હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મુલ્લા નસિરૂદ્દિન

મુલ્લાંની નવી દુલ્હને પ્રથમવાર ભોજન બનાવી પીરસ્યું અને મુલ્લાને જમતાં જમતાં પૂછુયું, “પ્રિયે! હું રોજ તમારા માટે આવું ભોજન બનાવી પીરસું તો, તમે મને શું ઈનામ મળશે?”
“મારો લાઈફ ઈન્સ્યોરન્સ” મુલ્લાંએ ગળે કોળીયો ઉતારતાં કહ્યું.
——————

“જાઓ, તમે મને સહેજપણ પ્રેમ કરતાં નથી.” મુલ્લાની બેગમે રડતાં રડતાં કહ્યું, “હું રડું છું તો પણ તમે પૂછતાં સુધ્ધાં નથી કે હું કેમ રડું છું?”
” મને માફ કર.” મુલ્લાએ કહ્યું,” મારો અનુભવ કહે છે કે આવા પ્રશ્નો મને ખુબ ખર્ચના ખાડામાં નાખી દે છે.”
——————

ઘાસથી ભરેલી ટ્રક લઈને જઈ રહેલ મુલ્લાને રસ્તાનો પત્થર દેખાયો નહી અને ટ્રક પત્થર સાથે અથડાઈને બાજુના ખાડામાં જઈને પડી અને મુલ્લા ઉછળીને રોડ પર પડ્યા. બાજુના ખેતરમાં કામ કરતા ખેડુતે આ જોયું અને તરત મદદે દોડી આવ્યો. મુલ્લાને જમીન પરથી ઉભો કર્યો અને ટેકો આપી પોતાની ઝુંપડીમાં ખાટલો પાથરી સુવાડ્યો. થોડીવારે મુલ્લાને બોલવાનો હોશ આવ્યો. પેલાં ખેડુતે કહ્યું,” ખુદાકા શુક્ર હૈ, આપ બાલ બાલ બચ ગયે. અબ ફીક્ર મત કરના ઔર હમારે સાથ ખાના ખાકે હી જાના”
મુલ્લા કહે, ” તમારો ખુબ આભાર, પણ મારી બેગમ લડશે.” ખેડુત કહે તમે ફિકર ન કરો, પહેલાં ભોજન કરી લ્યો પછી તમારી ટ્રકને બહાર કાઢવામાં અમે તમારી મદદ કરીશું”
મુલ્લાએ ભોજન તો કર્યું પણ વળી રટણ કર્યું,” બેગમ ચોક્કસ લડશે જ.” પેલા ખેડુતે પૂછ્યું ક્યાં છે તમારી બેગમ, અમને તેમનો ફોન નંબર આપો હું તેમની સાથે વાત કરી તેમને સમજાવીશ.”
મુલ્લાએ રડમસ અવાજે કહ્યું, “ટ્રકમાં ભરેલી ઘાસની ગંજી નીચે.”
———————————-

4 responses to “મુલ્લા નસિરૂદ્દિન

 1. dhirajlalvaidyadh June 4, 2013 at 1:49 am

  મુલ્લાજીની ટ્રકને એક્સીડન્ટ થયો. મુલ્લા રોડ ઉપર અને બેગમ ખાડામાં ઘાંસની ગંજી નીચે…..એક્સીડન્ટથી ખેડૂતોને બેગમની ભાળ આપી…તેની વચ્ચે ખાસ્સો સમય વહી ગયો હશે…..કદાચ બેગમનો “લાઈફ ઈન્સ્યોરન્સ” (જો હોય તો…) મુલ્લાજીને મળવાના ચાન્સ ઝાઝા છે.

 2. Ramesh Patel June 3, 2013 at 7:42 pm

  શરદભાઈને તે નિયમિત મળવા આવે છે..ખૂબ જૂની ઓળખાણ છે અને તે હાસ્ય દરબારીઓને મળવા આવે તેવા છે…એવું સાંભળ્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. સુરેશ જાની June 3, 2013 at 6:33 pm

  ખરેખર મુલ્લા જેવી કોઈ વ્યક્તિ હતી ખરી?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: