હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વિચાર કરજો હો ભઈલા – પી.કે. દાવડા

   એક પતિ એની પત્ની સાથે લાગણીવશ મૂડમાં વાતચીત કરી રહ્યો હતો. વાતોના દોરમાં એણે કહ્યું, “જ્યારે મારી સ્થિતિ એવી થઈ જાય જ્યારે હું મશીનની મદદથી જીવતો હોઉં , અને બાટલી ઉપર જ મારી જીંદગી ચાલતી હોય, ત્યારે તું એ બધા મશીનોના પ્લગ કાઢી નાખજે, મારે એમ જીવવું નથી.”

   એની પત્ની ઊભી થઈ, એણે ટી.વી., વીડીઓ, કોમપ્યુટર, ટેલીફોન વગેરેના પ્લગ ખેંચી કાઢ્યા અને વ્હીસ્કી, રમ, જીન, બીયર અને સોડાની બાટલીઓ ફેંકી દીધી.

    પતિ તો મરવા જેવો થઈ ગયો.

————–

 – પી.કે. દાવડા

12 responses to “વિચાર કરજો હો ભઈલા – પી.કે. દાવડા

 1. bharatpandya July 3, 2013 at 7:07 pm

  ચોરવાની આદત એટલી બધી થૈ ગઇ છે કે પી.કે . દાવડા સાહેબ ની હાસ્ય દરબારની એક joke વાંચી કોપી/પેસ્ત કરી હા./દમા મુકવા જતો હતો !
  વિનયભાઇ ખત્રી ને ખબર પડત તો છોતા કાઢી નાખત.

 2. Vinod R. Patel June 26, 2013 at 11:34 am

  શ્રી શરદભાઈની ગધેડા વાળી વાતનો દોર આગળ વધારીએ –

  નાનો ટીનીયો પપ્પાને પૂછે છે ” પપ્પા , ગધેડા લગ્ન કરે ?”

  પપ્પા કહે :” હા બેટા, ગધેડા હોય એ જ લગ્ન કરે !”

  • Sharad Shah June 26, 2013 at 1:17 pm

   मुल्लाके गांव बुखारामे एक फकिर बबलुशाका आगमन हुआ. बाबा अपने साथ एक गधा रखते थे और गांवगांव घुमते थे. पूरे भक्तिभावसे मुल्लाने फकिरकी और फकीरके गधेकी खुब सेवाकी. अंततः फकीर मुल्लापर बहुत प्रसन्न हुए और बुखारा छोडते समय अपना प्यारा गधा जिन्हे वे प्यारसे लल्लुशा कहते थे मुल्लाको भेंट दिया.
   गुरुकी ओरसे मिली भेंटथी गधा लल्लुशा. सो मुल्ला नसरुद्दीन उसकी खुब सेवा करता. कुछ बरसोंके बाद उस गधेका देहांत हो गया. मुल्लाने गधेको बा-ईज्जत दफन किया और उसकी कबरपर एक छोटीसी मझार सा चुनवा लीया और तक्ती लगवालीकी “बाबा लल्लुशाकी मझार”. रोज शामको मुल्ला मझार पर दिया जलाता और अपने गुरुको याद कर लेता.
   धीरे धीरे ओर लोगभी मझार पर आने लगे. कुछ लोग मन्नते मांगने लगे.चंद लोगोंकी मन्नते फलितभी होने लगी. ऐसी बातें आगकी तरह फैलती है. चंदही वर्षोमें तो भीड बढने लगी और लम्बी लम्बी कतारमें घंटोभर खडे रहकरभी लोग मन्नते मांगने आते. मझारकी आमदन्नीभी अब खुब बढ गई. पुरा मज़ार अब १०मील वर्गमें फैल चुका था और कब्रका पत्थर अब संगेमरमरका था और उपर सोने चांदीके तार से बुनी चद्दरें चढने लगी. बुखारामे हजारों लोगोके घरका चुला अब इस मझारके कारणही जलता था. और नसरुद्दीन अब करोडोंमें खेलता था और अपने चमत्कारी गुरु और उनके चमत्कारी गधेको याद करता रहता.
   बीस साल बाद वह फकीर बबलुशा घुमते घुमते फिर बुखारा आये. रास्तेमें बहुत लोगोने उन्हें कहा था की बुखारा जा रहे हो तो कैसेभी बाबा लल्लुशाकी मझार पर जाना ही. लोगोने तरह तरहके चमत्कारोकी कहानी भी सुनाई और बाबा लल्लुशाकी मझारकी धुलसे बना ताविजभी पहननेकी सलाह दी. फकीर बुखारा पहुंचे और पहले मझारमे दर्शन और चद्दर चढानेका टिकीट नीकलवाया. घंटो कतारमें खडे रहनेके बाद मझारके गर्भ गृउहमें पहुंचे जहां बाबाकी २४फुट लम्म्बी कब्र बनीथी. मुल्ला नसरुद्दीन कब्रके पास बैठा चढावा बटोर रहा थऔर मोरपंखसे भक्तोको आशिष दे रहा था.
   जैसेही बबलुशाहने अपना सर झुकाके मुल्लासे आशिष मांगी, मुल्लाने तत्क्षण उन्हे पहचान लिया. आशिष देना भुलकर ऊनके कदमोमें जा पडा. बबलुशा भौचक्का रह गया. मुल्ला उन्हे बाजुके कमरेमें ले गया और सारी कहानी बताई. बबलुशा बहुत नाराज हुए यह धोखाधडी देख कर और उन्होने कहा,” मुल्ला, यह सब बंध कर दो, वरना मईं सबको सच सच बता दुंगा,” मुल्लाने कहा गुरुदेव कृपा करके ऐसा कुछ न करना चुंकी अब बहुत देर हो गई है. आप यहां सुखसे रहो और मैं आपको मनचाही सुविधा दे सकता हुं”
   मगर वह फकीर बबलुशा ने मुल्लाकी एकभी बात न सुनी और चिल्लाने लगा की, “यह सब जुठ है. यह बाबा का मझार तो दरअसल मेरे गधेका मझार है.” सुना है ये शब्द बबलुशाके आखरी शब्द थे.

 3. Sharad Shah June 26, 2013 at 11:33 am

  મુલ્લા હાંફળો ફાંફળો ગાંડાની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડંટની ચેમ્બરમાં ઘુસ્યો અને પૂછ્યું,” સાહેબ, તમારી હોસ્પિટલમાંથી કોઈ ગાંડો છેલ્લા અડતાલીસ કલાકમાં ભાગી ગયો છે?”
  “અરે! તમે કેમ આમ પૂછો છો?” સુપ્રિન્ટેન્ડંટે પ્રતિ પશ્ન કર્યો.
  ” સાહેબ શું કહું!, ગઈકાલે સવારે મારી પત્નીને કોઈ ભગાડીને લઈ ગયો.” મુલ્લાએ ફોડ પાડ્યો.

 4. dhirajlalvaidya June 26, 2013 at 3:59 am

 5. nabhakashdeep June 26, 2013 at 1:14 am

  સાંભળો છો?
  કેમ શું છે?
  આજ રસોઈ નથી બનાવવી.
  તેમાં શી ફિકર..ઑફિસેથી આવતાં તારું મનગમતું ભોજન લેતો આવીશ.

  તમે કેટલા સારા છો..ભવોભવ તમે જ મળજો.
  પતિદેવ..મનમાં …બાપા મરી ગયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. chaman June 25, 2013 at 8:10 am

  શરદભાઇએ તો આ વિષયમાં એમના જવાબમાં આ વાતને આગળ વધારી કમાલ કરી.
  આશા છે કે શરદભાઇના પગલે પગલે બીજા પતિરાજો પોતાના ભૂતકાળને વાગોળી વાત કે વાતો ઉમેરે તો આ સિરીઅલ લાંબી ચાલે તો મજા પડી જશે વાંચકોને.
  “ચમન”

 7. Sharad Shah June 25, 2013 at 7:52 am

  પત્નીઓ આમ તો સમજદાર હોય છે. “મરેલાને વળી કાં મારવો?” એટલે પતિદેવોની (પરણતા ભેગો દેવ થઈ જાય) લાઈફ સિસ્ટમ ફગાવી દેતી નથી. પરણતા પતિ થયાનો પુરુષને ભ્રમ ભલે હોય પણ બધી પત્નીને ખબર છે કે એ “પતિ થયો નહી પણ પતિ ગયો છે.
  સાંભળો….
  રસોડામાં કામ કરતાં કરતાં મુલ્લાની બેગમે ફઝલુનો ભેંકડો સાંભળ્યો અને તાડુકી, ” અરે! આ તમે મુન્નાને રમાડો છો કે રડાવો છો? બે મિનિટ છોકરાને સાચવી નથી શકતા?”
  ” એમ નથી..ડાર્લીંગ! એ જીદ કરે છે ગધેડાપર બેસવાની” મુલ્લાએ સ્વ બચાવ કરતા કહ્યું.
  “અરે! તો બે ઘડી વાંકા વળી પીઠ પર બેસાડશો તો કાંઈ આભ નથી તુટી પડવાનુ? બેગમે ઠપકારતાં કહ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: