હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે

From Internet ( via Chintan Pandya – Bhavnagar)

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે

…પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે

છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે

એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?

લાગણી ટીપી ને તોડી હોય છે

બેવફા તારા હૃદયની એરણે –

રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું

તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું

કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?

પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ

‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ

તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો

બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે

પ્રેમપત્રોનું અસલ પેકેટ છે

હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –

વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે

તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે

જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો

સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?

પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું

આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે

પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !

મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !

તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –

પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર

તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર

પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં

તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર

હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર

ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને

એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે

ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે

થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે

આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

8 responses to “જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે

 1. Ramesh Patel June 17, 2013 at 1:54 am

  પ્રેમની વાતો તો પ્રેમી જાણે

  ખીસ્સાં ભરેલાં તો પ્રેમની ઉજાણી

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. pallav bhatt June 14, 2013 at 1:27 am

  Bhraman [GorMaharaj]
  Tu Kanya ban, hu VarRaja banu,
  Tu Siro ban, hu Ghee banu,
  Tu Ladu ban, Hu god [khawano god],
  Tu Malpuda ban, Hu Dudhpak banu,

  Tara Prem rupi Ghee ma talay ne maru dil Moti Chur no Ladvo bani gayu.

 3. Bharat Pandya June 13, 2013 at 4:23 pm

  VinodBhai I was just Joking HaHa Ha. Your comments are always welcome,baki tamaaru Blogger nu varNan saras chhe.A topi to badhaane bandh besati chhe .

 4. Anila Patel June 12, 2013 at 9:50 am

  મારુતો મન બસ સરસ વાચવામા,
  ગમેતેને ગમેતેવો રીપ્લ્ય આપવામા;
  મનેય થયુકે બધા લખેતો હુય કૈ લખુ.
  બસ વિચર કર્યો અને ફાવે તેવુ લખ્યુ.
  ગમેતો વાચજો ને નાગમેતો છોડ્જો

 5. dhirajlalvaidyadhiraj June 12, 2013 at 2:47 am

  હળવાસની પળોની આ વ્યવસાય લક્ષી ‘પ્રેમ-પ્રભાવના’ની “ચાર લાઇના.” માં મારે બે ઉમેરવી છે.
  [12] ડોક્ટર
  દીલની ચિકિત્સા, અને પ્રેમની પડીકી છે.
  લવેરિયાના કેસમાં, ઇલુનું ઇન્જેકશન છે.
  એક રોગ જાય તોયે બીજો ઊભેલો જ છે. સમાજની બૂરી-નજરે,કેસ સિરીયસ કર્યો છે.
  [13 ]વકીલ પ્યારની અરજીમાં પેશ કર્યો પ્રેમનો એકરાર છે. પુરાવામાં દીલ ધર્યું, વળી આંખડી તરબોળ છે. પ્રતિવાદી પણ તું, અને ન્યાયાધીશ પણ તું જ છે. માની જાય તો ઠીક છે,નહીં તો કેસ ટ્રાન્સફર કરૂં છું.

 6. Bharat Pandya June 11, 2013 at 8:47 pm

  VinodBhaiPatel Mane khabar chhe tamew mane dhyanma rakhi ne lskhyu chhe !

 7. Vinod R. Patel June 11, 2013 at 3:38 pm

  બ્લોગર

  એક પછી એક એમ પોસ્ટ મુકતો રહું

  લોકોને ગમે કે ન ગમે પરવા ન કરું

  મિત્ર ધર્મ નિભાવતા મિત્રો વખાણે એને

  સાચું માની હમ્મેશાં મનમાં ફુલાતો રહું .

  • Vinod R. Patel June 12, 2013 at 11:33 am

   મહેરબાની કરીને કોઈએ બંધ બેસતી ટોપી માથે પહેરી લેવી નહીં .

   કોઈ એક વ્યક્તિને માટે નહી પણ બ્લોગરો અંગે આ પોસ્ટના વિષયને અનુસરીને

   નિર્દોષ ભાવે કરેલી રમુજ છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: