હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શાંત પાણીમા વમળ – (આમા બકરી હું છું) – P.K. Davada

શાંત પાણીમા વમળ

એક સવારે મને ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ આવી,
“શરદ શું સુહે, વાદળાં ગયા,
જળ નદીતણાં નિતરાં થયાં,
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.”

મારા “સાહિત્યની નકલના પ્રયોગો” કાર્યક્રમ હેઠળ મેં લખી નાખ્યું,

‘શરદજી’ સોહે, ‘દાવડા’ ગયા
સંજોગ બ્લોગના ઊજળા થયા;
ઉપરથી કૃપા ‘ચંદ્ર’ની ભળી,
‘સુજા’ ‘રાત્રિ’ની માનતા ફળી.
હસવું શું હવે, ઊખાણા થઈ જશે?
દરબારીઓ હવે, દરબારથી ખસે.”

હું કહેવા એ માગતો હતો, કે દાવડાની હાસ્ય કવિતાની જગ્યાએ હાલમા શ્રી શરદભાઈના ઊખાણાં આવે છે. જે વાંચકો માત્ર હસવા માટે જ અહીં આવે છે તે ખસી જાય.
પણ કવિતાનો અર્થ તો પ્રત્યેક વાંચનાર અને વિવેચક પોતાની રીતે કરે છે. કવિતામાં જો લખ્યું હોય, “કક અજમર ગય છ” તો કેટલાક લોકો વાંચે “કાકા અજમેર ગયા છે” જ્યારે બીજા કેટલાક વાંચે “કાકા આજ મરી ગયા છે.”

બસ મેં વગર વિચારે લખાયેલું આ જોડકડું હા.દ. ના inner circle ને મોકલ્યું કે જાણે સરોવરના શાંત પાણીમાં વર્તુલ, વમળ અને તરંગ શરૂ થયા.

શ્રી અશોકભાઈએ લખ્યું ;
એ…..હલ્લો !
દાવડાજીની વાત હાવ હાચી સે હોં ! આ ’ઊખાણા’નાં ઓવરડોઝ ન થાય ઈ જોવાની ફરજ
હાદજનોની જ રહેશે. આપણેય અમારા ભીખુદાન ક્યે ઈમ, પીવુ ખરૂં પણ “લિમિટમાં”
! એટલે ભ‘ઈ આપણે તો હસવું જ, ખસવું નહિ ! (હસવામાંથી ખસવું નહિ !!!)
દાવડાજીનો બ્લૉગ બને ઈ ઘણી હરખની વાત, પણ હાદે ઈની ખોટ પડે ઈ નોં પોહાય !
(કે કાવ્યનો મર્મ સમજવામાં મેં થાપ ખાધી છે?! “‘દાવડા’ ગયા” — “દરબારીઓ
હવે, દરબારથી ખસે.”???)

તરત જ શ્રી ચંદ્રવદનભાઈએ પણ લખ્યું,
પીકેજી,
નમસ્તે !
અશોકભાઈનો ઈમેઈલ બાદ મારા શબ્દો,
દાવડાજી શબ્દોમાં વિચારો લખે,
જે વાંચી, ચંદ્ર તો સૌને કહૅઃ
ભલે દાવડાજી હા.દા. માં હસાવે
પણ, પોતાનો બ્લોગ એક બનાવે,
અનેક બ્લોગો પર દાવડાજી પધારે,
લેખો એમના વાંચતા, આનંદ સૌ હૈયે આવે,
“ચંદ્રપૂકાર”પર એમના પ્રતિભાવો, આભાર દર્શાવે !
“આવજો, ફરી આવજો ” ચંદ્ર કહે દાવડાજીને કહે,
…..ચંદ્રવદન

મેં તરત જવાબ લખ્યો,
ના ભાઈ ના. હું ક્યાંયે જતો નથી અને બ્લોગ પણ બનાવતો નથી. આતો થોડા દિવસ ઊખાણા ઉકેલતા થાકી ગયો એટલે હસવા હસાવવા માટે લખ્યું (માત્ર ઈનર સર્કલને જ કોપી). માત્ર હસવા માટે આવેલા દરબારીઓ જ ગયા બીજા નહિં ઃ)(છેલ્લી લીટી).

અનિલાબેને લખ્યું,
ખસી ખસીને તમે હવે ક્યા જશો,?
દરબારીઓ વગર ક્યાથી હસશો?.
સૂરજ ઉગેને ચન્દ્ર આથમે,
દરબારીઓને હાસ્ય વીણ કેમ ચાલે.?
આપસૌ જેવા બ્લોગર ના હોત,
અમ જેવા દરબારી ના હસતે.
આપ લિખતે રહો ઔર હમ પઢતે રહે,
આપ ઔર હમ સદા સાથ ચલતે રહે.
અનિલા પટેલ

આતાજીએ લખ્યું,
ઉખાણાં કરતાં મનેતો હસવામાં મજા આવે છે .
મેં એક હિન્દી ભાષી માણસ પાસેથી સાંભળેલું લખું, હસવાનું કેટલું મહત્વ છે.
ભોજન આધા પેટ કર, દુગના પાની પી,
ત્રિગુના શ્રમ, ચોગુન હંસી તો બરસ સવાસો જી.

મેં આતાજીને લખ્યું, “હસે તેનું ઘર વસે.”

ડોકટર રાજેન્દ્ર ત્રિવેદીએ લખ્યું,
Here is the Dhavalrajgeera with his new role………….
http://www.anandashantiyoga.com/Wellbeing.html
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org

મેં જવાબમાં લખ્યું,
Excellent Dr. Saheb ! Congratulations for Anand Shanti Yoga.

શ્રી જુગલકિશોરભાઈએ લખ્યું,
આ ન્યૂ રોલ ન્યારો છે.

હાસ્યેન સમાપયેત ન કર્યું તે ઠીક થયું. હાસ્ય મનની તો આ તનમન બેયની કાળજી લેશે તેવી આશા સાથે અભિનંદન.

શ્રી સુરેશભાઈએ લખ્યું,
દરબારીઓ હવે, દરબારથી ખસે.
લો આ કવિતડું ….
———————————
મેરૂ ચળે, ભલે ચન્દ્ર છૂપે;
મહેરામણ ગરજતો આણ ચૂકે
ભલે વાચક ભાગીને જાય ઘરે;
ભલે કોમેન્ટ્યુંના હો દુકાળ જગે

દરબારીઓના થાય વિજોગ ભલે;
ભલે દોસ્તોય ફેરવી પૂંઠ હસે.
બલોગિંગની નવ તલપ છૂટે,
ફરી ફરી; લળી લળી, લખતો રહે.

મેં જવાબમાં લખ્યું,
Sorry સુરેશભાઈ, મેં તો માત્ર મજાકમાંજ લખેલું કે હાસ્ય દરબાર હવે ઊખાણા દરબાર થઈ ગયું છે તો માત્ર હસવા માટે દરબારમા આવતા લોકો ઓછા થઈ જશે. લોકો ઊખાણામાં પણ ઉત્સાહથી ભાગ લે છે, મેં પણ બે ત્રણ ઉખાણાનો ઉકેલ લખ્યો છે. પ્લીઝ આને ટીકા ન સમજતા.
સસ્નેહ,
દાવડા

સુરેશભાઈએ લખ્યું,
ના રે ના. એવું કદી વિચારતો જ નથી. ( હાદ એટલે મગજ ગીરે ! )
જો કે, આ તો રમત છે. મારા રસના વિષય તો છે – અધ્યાત્મ / સાધના , વાંચન અને હોબી.
એક સરસ જીવન ચરિત્ર વાંચ્યું. એક બે દિમાં એના પરથી એક સરસ લેખ લખીશ.

જો તમે ના વાંચી હોય તો આ ઈબુક ખાસ વાંચજો અને મિત્રોને ખાસ વંચાવજો….બહુ જ ભાવથી લખી છે- એક જ જણના જીવનમાં એનાથી પરિવર્તન આવે તો બધી મહેનત ગમીમત.
કમ સે કમ આ ત્રણ પ્રકરણ તો વાંચજો જ …
બની આઝાદ શા માટે
ભાગ -૨૦……..દિવ્ય અને સામ્પ્રત જીવન
ભાગ -૨૧……..ઉપસંહાર

આખરમાં ચંદ્રવદનભાઈએ લખ્યું,
સુજા કવિતડું બનાવે તો લ્યો આ એક બીજું ,
શરદજી સાથે છે દાવડા,
ચંદ્ર સાથે છે ‘રાત્રી’ ‘ને સુજા,
જેથી એક સાથે પાંચની ટોળી.
ક્યાં છે એ પાંચની ટોળી ?
આ જ છે એક ઉખાણું ,ઓ, દરબારીઓ,
ભલે,દરબાર બહાર, જવાબ દેજો, દરબારીઓ !

સુરેશભાઈએ ફરી લખ્યું,
આમ તો છે અલગ
ઠેકાણાંય અલગ
પણ બંધાયા દોરે
નેટના આ તાંતણે
———————-

અમે કીધું, ને બોલ હવે તું! ( રમેશ પારેખનું અમર પ્રશ્ન કાવ્ય )

બસ આમ વાતનું વતેસર થયું, હવે કહું છું,
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
(આમા બકરી હું છું)

Advertisements

One response to “શાંત પાણીમા વમળ – (આમા બકરી હું છું) – P.K. Davada

 1. pragnaju જૂન 4, 2013 પર 8:02 પી એમ(pm)

  અમે તો
  સામાન્ય માણસ
  સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
  કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
  ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
  બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
  એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
  દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
  મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
  પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
  ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
  ને વળી તાળી પણ પાડનારો
  ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
  બધું ભૂલી જનારો, ગળી જનારો
  કચડાયેલો
  પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
  હસતો ઊઠનારો
  હું પણ તેમાંનો જ –
  એક…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: