હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાવ્યાષ્ટક – પી. કે. દાવડા.

(૧)
ઓ બીજ ત્રીજના ચાંદ, સૌને તું સુંદર લાગે,
કિન્તુ મુજને તું વિધવાના તુટ્યા કંગનસમ ભાસે.
(૨)
પાષાણને કંડારીને મનુષ્યે તમને ઈશ્વર કર્યા,
તમે વેર લેવા મનુષ્યને પાષાણહ્રદયી કર્યા.
(૩)
બિલાડી આડી ઉતરી તો મનુષ્યને અપશુકન થયું,
મનુષ્ય આડો ઉતર્યો તો બિલાડીનું શું થયું?
(૪)
મા-બાપે મહેનત કરીને બાળકો મોટા કર્યા,
બદલો દેવા, બાળકોએ વૃધ્ધાશ્રમ ઊભા કર્યા.
(૫)
લોકો બધા ટોળે વળી નિહાળતા ધ્યાનથી તને,
વાત તારી સાંભળવા ઉત્સાહી ને તલ્લીન બને,
ઓ પ્રભુ માણસ મટાડી, ટી.વી. બનાવી દે મને.
(૬)
પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી
ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;
ના કીધેલી, વકીલે મુજને, તોય એનું ન માન્યુ,
શાને, સાચું સમજી લઈને, માન્યું તારું કલાપી?
(૭)
ક્યાં છે મારા છકો મકો ને ક્યાં છે મારા જેક અને જીલ?
ગુમાઈ ગયા છો તમે વર્ષોથી, કોના નામે કરૂં હું વિલ?
(૮)
કદી ચૂંટ્યા નથી ફૂલો, કદી વેણી નથી ગુંથી,
અમે ચાંદો નથી જોયો કદી પતનીની સૂરતમા,
છતાં બ્લોગોની ચાહતમા અમે કવિતા કરી બેઠા.

(આપને ગમે તો આપના બ્લોગમાં લઈ શકો છો)
-પી. કે. દાવડા

Advertisements

2 responses to “કાવ્યાષ્ટક – પી. કે. દાવડા.

 1. dhirajlalvaidya મે 24, 2013 at 2:20 am

  એક કવિપત્નિની વ્યથાકથા…………

  નથી કદી મુજ કાજ ફૂલ લાવ્યા,
  નથી કદી મુજના વખાણ કર્યાં,

  સેવા કરણમાં મેં આ કાયા ઘસી
  નથી દીઠા મેં રાત-દિન કદાપી,

  તોયે તુને મતી કેમ આવી સૂઝી.
  બ્લોગને ચાહી કવિતા રચી દીધી.

  કવિતાને ચાહવાનું તેને ગમે છે,
  તેને જે ગમે તેમા હું રાજી-રાજી.

 2. RASIKBHAI મે 23, 2013 at 7:59 pm

  sir will you pl. guid me how to share kavyashtak with friend on e mail. thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: