હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો. – ભિક્ષુક

(તમને ગમે તો તમારા બ્લોગમાં મૂકી શકો છો)

ભિક્ષુક
(વસંતતીલકા-મામ પાહિયો ભગવતી ભવદુખ કાપો)

બ્લોગો મહીં સરકતા ફરતા સુજાણો,
પ્રેમીજનો, રસભરી કવિતા જો માણો,
થોડોક તો હ્રદયમા સમભાવ સ્થાપો,
ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો.

ભૂલો હશે, અરથનો અવકાશ થાતો,
હોંસે લખું અંતરમાં ઉછળેલ વાતો,
આ મોજને પ્રસરવા પગથાર આપો,
ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો.

કોને કહું ઉછળતા મનના વિચારો,
બ્લોગો વિના પ્રસરવા નથી કોઈ આરો,
આપો વખાણ નહિં તો ફટકાર આપો,
ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો.

ના સાહિત્ય સર્જનનો વ્યવસાય મારો,
માંડું અહિં, ઉભરતા મનના વિચારો,
આપો મને, કદિક તો શિરપાવ આપો,
ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો.

થોડું કહ્યું, સમજદાર તમે, વિચારો,
જો હું લખું સતત, ના શબદો ઉચારો,
તો વાચકો, ન લખવા ફરમાન આપો,
કાં વાચકો મનભરી પ્રતિભાવ આપો.
-પી. કે. દાવડા

Advertisements

7 responses to “ઓ વાચકો મનભરી પ્રતિભાવ આપો. – ભિક્ષુક

 1. Bipin Desai June 11, 2013 at 6:02 am

  વાંચું છું અને એકલો એકલો જ હસું છું…મઝા આવે છે ….ચાલુ રાખો…

 2. dhirajlalvaidyadh June 4, 2013 at 3:02 am

  પ્રિય હાદ-બંધુ શ્રી દાવડા સાહેબ, આપણો હાસ્ય દરબાર ખરેખર તો કોઇનું બગાડ્યા વગર, બિન-ઉપદ્રવી નિજાનંદમાં મહાલતો એક પરિવાર છે.તમારી રચનાઓ હું પ્રેમથી માણું છું. જેવી રીતે સમરાંગણમાં ચારણો અને નોબત-બ્યુંગલો લડવૈયાઓમાં જે ઉત્સાહ-ઉત્તેજના લાવવાનું કામ કરે છે તે ઉત્સાહ-ઉત્તેજકનું કામ સાહિત્યિક જીવને તેની રચનાની રજુઆત સામે મળતી તાળીઓ અને પ્રતિભાવો વડે થાય છે.
  દાવડા સાહેબ આપની રચના માટે કહું………….
  “ચંચળતામાં વર્ણવું…પણ ઝરણાંમાં સંકડાસ,
  ગંભિરતામાં વર્ણવું…પણ અર્ણવમાં ખારાસ.”

 3. mdgandhi21, U.S.A. June 3, 2013 at 11:56 pm

  મજાનું લખ્યું છે.

 4. સુરેશ જાની June 3, 2013 at 6:35 pm

  લો! પ્રતિભાવ તો આપીએ. એક કામ કરો ને?
  આટલી સરસ કવિતા લખી છે, તો …


  तुमको हो पसंद वही बात करेंगे ।

  ગમતીલો પ્રતિભાવ પણ લખી દો ને? !
  અમે નીચે સહી કરી દેશું !!!

 5. chaman June 3, 2013 at 3:33 pm

  સુંદર કાવ્ય છે. મને ગમ્યું. ધન્યવાદ.
  પ્રતિભાવ આપવામાં પાછા પડતાઓને પાણી ચડે તો સારું!
  આ અંગે મારો એક લેખ તૈયાર જ છે. જરા મઠારી મુકવો પડશે હવે.
  ચીમન પટેલ ‘ચમન’

 6. bharatpandya June 3, 2013 at 2:30 pm

  vaaaah !

 7. પ્રા. દિનેશ પાઠક June 3, 2013 at 1:51 pm

  મજાનું લખ્યું છે. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: