હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માણસ નથી !

ઉનાળાની બળબળતી બપોરે એક
ભીખારી જેવો માણસ બજારમાં
આમતેમ આંટા મારી રહ્યો હતો એને
ખુબ જ તરસ લાગી હતી અને એ પાણી
શોધી રહ્યો હતો પરંતું તાપ એટલો
બધો હતો કે બધા જ દુકાનદારો
પોતાની દુકાન બંધ કરીને જતા
રહ્યા હતા.

તરસથી વ્યાકુળ થયેલા પેલા
માણસની નજર છેવાડાની એક દુકાન
પર ગઇ. એ દુકાન ખુલ્લી હતી પેલો
માણસ ઝડપથી એ દુકાન સુધી
પહોંચ્યો ત્યાં જઇને જોયુ તો
દુકાનમાં બીજુ કોઇ તો નહોતું
પરંતું શેઠ થડા પર બેઠા-બેઠા
હિસાબ કરતા હતા.
ભીખારી જેવા આ માણસે પેલા શેઠને
કહ્યુ , ” શેઠ બહું તરસ લાગી છે
થોડું પાણી પાશો ? ” શેઠે કહ્યુ , ”
માણસ બહાર ગયો છે થોડી વાર ઉભો
રહે.” પેલો ભીખારી ત્યાં જ ઉભો
રહ્યો 10 મિનિટ જેવો સમય થયો એટલે
ભીખારી એ ફરીથી કહ્યુ કે,” શેઠ
થોડું પાણી આપોને ગળું સુકાય
છે.”. પેલા શેઠે કહ્યુ કે હજુ
માણસ નથી આવ્યો આવે એટલે તને
પાણી આપે. વળી થોડો સમય પસાર થયો
એટલે ફરી પેલા ભીખારીએ કહ્યુ ,”
શેઠ એક પ્યાલો જ પાણી આપોને
…..જીવ જાય છે હવે તો આ તરસને
કારણે.” શેઠે ખીજાઇને કહ્યુ , ”
એલા તને કેટલી વાર કહેવું કે
માણસ નથી એ આવે એટલે તને પાણી
પાશે.”
ભીખારીએ શેઠની સામે જોઇને
એટલું જ કહ્યુ…

” શેઠ બસ થોડીવાર માટે તમે જ માણસ
બની જાવ ને…”

Advertisements

6 responses to “માણસ નથી !

 1. vijay pandya મે 24, 2013 પર 11:24 પી એમ(pm)

  VERY VERY good lesson to humanity.You have covered everything
  that human being has to learn in this life time.We get only once life time.Let us come out of worldly pleasures and be a candle like
  in helping needy
  jai sri krishna
  vijay pandya

 2. સુરેશ જાની મે 24, 2013 પર 6:54 એ એમ (am)

  વન્ડર ફુલ. તમારી અત્યાર સુધીની બધી જોકોમાં આ કરૂણ જોક બહુ જ ગમી. આપણે બીજું બધું થવા તૈયાર હોઈએ છીએ; માત્ર માણસ બનવાનું જ બહુ મુશ્કેલ હોય છે!

  કદા્ચ માણસાઈ ન હોવી – એ જ માણસ પણું હશે?

 3. dhirajlalvaidya મે 24, 2013 પર 2:33 એ એમ (am)

  કંઇક વિશિષ્ટ જરૂરીયાતને લીધે, આટ-આટલા તાપમાં જ્યારે સૌ જંપી ગયાં હતાં ત્યારે, શેઠ કામ કરતાં હતાં. શેઠ સંત મહાત્મા ન હતાં સર-સામાન્ય માણસ જ હતાં. અને કડવા-મીઠાં અનુભવે ઘડાયેલા. એમને એમ કે કેટલાક માણસો મનના મેલા હોય છે. પાણીનું બહાનું કાઢીને પછી હાથ મારે છે.

 4. Sharad Shah મે 24, 2013 પર 12:32 એ એમ (am)

  અમદાવાદથી જોધપુર ટ્રેઈનમા સફર કરી રહ્યો હતો.રાતનો સમય હતો. પાણીની ખુબ તરસ લાગેલી અને કોઈ સ્ટેશને મિનરલ વોટરની બોટલ મળે તેની પ્રતિક્ષામાં હું દરવાજે જ ઉભો રહ્યો હતો. કલાકેક વિત્યા પછી એક નાનુ સ્ટેશન આવ્યું જ્યાં ફક્ત બે મિનિટનો જ હોલ્ટ હતો ત્યાં એક છોકરો પાણીનુ માટલું અને ગંદો ગ્લાસ લઈ પાણી વેચતો દેખાયો. તરસ લાગી હતી એટલે થયું લાવ પાણી પી લઊં. પેલા છોકરાને બોલાવી પુછ્યું,” એક ગ્લાસ પાણીનુ શું લે છે?” છોકરાએ કહ્યું,”બે રુપિયા”. મેં કહ્યું, “અલ્યા લુંટ ચલાવે છે? પચાસ પૈસામાં એક ગ્લાસ પાણી બધે મળે છે?” છોકરો બોલ્યો, ” સાહેબ તમને તરસ લાગી નથી, એટલે ભાવ પૂછો છો. જે ને તરસ લાગી હોય છે તે ભાવ પૂછવા નથી બેસતો,પહેલાં પાણી પીએ છે પછી ભાવ પૂછે છે. અહીં પીવાનુ પાણી ત્રણ ગાઊ દુરથી લાવવું પડે છે. અને આ અડધી રાતે હું જે ખરેખર તરસ્યા છે તે ને જ પાણી પાઊં છું. ત્રણ કલાકે જોધપુર આવી જશે,હવે જોધપુર જઈને જ પાણી પીજો.”
  એક સણસણતો લાફો કોઈએ ગાલ પર માર્યો હોય તેવો અહેસાસ થયો અને થયું કે છોકરાની વાત એકદમ સાચી છે. આપણે પણ આમજ આત્મા પરમાત્માની વાતો અને વાદવિવાદ જ કરીએ છીએ ત્યારે એમ થાય કે શું ખરેખર કોઈ પ્યાસ છે ખરી?
  અહીં પણ જો ભિખારીને પ્યાસ હોત તો શેઠનો માણસ આવે તેની તે રાહ જુએ ખરો? જાતે પાણી પીવા દોડી ન જાય? પછી ભલે શેઠ તેને મારે કે મારી નાખે. પણ કમસે કમ તરસ્યો તો ન મરે. શું કહો છો?

 5. Ramesh Patel મે 24, 2013 પર 12:18 એ એમ (am)

  શેઠ બસ થોડીવાર માટે તમે જ માણસ
  બની જાવ ને…”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: