હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘લઘુ વાર્તા લેખન’ – એક નવો પ્રયોગ

         જોક્યું, વાર્તાઓ, કાર્ટૂનો,વિડિયો, હુંશિયારીની કસોટીઓ, શબ્દ રમતો — જાતજાતની મજાઓ ‘હાસ્ય દરબાર’ પર માણી. પણ એ બધુંય એકપક્ષી જ. અમે મોકલનાર અને તમે ઝીલનાર. સરસ મજાની ઝીલણ કરી છે બાપલિયા! આપ સૌએ અમારો પોરહ ઝાઝો વધારી દીધો છે

પણ હવે અમારે ઝીલણ ઝીણવા જાવું છે!

  તમને સૌને નાનકડા સર્જકો બનાવવા ઉમેદ છે. અને એ દિશામાં આ પહેલું પગલું છે.

ચાલો વાર્તા લખીએ. 

         પણ એમ ને  એમ શી રીતે વાર્તા લખવી? અમે એક રસ્તો ગોતી કાઢ્યો છે.

        વાર્તાની ચરમસીમા અમે આપી દઈએ છીએ – અને તે પણ જરાક વિચારતા કરી દે તેવી. તમારે પાંચ કે  સાત લીટીઓ જ લખવાની છે.

 – વાર્તાનો અંજામ એ રીતે આવે એમ કલ્પનાના ઘોડા દોડાવીને સ્તો !

તો આ રહ્યો તમારી વાર્તાનો અંત …..

…બારણું ખુલ્યું અને મારી કાર ચાલુ કરી. 

હવે સજ્જનો અને સન્નારીઓ… મેદાન તમારું જ છે…

મળેલી વાર્તાઓ પાંચ દિવસ પછી રજુ કરવામાં આવશે.

Comments are closed.