હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાહ રે વાહ આપણા ગુજરાતી ટીચરો !

વાહ રે વાહ આપણા ગુજરાતિ ટીચરો !

14 responses to “વાહ રે વાહ આપણા ગુજરાતી ટીચરો !

 1. dhufari July 10, 2014 at 2:49 am

  એક શિક્ષકે ક્લાસમાં પુછ્યું બોલો મારી ઉમર કેટલી હશે? વર્ગમાંથી કોઇ સચો જવાબ ન આપી શક્યો તો છેલ્લી પાતલી ઉપર બેઠેલા જગને કહ્યું હું કહું સાયેબ? શિક્ષકને નવાઇ લાગી કે આ ઠોઠ નિશાળિયો શું જવાબ આપશે? છતા કહ્યું હાં બોલ જગને કહ્યું ૪૨ વરસ જવાબ સાચો હતો સિક્ષકને નવાઇ લાગી એટલે પુછ્યું તને કેમ ખબર પડી? જગને કહ્યું મારો મોટો ભાઇ ૨૧ વરસનો છે અને એ અર્ધો ગાંદો છે……….

 2. pravina Avinash મે 23, 2013 at 4:40 am

  જો આવી સરસ’ સિક્ષિકા’ હોય તો મને તેનું ‘સરનામું’ આપો. હું તેમને મારી ‘સષ્ઠીપૂર્તિના’ સમારંભમાં આવવાનું આમંત્રણ જરૂર મોકલીશ.

 3. Bipin Desai મે 22, 2013 at 7:17 pm

  વાહ….ગધેડા શિક્ષક….અમને સંસ્કૃત નાં પંડિત જી એ ત્રણ “સ શ અને ષ” નો ભેદ કાન પકડીને શીખવાડ્યો હતો…૧૯૫૨-૪

 4. હિમ્મતલાલ મે 22, 2013 at 9:24 am

  મારા ગ્રેટ ગ્રાન્ડ સનની શિક્ષિકા જો છોકરાઓ (છોકરીઓ નહિ )હોમ વર્ક લખવાનું જો ભુલીજાય (આ શિક્ષિકા ખાનગી ટ્યુશન કરે છે ફક્ત સાતેક વરસના છોકરાઓનું )તો એને નાગા કરી વિદ્યાર્થી સમક્ષ ફજેતો કરે .આવી સજા કરે, મેં મારા ગ્રેટ ગ્રાન્ડ સનને પૂછ્યું .તારી શિક્ષિકા મને ભણાવે ? તે બોલ્યો ભણાવે તો ખરી પણ તમે જો હોમ વર્ક ભૂલી જાઓ તો તમારું આવી બને ,અને તમે ભૂલકણા બહુ છો .મેં તેને કહ્યું તારી શિક્ષિકાને પુછીજો મારા માટે કોઈ બીજી સજા ઉઠ બેસ કરવાની કે એવી નો કરે ? બીજે દિવસે છોકરે પૂછ્યું . તો શિક્ષિકા ઓલી , હું સજામાં તો કંઈ ફેર ન કરું પણ તારા દાદાને બધા છોકરાઓ વચ્ચે ફજેત નહિ કરું પણ હું એકલી હોઈશ ત્યારે સજા કરીશ .એટલી દયા હું કરી શકીશ .
  હવે મેં ટ્યુશન નું માંડી વાળ્યું હશે કે ? એનો જવાબ હવે આપ વાચક મિત્રો આપો .

  • Sharad Shah મે 22, 2013 at 9:52 am

   આતા તમે ટ્યુશનનુ માંડી વાળ્યું હશે કે નહી? તે પ્રશ્નનો જવાબ તો ન આવડ્યો પણ બીજો પ્રશ્ન મનમાં ઉઠ્યો કે “નાગાને નાગો કરવો કેમ?”

 5. dhirajlalvaidya મે 21, 2013 at 4:14 am

  ગુજરાતની એક મ્યુનિસીપલ પ્રાથમિક શાળામાં અનામત ક્વોટામા લેવાયેલા શિક્ષકો પૈકી કોઇક એક શિક્ષકનો અંગ્રેજી વિષયનો તાસ હતો. ઇંસ્પેક્શન ચાલુ હતું. ઇંસ્પેક્ટરે બોર્ડ ઉપર એક વાક્ય લખ્યું : ” This is a boy ” અને વિદ્યાર્થિઓને પૂછ્યું, ” આ વાક્ય પૂરૂ કરો.” વિદ્યાર્થિઓ ખરો જવાબ ન આપી શક્યાં,એટલે ઇંસ્પેક્ટરે વર્ગ-શિક્ષકને એ જ સવાલ પૂછ્યો. વર્ગ-શિક્ષકે જવાબ આપ્યો,” વાક્ય રસના રોંગ સે, ને ઇસ્પેલિંગમાં ભૂલ સે.” ઇંસ્પેક્ટર કંઇપણ બોલ્યા વગર ક્લાસ રૂમમાંથી બહાર ચાલ્યા ગયાં. આ પ્રસંગની મને વાત કરતાં ઇંસ્પેક્ટરે કહ્યું કે : ” વાક્ય ખરૂં હતું પણ માત્ર પૂર્ણ-વિરામના અભાવે અધૂરૂં હતું.”

 6. dhufari.wordpress.com મે 21, 2013 at 2:55 am

  છોકરો રડતો ઘેર આવ્યો મા એ પુછ્યું શું થયું તો છ્કરાએ નોટ દેખાડી જેમાં લખ્યું હતું છોકરાને નવડાવીને મોકલો માએ જવાબ લખી મોકલાવ્યો છોકરાને ભણવા મોકલીએ છીએ સુગવા નહીં

 7. Gaurav Mehta મે 20, 2013 at 8:39 pm

  પવન કરે સોર …. પવન કરે શોર …. અરે બાબા, શોર નહી, સોર …સોર ! પવન કરે સોર !!

 8. સુરેશ જાની મે 20, 2013 at 7:28 pm

  શાહેબ માત્ર શ જ બોલતા હોત તો?

  શ અને ષ વચ્ચે ઉચ્ચાર નો સો (!) ફરક? !!!

 9. Anila Patel મે 20, 2013 at 5:49 pm

  એક તોફાની વિદ્યાર્થીને શિક્ષકે વર્ગમાથી બહાર જઇને અંગૂઠા પકડીને ઉભા રહેવાનુ કહ્યુ.તો એ બન્ને હાથના અંગૂઠા પકડીને ઉભો રહ્યો.

 10. vinod dhanak મે 20, 2013 at 5:05 pm

  શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું બોલો રજનીકાંતની રોબોટ ફિલ્મ શું સંદેશ આપે છે

  વિદ્યાર્થીએ જવાબ આપ્યો સાહેબ છોકરી માણસનું તો શું પણ મશીનનું મગજ પણ ખરાબ કરી નાખે છે.

 11. mdgandhi21, U.S.A, મે 20, 2013 at 4:29 pm

  શિક્ષિકા્બેન વર્ગમાં વ્યાકરણ શિખવતા હતાં. તેમણે છોકરાવને એક વાકય આપ્યું, ” હું સુંદર છું. બોલો આ કયો કાળ કહેવાય?”

  નાનો મનુઃ “ભુતકાળ……!!!!!”

 12. Ramesh Patel મે 20, 2013 at 1:27 pm

  શિક્ષક- એક ગણિતનો સવાલ છે..છત્રીમાંથી બાર જાયતો?

  વિધ્યાર્થી..સાહેબ પલળી જવાય..આતો કોમન્સેન્સનો સવાલ છે!

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. Sharad Shah મે 20, 2013 at 1:05 pm

  “જયેશ, તને ખબર છે ને મારા ક્લાસમાં તું ઉંઘી નહી શકે?” ગુજરાતીની શિક્ષિકા બહેને કહ્યું.
  “ટીચર, થોડો ઘાંટો ઓછો કરો, હું ટ્રાય કરી જોઊં” જયેશે કહ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: