હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક કઠિયારો – ચીમન પટેલ ‘ચમન’

      નદીના કિનારાના એક ઝાડ પર કઠિયારો લાકડા કાપતો હતો ને એકદમ એના હાથમાંથી કુહાડી છટકતાં નદીમાં જઇ પડી. કઠિયારાને તરતાં નો’તું આવડતું એટલે એણૅ ભગવાનની મદદ માટે પ્રાર્થના શરું કરી દીધી. ભગવાન પ્રગટ્યા અને ડુબકી મારી સોનાની  કુહાડી  લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછ્યું; “આ તારી કુહાડી છે?” કઠિયારાએ ના પાડી.

     ભગવાને ફરી ડુબકી મારી ને આ વખતે ચાંદીની કુહાડી લઇ આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના જ કહી. ત્રીજી વાર ભગવાન એની  જકુહાડી લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારો ખુશ થઇ હા પાડી. ભગવાન એની સચ્ચાઇથી ખુશ થઇ ત્રણે કુહાડીઓ આપી અલોપ થયા.

       ફરી એક વાર કઠિયારો અને એની ઘરવાળી આવ્યા. આ વખતે એની ઘરવાળી પાણીમાં પડી ગઇ. ફરી એને પ્રભુ પાર્થના કરી. ભગવાન ફરી પ્રગટ્યા અને ડુબકી મારીને એક દુનિયાની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ના પાડી. બીજી વાર જાપાનની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ફરી ના પાડી. ત્રીજી વાર ભગવાન એની પત્નીને લઇ બહાર આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના કહી. ભગવાન બોલ્યાઃ “તું સાચું બોલનાર આજે જૂઠ્ઠુ કેમ બોલે છે?!”
બે હાથ જોડી.નમી પડતાં એ બોલ્યો;” મને બીક લાગી ભગવાન કે જો સાચું કહીશ તો તમે તો મને ત્રણે પધરાવી દેશો!”

– ચીમન પટેલ ચમન’

4 responses to “એક કઠિયારો – ચીમન પટેલ ‘ચમન’

 1. હિમ્મતલાલ June 3, 2013 at 6:39 pm

  વાહ ચમનભાઈ “ચમન “વાહ
  એક વખત હું અને મારી ઘરવાળી બરડા ડુંગરમાં કરમદા વીણવા ગયાં ત્યાં મારાં ઘરવાળાં ભૂલાં પડીગયાં ક્યાંય મને જડે નહિ .હું તો રડવા માંડ્યો .મારું કરુણ રુદન સાંભળી વનદેવી પ્રગટ થયાં .મને પૂછ્યું ગગા કેમ રુવે છે ?મેં મારી ઘરવાળી ખોવાઈ ગયાની વાત કરી દેવી કહે ઘરવાળી મલે એમ નથી .તું કહેતો હોય તો તુને મેનકા લાવી આપું .અથવા તારી દોસ્તારણ પિતરી લાવી આપું . મેં કીધું મારે મેનકા નહિ પણ પિતરી જોઈએ છીએ .દેવી મારી વાત સાંભળી એકદમ ગુસ્સે થઇ ગયાં અને બોલ્યાં . ભ્રષ્ટ બુદ્ધી વાળા તુને અપ્સરા મેનકા કરતા તુને તારી પિતરી ગમી ?હવે તારી ઘરવાલીને હું સ્વર્ગમાં મોકલી આપું છું .અને તારી પિતરી ને હું અમેરિકન છોકરા સાથે પરણાવી દઉં છું .એટલે હવે તુને તારી ઘરવાળી , મેનકા કે પિતરી એકેય નહિ મળે .

 2. dhirajlalvaidya મે 23, 2013 at 8:53 am

  આજના જમાનાનો કઠિયારો હોત તો,” દુનિયાની એ સૌથી રૂપાળી સ્ત્રી”ને સ્વિકારી લઇને, ઉપરથી ભગવાનને કહેત કે:” હે ભગવાન, તમે મારા માટે ઘણું કર્યું, હવે ફરીથી ડૂબકી મારવાની તસ્દી ન THANKS.”

 3. Vinod R. Patel મે 21, 2013 at 10:29 pm

  સત્યનારાયણની કથામાં કઠીયારાની વાત આવે છે .

  ચીમનભાઈની કથાનો આ કઠિયારો સ્ત્રીઓથી બહુ કંટાળ્યો હોય એમ જણાય છે !

 4. chaman મે 21, 2013 at 8:55 pm

  Thanks you Sureshbhai.chaman

  Date: Wed, 22 May 2013 01:49:04 +0000
  To: chiman_patel@hotmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: