હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આ સાત સવાલનો છે કોઈ જવાબ?- P.K.Davada

આ સાત સવાલનો છે કોઈ જવાબ?

૧. અંગ્રેજી છાપાં કરતાં ગુજરાતી છાપાંની રદ્દીનો ભાવ શા માટે ઓછો હોય છે?

૨. લાલ સિગ્નલ પાસે પણ કેટલાક લોકો શા માટે હોર્ન વગાડે છે?

૩. મારા સિવાય તમને કોણ સંભાળત? આ પ્રશ્ન પ્રત્યેક સ્ત્રી એના પતિને કેમ પૂછે છે?

૪. “સરસ સવાલ છે.” આવું જવાબ આપતા પહેલા દરેક વક્તા શા માટે બોલે છે?

૫. “ગેસ ઉપર દૂધ મૂક્યું છે, જરા નજર રાખજો” એમ પત્નીના કહેવા છતાં દુધ

શા માટે ઊભરાઈ જાય છે?

૬. “ઘરમાં ઘણું કામ પડ્યું છે” એમ બોલવાની શરૂઆત કર્યા પછી બે સ્ત્રીઓ અર્ધા કલાક સુધી

વાતો શા માટે કરે છે?

૭ “અજ્ઞાનતામાં જ સુખ છે” એમ કહેનારા, મોટા મોટા ગ્રંથો શા માટે વાંચે છે?

Advertisements

7 responses to “આ સાત સવાલનો છે કોઈ જવાબ?- P.K.Davada

 1. P.K.Davda જૂન 4, 2013 પર 9:51 એ એમ (am)

  જેમણે પેપર કોરા મૂક્યા તે બધા પાસ, કારણ કે આ સવાલોના સાચા જવાબો છે જ નહિં.

 2. MG Dumasia જૂન 4, 2013 પર 1:44 એ એમ (am)

  હા! સાતેય સવાલ ના જવાબ મારા હિસાબે આ છે. પછી તમે જે રેકમન્ડેડ કરો એ!

  ૧.કારણ કે ગુજરાતી ભાષાની(અને લેખકોની પણ, અમુક અપવાદ બાદ કરતાં) કિંમત આજે પણ શું શાં પૈસા ચાર છે. કારણો લખવા માટે જગ્યા નએ મારોપનો ટુંકો પડશે.
  ૨.કારણ કે લાલ સિગ્નલ પાસે આવીને ઘણાં ને યાદ આવે કે અટકવાનું છે, એટલે જોર થી બ્રેક મારે એટલે પાછળવાળાંએ હોર્ન મારવું પડે. મતલબ હજી ટ્રાફિક સેન્સ નથી આવી!
  ૩.પત્ની જાણે છે કે હવે આના પનારે પડયાં છે તો સંભાળવા જ પડવા ના છે!
  ૪.કારણકે વક્તા જાહેરમાં ગાળ બોલી શકે એમ નથી અને જાણે છે કે આ સવાલ પુછનાર માટે ભલે સરસ હોય, પણ વક્તાને તો લમણે વગ્યો હોય છે!
  ૫.કારણ કે નજર કોની ઉપર રાખવી એની કોઇ ચોખવટ નથી કરી. રી.દૂધ,પાડોશી કે કામવાળી?
  ૬.ઘરનાં ઘણાં અગત્યનાં કામોમાં આ ફોન પર વાત કરવાનું પણ આવી જ જાય.
  ૭.કેટલી અજ્ઞાનતા છે અને કેટલાં સુખી હતાં તે જાણવા માટે!

 3. mdgandhi21, U.S.A. જૂન 4, 2013 પર 12:22 એ એમ (am)

  સવાલો બહુ સુંદર પુછ્યા છે, પણ આ સાત સવાલ તો સનાતન સવાલોમાંના છે, ભેજાનું દહીં બનાવો કે “શ્રીખંડ” બનાવો, તો પણ સાચો જવાબ નહીં જ મળે. તેનો દરેક માણસનો જવાબ અલગ અલગજ આવશે…….
  આનંદ આવે તેવું છે……..

 4. નિરવની નજરે . . ! જૂન 3, 2013 પર 11:44 પી એમ(pm)

  1] કારણકે પસ્તીવાળાને અંગ્રેજી વાંચતા નથી આવડતું . . . અને જે ન આવડતું હોય તે ભારતમાં અમુલ્ય બની જાય છે , અને અંગ્રેજી રદ્દીનો ભાવ વધી જાય છે 😉

  2] લાલ સિગ્નલ પર હોર્ન એટલા માટે વગાડે છે કે . . . મને રોકવાની હિંમત કોણે કરી ? જે કોઈ હોય તે સામે આવે !

  અથવા

  તે ચાલકની આગળ ” હોર્ન ઓકે પ્લીઝ ” લખેલો ખટારો ઉભો હશે 😉

  3] કારણકે આ વસ્તુ ખરેખર સાચી છે 🙂 અને બીજું સ્ત્રીઓની સંભાળ સારી હોય છે માટે આપણે આપણી સંભાળ નથી રાખવી પડતી અને કામ મફતમાં થઇ જાય છે !

  4] ” સરસ સવાલ છે ” તેવું તે એટલા માટે કહી દે છે કારણકે તે જે જવાબ આપવાના હોય છે તે સરસ નથી હોતા 😉

  5] કારણકે આજે દૂધ ગરમ કરવા એક “નર” ઉભો છે એ જોઇને દૂધનું હૈયું ભરાઈ આવે છે અને પુરુષ તો ઉદાર હોય જ છે ! { તા.ક – મેં કદી પણ દૂધ નથી ઉભરાવ્યું }

  6] કારણકે તેમ કરવાથી અર્ધા કલાકનો સમય ઘટશે અને ઓછા સમયમાં એક અઘરો ટાર્ગેટ મળશે અને તેમ કરવાથી એક અદભુત વિજય મેળવ્યાનો આનંદ થશે { ઓછો સમય અને વધુ કાર્યક્ષમતા – વાતો ની વાતો અને વડા નાં વડા 😉 }

  7] કારણકે મોટા ગ્રંથોનો પસ્તીમાં વધુ ભાવ આવે છે અને આ અજ્ઞાન થકી જો આપણને આર્થિક લાભ થતો હોય તો એમાં ખોટું શું ? 😉

  બાપ રે , સવાર સવારમાં કેટલું બધું લખાવી દીધું ? કી બોર્ડની આત્મવ્ય્થા 😀

 5. Ramesh Patel જૂન 3, 2013 પર 7:55 પી એમ(pm)

  આ જવાબો પાસ કે નાપાસના ભય વગર જડી ગયા છે!

  ૧…પરદેશીના ભાવ ઉંચા ..ગુડ ક્વોલીટી.

  ૨. લાલ સિગ્નલ પાસે પણ કેટલાક લોકો શા માટે હોર્ન વગાડે છે?

  …. કેટલાક આડા ઊતર્યા હોય છે..માટે

  ૩. મારા સિવાય તમને કોણ સંભાળત? આ પ્રશ્ન પ્રત્યેક સ્ત્રી એના પતિને કેમ પૂછે છે?

  પનારે પડવાની સજા ને મજા..મન વારે કે લમણે લખાણા.

  ૪. “સરસ સવાલ છે.” આવું જવાબ આપતા પહેલા દરેક વક્તા શા માટે બોલે છે?

  સામા વાળાની બેવકૂફીને લીધે રોલો પાડવાની તક મળી એટલે બીરદાવવા પડે.

  ૫. “ગેસ ઉપર દૂધ મૂક્યું છે, જરા નજર રાખજો” એમ પત્નીના કહેવા છતાં દુધ

  શા માટે ઊભરાઈ જાય છે?

  મન લાગે તો કામમાં બરકત દેખાય..ઉભરાય દૂધને જોડે ઘરવાળી પણ.

  ૬. “ઘરમાં ઘણું કામ પડ્યું છે” એમ બોલવાની શરૂઆત કર્યા પછી બે સ્ત્રીઓ અર્ધા કલાક સુધી

  વાતો શા માટે કરે છે?

  આ વાત હજુ સમજાણી નથી..મારે ખૂબ કામ પડ્યું છે કહી હજુ શ્રીમતીજી કલાક ફોન ઝાપટી કાઢે છે અને મને કહે છે કે શું કામ ફોન ઉપાડી મને દીધો ને મોડું કરાવ્યું.

  ૭ “અજ્ઞાનતામાં જ સુખ છે” એમ કહેનારા, મોટા મોટા ગ્રંથો શા માટે વાંચે છે?

  સુખની ક્વોલીટી જાણવા.

  …જવાબો મોટાભાગે ચોરી કરી લખ્યા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. સુરેશ જાની જૂન 3, 2013 પર 6:29 પી એમ(pm)

  જગદીશ ભાઈનો જવાબ
  આપડી આંગળી પણ ઊંચી.
  ———-
  હવે કાયદેસર…

  સવાલ પુછનારે જવાબ આપવો જ પડે
  -પબ્લિ ડિમાન્ડ !

 7. jagdish48 જૂન 3, 2013 પર 5:55 પી એમ(pm)

  જવાબ ૭ – તમારા સવાલના જવાબ શોધવા….. 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: