હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમો હેઠા પડ્યા

અજે સવાર સવારના ચોંકાવનારા ,સનસનાટી ભર્યા સમાચાર..

અમો હેઠા પડ્યા

અશોક મોઢવાડિયા

અશોક મોઢવાડિયા

આ રહ્યો ‘અમો’નો વિગતવાર ઈમેલ ….

માન.શ્રી.જુગલકિશોરભાઈ, સુરેશદાદા, દીપકભાઈ. નમસ્કાર.
વેગુ અને હાદ પરનાં મને સોંપાયેલા કાર્યો થોડા દહાડા મોડા પડશે કેમ કે, સ્વયં અમો ફરન્ટી ખાઈને પડ્યા છીએ (શબ્દશઃ જ એમ થયું છે !).
એકાદ દહાડો તાવ આવ્યો (કદાચ બહુ ગરમીને કારણે જ) અને એને કારણે અચાનક જ રક્તદબાણ (BP) બહુ ઘટ્યું. (દાકતરોએ એને સડનલી બીપી ડાઉન એવું નામ આપ્યું). દુકાને બેઠો હતો અને સાવ એકલો પણ હતો (તાવ હોય તોય વેપારી દુકાને જવાની લાલચ ન છોડે !!) એમાં આ થયું અને (ખુરશી પરથી) પદભ્રષ્ટ થઈ મોં ભેર પડ્યો તે કપાળે સરસ મજાનું ઢિમચું પણ થયું. સમસ્યા એ થઈ કે મને તો અડધી કલાકે ભાનમાં આવ્યો ત્યારે આ આખી ઘટનાની જાણ થઈ ! પછી વળી પદસ્થ થવા પ્રયાસ કર્યો પણ માભોમને હું એનાં ખોળેથી અળગો થાઉં તે પસંદ પડ્યું નહિ ! એટલે આખરી પ્રયાસરૂપે મોબાઈલ હાથવગો કરી અને નજીકનાં દુકાનવાળાને ફોન કીધો. ’જલ્દી આવો’ એટલું જ બોલાયું ત્યાં વળી આંખે અંધારાં અને મન મહાશયે મહાસુખનાં મહાસાગરમાં ગોથું લગાવ્યું ! પણ સંદેશ એનું કામ કરી ગયો. પછી તો દાકતર, દવાખાનું, બાટલા, લીંબુ શરબતો, ઠંડો પવન….વાહ ! વાહ !! જમાવટ થઈ ગઈ !
હવે સારૂં છે. આજે ઘણું વળતર છે. હજુ માથું ભારે ભારે લાગે છે. પણ વાંધો નથી. આવતીકાલે ડાયાબિટિસનો ટેસ્ટ છે, એમાં સાંગોપાંગ ઉતરી જાઉં તો ગંગ નાહ્યા ! અન્યથા મને દોઢડાહ્યાને વળી ડાહ્યાબિટિસ ભળશે તો ડહાપણનો સમંદર છલકાશે !! 
આમ બે-ચાર દહાડા કદાચ હું ખાસ કંઈ ઉપયોગમાં નહિ આવી શકું તો ક્ષમા કરશોજી. આજે વળી આપ સૌનો સંપર્ક કરવા મન થયું તે પથારીમાં પડ્યો પડ્યો નેટ પર થોડું વાંચી-લખી લીધું. (આ બાબત મેં માત્ર આપ તણે વડીલમિત્રોની અંગત જાણકારી અર્થે જ જણાવી છે.) આટલું ખ્યું તે બહુ મજા આવી. મન હળવું થયું. આપ સ્નેહી મિત્રોની શુભકામનાઓ તો મારી સાથે હોય જ. અત્યંત આભાર.
———–
હવે અમારા બે ખબરપત્રી જાસૂસે લાવી દીધેલા ‘ કપોલ કલ્પિત’ સમાચાર …
હિરોઈનોના ફોટાઓનું મોર્ફિંગ કરતાં કરતાં, ‘અમો’ એમની સુંદરતાથી ઘાયલ થઈ ગયા હતા અને…
દિલકે ટૂકડે હુએ,
ઈક ઈધર ગીર ગયા
ઈક ઉધર ગીર ગયા. 
—————
આથી ‘અમો’ને વિનંતી કે, અમે સોંપેલ કામ ભલે થોડું મોડું થાય; પણ આમ ઘાયલ ન થતા!
અમોએ ‘અમો’ને મોકલેલ ઈમેલ જવાબ…

એક વણમાગી સલાહ દઉં ? 

દઈ જ દઉં !
તૈણ ગગ્ગાની ગોળી દા’ડામાં તૈણ વાર લો; અને બધા બીપી ગાયબ ! 
————
જોક્સ એપાર્ટ ..
ટેક કેર ..
————
અને જોક્સ એપાર્ટ…

      આપણે સૌ ‘અમો’ જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી લે, તે માટે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. 

Advertisements

17 responses to “અમો હેઠા પડ્યા

 1. Pingback: ગાદીપુરાણ – પ્રથમોધ્યાય | વાંચનયાત્રા

 2. dhufari.wordpress.com મે 19, 2013 at 1:56 am

  શ્રી અશોકભાઇ
  આજુ બાજુ કોઇ મિઠાઇની દુકન નથી કે આમ ખુરસીમાં બેઠે બેઠે લાડવો ખાઇ ગયા તમે ય ખરા છો મારા ભાઇ માણસને આરામ કરવો હોય તો ઘરમાં કરે કોઇ હોસ્પિટલમાં જઇને ખાટલો ન ઢાળે કે પછી ઓલી ગોરી રતુમડી નર્સો જોવા અમ કર્યું જે હોય તે હવે હોસ્પિટલનું મોહ છોડી ને સાજા સમા ઘેર આવો મારા ભાઇ અમે તમારા દિર્ગાયુની જ પ્રાર્થના કરીએ છી

 3. નિરવની નજરે . . ! મે 18, 2013 at 5:16 am

  ” જલ્દી કુવો મેળવો ” અને અમને મીઠા પાણી પાવ 🙂

 4. dhirajlalvaidya મે 18, 2013 at 3:16 am

  એવા-રે-એવા ‘અમો’ તો એવા રે, વળી તમો કહોછો તેવા રે,
  મસ્તી કરતાં જો મરકવું કહેશો, તો કરશું હાદ તણી સેવા રે…

  એ….હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી.
  હું ઇશ્કનો બિમાર છું, બીજી બિમારી કાંઇ નથી.

  ભાઇશ્રી અમો સરકસનો જોકર ઊંચા હીંચકેથી પડી જાય, કે તેના અસહ્ય દુ:ખમાં રડતો હોય તો યે લોકો તો તેને મનોરંજન પીરસણનો એક ભાગ જ સમજવાના.
  ભાઇ ‘અમો’ તમો જલ્દી-જલ્દી સાજા સમા થઇ જાવ એવી અમારી અંતરની શુભેચ્છા.

 5. vkvora Atheist Rationalist મે 17, 2013 at 9:21 pm

  ધરતીકંપની ધ્રુજારી લાગે છે.. ૩૦ સેકેન્ડની ધ્રુજારી ૩૦ દીવસ મગજમાંથી ન નીકળે….

 6. Satish Dholakia મે 17, 2013 at 5:55 am

  GWS

 7. mdgandhi21, U.S.A. મે 17, 2013 at 12:01 am

  શ્રી અશોકભાઈ ..તમે જલ્દી સારા થાવ, સાજા માજા થઇ જાઓ એવી શુભેચ્છા, અને પછી મિત્રોને ખૂબ ખૂબ હસાવો.

 8. હિમ્મતલાલ મે 16, 2013 at 6:37 pm

  અશોક ઓલીયુ નટીયુને ખબર પડી ગઈ હશે, કે અશોક આપણે રુપાળીઓને અશોક વાટીકામાં રાવણે સીતાની ચોકી માટે રાક્ષસણી ઓ મુકેલી એવી કુરૂપ બનાવી દેશે કે મામા કંસે ગોકુલમાં કારો કેર વર્તાવવા માસી પુતનાને બોલાવેલી એ પૂતના તમે મહાભારત મુવીમાં જોઈ હશે .એના જેવી કુરૂપ બનાવી દેશે કે શું ? એટલે એવી નટી ઓની બદ દુવા લાગી હશે એટલે તારાથી પડી જવાણું હશે , પણ ડોકટરો એની બદ દુવાને દવા આપીને ઉડાડી મૂકી હશે અને અમ જેવા ઘણાના શુભાશિષ સફળ થયા હશે ,અને તુને મસ્તાંગ (વછેરો ) ઘોડા જેવો કરી દીધો હશે .

 9. dhavalrajgeera મે 16, 2013 at 6:15 pm

  સારા થાવ તેવી પ્રાર્થના..
  Or Call us at 1 7813913639….
  Welove to learn from your Sudden Drop of B.P.

 10. pragnaju મે 16, 2013 at 1:59 pm

  જલ્દી સારા થાવ તેવી પ્રભુ પ્રાર્થના
  સાથે અમારે માટેનો અમારો સફળ ઇલાજ
  કા વ્ય
  હજાર દર્દની એક જ દવા છે અવગણના,
  જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.
  અમારા ગનીચાચા કહેતા
  નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
  રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
  જલનસાહેબ કહે
  જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
  તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.
  શૂન્ય ઘડીયોં મેં નિરાશા, જાન જબ લેને લગી
  તબ દિયા દિલકો સહારા, કાવ્યોંઓ કી ધાર ને અહીં પણ અમારા જેવા દિવાના માને
  For the days when tidal waves of grief come crashing through, a deluge of tears that arrive unannounced, in the midst of an everyday act like the washing of dishes or peeling of potatoes, leaving me tear-stained, heart-drained: I will write me a poem અમારા વડિલ માને છે…ત્રણ પ્રકારના તાપ, આધ્યાત્મિક (મનના), આધિભૌતિક (શરીરના) અને આધિદૈવિક- (કુદરતી આપત્તિઓ, દુકાળ, અતિવૃષ્ટિ વગેરે) આવા ત્રણ દુઃખો જેને ન હોય તે બ્રહ્મ ઉપરાંત, જ્ઞાાતા, જ્ઞાાન અને જ્ઞોય, કર્તા, કર્મ અને કાર્ય, ભોકતા ભોગ્ય અને ભોગ આ બધાં જેનામાં ન હોય તે બ્રહ્મ છ કોશ એટલે ત્વચા (ચામડી) માંસ, લોહી, હાડકા, સ્નાયુ અને મજ્જા
  છ શત્રુઓ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય (ઈર્ષ્યા) આ છ શત્રુઓ – અંદરના દુશ્મનો છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાાનમય અને આનંદમય આ પાંચ કોશ છે.
  પ્રિય હોવું, જન્મવું, વધવું, બદલાવું ક્ષય થવો અને નાશ થવો એ છ ભાવો છે.
  ભૂખ, તરસ, શોક, મોહ ઘડપણ અને મૃત્યુ એ છે
  ઉર્મિઓ. કુળ, ગોત્ર, જાતિ, વર્ણ, (બ્રાહ્મણ વગેરે) આશ્રમ (બ્રહ્મચર્ય ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યસ્ત) રૃપ એ છ ભ્રમ છે. આમ ત્રણ પ્રકારે વ્યાધિ થાય.તે રીતે સારવાર કરવી પડે

 11. Bharat Pandya મે 16, 2013 at 12:36 pm

  manda manda avu lakhyu, saja thai ne to shu karashe ! get well soon.

 12. Ramesh Patel મે 16, 2013 at 12:14 pm

  શ્રી અશોકભાઈ ..સારા થાવ અને પછી ખૂબ ખૂબ હસાવો મિત્રોને.

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. P.K.Davda મે 16, 2013 at 12:04 pm

  અશોકભાઈ,
  તમારા જેવા માણસને માંદા પડવાનું ના શોભે, ઝટ ઠીક થઈ જાવ.

 14. Vinod R. Patel મે 16, 2013 at 12:01 pm

  માંદગીમાં પણ હસી અને હસાવી શકાય છે એ અશોકભાઈએ આ સંદેશમાં બતાવી આપ્યું .
  આવા દિલખુશ આદમીને માંદગી શું કરી શકવાની છે !

  અશોકભાઈ તમો સ્વભાવે જ ખુબ મીઠડા છો તો ડાયાબીટીશની મીઠાશ ઉમેરવાની જરૂર નથી .

  તમે જલ્દી સાજા માજા થઇ જાઓ , હેઠા પડ્યા છો એમાંથી ઉભા થઇ જાઓ એવી શુભેચ્છા અને પ્રાર્થના

 15. Anila Patel મે 16, 2013 at 11:02 am

  તમે માદા પડ્ય તે આમ્તો નાગમ્યુ પણ અમને આવુ સારુ વાચન મળ્યુ.

 16. Shakil Munshi મે 16, 2013 at 10:13 am

  લેટેસ્ટ ન્યૂઝ અબઘડી મતલબ એક મિનિટ પહેલાં અ.મો.દાક્તર સોજીત્રાસાહેબ ને ત્યાં કાડ્યોગ્રામ કઢાવે છે ! જોઈએ હવે દાક્તર સોજીત્રાસાહેબ નો ઇલાજ હવે કોણ કરશે ?!
  અ.મો. સાજો થઈ અહીં જલદી થી કુસ્તી [શાબ્દીક] કરવા પહોંચે તેવી દુઆ.

 17. vimala મે 16, 2013 at 9:49 am

  AMO, getwellsoon.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: