હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફરીથી મુલ્લાં નસિરૂદ્દિન

સાભાર – શ્રી. શરદ શાહ 

        મુલ્લાના બાપની અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ અને બારીમાંથી બહાર જોયું તો ખેતરમાં ખડકેલ ઘાસની ગંજી પાસે અજવાળું દેખાયું. અડધી રાત્રે ખેતરમાં અજવાળું ભાળી મુલ્લાનો બાપ દોડી ખેતરમાં પહોંચ્યો અને જોયું તો મુલ્લા હાથમાં ફાનસ લઈને ઉભો હતો અને ફાનસ સામેના ખેતર તરફ રાખી હલાવતો હતો.

     મુલ્લાનો બાપ ગરજ્યો,” અરે, મુર્ખ અહી અડધી રાત્રે ખેતરમાં ફાનસ લઈને શું કરે છે?”

     “ઓહો! ડેડી….તમે મારો ખેલ બગાડી નાંખશો. જોતાં નથી મારી ગર્લફ્રેન્ડને બોલાવું છું તે.” મુલ્લાએ થોડું ગિન્નાતા જવાબ આપ્યો.

     મુલ્લાના પરાક્રમથી ખુશ થઈ મુલ્લાના બાપે કહ્યું,” અમારા જમાનામાં તો જંગલ ઠેકીને જવું પડતું. તારી મા ને મળવા જંગલ ઠેકીને ગયેલો અને તે પણ ભર અંધારામાં. અને તું ડરપોક હાથમાં ફાનસ રાખીને પ્રેમિકાને મળવા નીકળ્યો છું. આ ઘાસની ગંજીમાં આગ લાગશે તો?”
મુલ્લા કહે, “ગંજીમાં આગ લાગે તો ભલે લાગે, મારે મારી જીંદગીમાં આગ નથી લગાડવી તમારી જેમ.”
“કેમ એવું બોલે છે? મેં શું મારા જીવનમાં આગ લગાડી?” બાપાએ સામો પ્રશ્ન કર્યો.
મુલ્લા કહે,”અંધારે ગોતેલી મારી મા, મહાકાલીથી કમ નથી. અને હજી પુછો છો શું આગ લગાડી?”

Advertisements

2 responses to “ફરીથી મુલ્લાં નસિરૂદ્દિન

  1. Ramesh Patel મે 20, 2013 પર 1:32 પી એમ(pm)

    વાહ! સો ટકાનું સત્ય લાધી ગયું , અનુભવે…ખૂબ જ મર્મભરું મજાનું વ્યંગ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: