હતો અને એ બધું સમજી ગયો હતો. હવે એ સ્માર્ટ કુતરા એ બીજી યુક્તિ અપનાવી..
એણે ફરીથી સિંહ તરફ પીઠ કરી…અને જેવા એ લોકો થોડા નજીક આવ્યા તે જોરથી બોલ્યો..“આ વાંદરાને ૧ કલાકથી મોકલ્યો છે…સાલો હજી સિંહ લઇને આવ્યો કેમ નથી?”
Advertisements

8 responses to “ચાલાક કૂતરો – એક બાળવાર્તા

 1. MG June 29, 2013 at 5:03 am

  વાર્તા તો જુની છે પણ કહેવાની રીત નવી છે. એક વાક્ય ગમ્યુ કે ‘કુતરો આપણાં ગુજરાતીઓ જેવો સ્ર્માર્ટ હતો.’ જો કે આ વાર્તા મરાઠીમાં લખાઈ હોત તો ગુજરાતીના બદલે મહારાષ્ટ્રના વખાણ હોત… તદઉપરાંત મને લાગે છે કે કુતરો આપણાં ગુજરાતી પોલીટીશ્યન જેવો હોશિયાર હતો એમ માનીયે તો પણ ચાલે! જો કે સમગ્ર વિશ્વમાં પોલીટીશયન નામે હોશિયાર જ હોય એટલે જ તો તેઓ પોલીટીશયન હોય છે!

 2. MANDVIWALA June 28, 2013 at 11:20 am

  good one

 3. Kishor.K Chudasama June 28, 2013 at 6:02 am

  this was a very good lesson to learn,  knowledge is everything

  ________________________________

 4. Sharad Shah June 27, 2013 at 10:19 pm

  સુરેશભાઈ;
  હવે એવું ન કહેતાં કે આ કુતરો અમદાવાદી હતો.

  • સુરેશ June 28, 2013 at 4:43 pm

   શરદભાઈ,
   હવે આ વાંદરાને નિસરણી આપી તો .. લખવું જ પડશે …

   અમદાવાદના તો કૂતરા પણ સ્માર્ટ હોય છે !
   ‘जब बादशाहने शहर बसाया, तब कूत्ते पर सस्सा आया !!’

   • Sharad Shah June 28, 2013 at 11:37 pm

    સુરેશભાઈ;
    કહાની કાંઈક એવી છે કે અહમદશાહ બાદશાહ શિકારે નીકળ્યા હોય છે તેમના રાચ-રસિલા અને લાવ-લશ્કર સાથે. રસ્તામાં પડાવ નાંખ્યો નદીના કાંઠે. તંબુઓ ગઢાતા હતા ત્યારે ઠોકપીટના અવાજ થી એક સસલું તેના દરમાંથી બહાર નીકળ્યું અને દોડ્યું. રાજાના શિકારી કુતરાઓએ આ જોયું અને સસલાનો શિકાર કરવા તેની પાછાળ પડ્યા. પણ સસલું જીવ બચાવવા ભાગવાની જગ્યાએ કુતરાઓની સામે થયું અને કુતરઓ પાછા પડ્યા. આ દૃશ્ય બાદશાહ અહમદશાહે જોયું અને વિચાર્યું કે, ” અરે! આ માટીમાં ઊછરેલું અને આ નદીનું જળ પીધેલ આ સસલું જો આટલું બહાદુર હોય તો અહીં શહેર વસાવું તો અહીંની પ્રજા પણ બહાદુર અને વિચક્ષણ બને. આમ વિચારી અહમદશાહ બાદશાહે અહમદાબાદ શહેર સાબરમતી નદીના કાંઠે વસાવ્યું. જેથી એવી કહેવત પડી છે કે,
    “જબ કુત્તેપર સસ્સા આયા;
    તબ બાદશાહને શહર બસાયા.”
    અહીં કુતરાની નહી પણ સસલાની તારીફ છે.

 5. vkvora Atheist Rationalist June 27, 2013 at 11:10 am

  આધુનીક પંચતત્રની વાર્તા સમજવી….

 6. pragnaju June 27, 2013 at 9:03 am

  એક વાત ઉમેરવાની રહી ગઇ… આ વાર્તા આપ જેવા સ્નેહી મિત્રો તરફથી ઇ મેઈલ મા આવેલી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: