હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વિવેચક દાવડા – P.K.

Here is P.K. Once More !!!

વિવેચક દાવડા

વ્યવસાયે તો હું સિવીલ એંજીનીઅર છું, પણ ૨૦૦૯ મા મને મન થયું કે લાવ કવિ બનું. મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. ૨૦૦૯ મા બ્લોગ્સ એની ચરમ સીમાએ હતા એટલે મેં એવા બ્લોગ શોધી કાઢ્યા કે જેમા હું પોતે જ મારી કવિતા મૂકી શકું. સંચાલક તો માત્ર નામના મોડરેટર હોય, એટલે બીજે દિવસે મારી કવિતા પ્રગટ થઈ જતી. ઘણી બધી કવિતાઓ લખી, છંદમાં, સ્વછંદમાં, રાગમા, વિરાગમા, આમ અનેક પ્રકારની કવિતાઓ લખી, પણ પછી થયું કે આપણું નામ થયું નથી તો ચાલો લેખ લખીએ. બસ આડેધડ લખવાનું શરૂ કરી દીધું. કોઈપણ વિષય પર, કંઈપણ લખવાનું શરૂ કર્યું અને બ્લોગમા મૂકી દીધું. એ પણ પ્રગટ થઈ ગયા, છતાં મારૂં નામ થયું નહિં. હવે સાહિત્યનો માત્ર એક જ પ્રકાર બાકી રહ્યો છે અને તે છે વિવેચન.

વિવેચક બનવાની ઈચ્છાના મૂળમા મારી એક માન્યતા રહેલી છે કે સારો કવિ કે સારો લેખક ન થઈ શકે એ સારો વિવેચક બની શકે. વિચારને અમલમા મૂકવા શરૂઆત તો કરવી પડે ને? કોની કવિતાઓ અને કોના લેખનું વિવેચન કરૂં? મને થયું કે પોતાના ઉપર જ પ્રયોગ કરવામા સલામતી છે, એટલે હું મારી કવિતાઓ અને મારા લેખોનું જ વિવેચન કરૂં છું.

દાવડાની કવિતાઓઃ
દાવડાએ અનેક વિષય લઈ કવિતાઓ લખી છે. વિષયની વિવિધતા ઉપરથી દાવડાનું આંકલન કરવું શક્ય નથી, એણે ગમે ત્યારે ગમે તે વિષય પર કવિતા લખી છે. આશ્ચર્યની વાત તો એ છે એમની એક જ કવિતામા બે ત્રણ વિષય પણ જોવા મળે છે. હોળી વિષેની કવિતાઓમા નેતાઓને ભાંડે છે, પ્રેમની કવિતામાં બ્રેકઅપની વાત કરે છે, ગિરધારીની કવિતામા કોમપ્યુટરની વાત કરે છે; અરે એ તો છપ્પામા ગુગલ અને યાહુને ઘૂસાડે છે. ક્યારેક છંદમાં લખે છે, તો ક્યારેક પ્રચલિત ભજનોના ઢાળની કોપી કરે છે. એ કહે છે કે ઢાળને કોપી/પેસ્ટ નો નિયમ લાગુ પડતો નથી.

બ્લોગ વિષે એમણે અનેક કવિતાઓ લખી છે. એ કવિતાઓમાં દાવડા બ્લોગ્સને વખાણે છે કે વખોડે છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. બ્લોગના ભજન ગાય છે, બ્લોગના છપ્પા રચે છે, અરે બ્લોગના ચારણી છંદ પણ એમણે લખ્યા છે. બ્લોગમાં સુંદર સ્ત્રીઓને વધારે પ્રતિભાવ મળે છે એ દર્શાવવા દાવડાએ લખ્યું છે,
“બ્લોગણનો ફોટો, રચનાથી મોટો, વખાણ થાતા અતિ ભારી,
જોઈને મોઢાં, તાણે તું ટીલાં, બ્લોગર તારી બલિહારી.”
અહીં દાવડાના સ્ત્રી દાક્ષ્સ્ણ્યના અભાવને બદલે પુરૂષોના સ્વભાવ પર કટાક્ષ સ્પષ્ટ દેખાય છે.
દાવડાના કાવ્યો પરલક્ષી કે સર્વલક્ષી ન હોતાં સ્વલક્ષી વધારે છે. પ્રત્યેક કવિતામા ક્યાંને કયાં એમનું વ્યક્તિત્વ ઝળકે છે.

એક મુલાકાતમાં દાવડાએ કહ્યું હતું કે મોટાભાગની કવિતાઓના વિષય એમને ટોઈલેટમાં સ્ફૂર્યા છે, કારણ કે કવિતા કરવાનો સમય એમને ત્યાં જ મળે છે. આના ઉપરથી એમના કાવ્યોની ગુણવત્તા સમજી શકાય એમ છે. દાવડા જાણે છે કે એમની કવિતાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે તો હમણાં હમણાં એમની કવિતાઓ હાસ્ય દરબારમા પણ જોવા મળે છે. કુલ મળીને દાવડા ૨૧ મી સદીના કવિઓની હરોળના છે.

દાવડાના લેખઃ
કવિતાની જેમ જ દાવડા અનેક વિષય ઉપર લેખ લખે છે. સ્વતંત્રતા પહેલાના ભારતીયની પ્રતિમા એમનામાં સ્પષ્ટ દેખાય છે. ભૂતની જેમ ભૂતકાળને એ વળગી રહ્યા છે. જૂનો જમાનો, જૂના સાહિત્યકારો, જૂના અખબાર, જૂની સમાજ વ્યવસ્થા અને જૂના રીવાજો, બસ આવા વિષય ઉપર જ લખ્યા કરે છે. એમા એમનો વાંક નથી, ૭૭ વર્ષની વયે એમને પોતાને નવામા તો ન જ ખપાવી શકે. ક્યારેક પોતાના ભૂતકાળના અનુભવો લખે છે, ક્યારેક એંજીનીઅર તરીકે પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો કરે છે. શાળા અને શિક્ષણ વિષે જાણે કે નિષ્ણાત હોય તેમ અનેક લેખ લખ્યા છે. એમના લેખના શીર્ષક પણ અજબના હોય છે, “હુકમડર, ફંડર ફો?” હવે આનો શું અર્થ કાઢવો? ભાષા, વ્યાકરણ અને જોડણીનું ક્યાંયે ઠેકાણું હોતું નથી. તેઓ કહે છે કે મને જોડણીની જોડણી જ ચોક્ક્સ રીતે ખબર નથી. લેખની સંખ્યા જોઈને લાગે કે તેમને લખવા માટે વિચારવાની જરૂર પડતી નહિં હોય, બસ વગર વિચારે લખ્યા કરે છે. એમના લખાણમા ઊંડાણ નથી, લંબાઈ નથી અને પહોળાઈ પણ નથી. એંજીનીઅર હોવાથી બે ને બે ચાર જેવી ચોખી વાતો હોય છે, કલ્પનાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રેમ વિશે લખે ત્યારે પણ એ પ્રેમનું વર્ગમૂળ શોધવા પ્રયત્ન કરતા જણાય છે.

એકંદર જોતાં કવિ અને લેખક તરીકે દાવડાએ સમાજને કોઈ યોગદાન આપ્યું નથી, ઉલ્ટાનું કંઈપણ આપ્યા વગર મોટા ગજાના મિત્રો સમાજમાંથી મેળવી લીધા છે.

(વિવેચક તરીકે આ મારો પહેલો જ પ્રયત્ન છે. જો આમા પણ નિષ્ફળતા મળસે તો સાહિત્યની ચોથી કેટેગરી ‘બબૂચક’ સિવાય મારા માટે કાંઈ વધતું નથી.)

-પી.કે.દાવડા

Advertisements

5 responses to “વિવેચક દાવડા – P.K.

 1. Vinod R. Patel મે 16, 2013 પર 10:20 પી એમ(pm)

  કંઈપણ લખવાનું શરૂ કર્યું અને બ્લોગમા મૂકી દીધું. એ પણ પ્રગટ થઈ ગયા, છતાં મારૂં નામ થયું નહિં.

  દાવડા સાહેબ , આ તમારી અંગત માન્યતા છે . જેમણે તમારા લેખો પ્રગટ કર્યા છે એ બ્લોગરો એમ નથી માનતા .

 2. dhirajlalvaidya મે 16, 2013 પર 6:28 એ એમ (am)

  દાવડા સાહેબે માનવ-મન સહજ ઘણું લખ્યું છે. આ વિવેચનમાં પણ મને તો એ જ પ્રતિબિંબ નજરે પડે છે. એવું કહેવાય છે કે: “શીલ તેવી શૈલી અને જીવન તેવું કવન”
  મારા હિસાબે દાવડા સાહેબ મીઠ્ઠી મજાક કરવા વાળા અને ઉદાસોત્તમ ને પણ ઉર-રંજનથી ભરી દેનારા જાદુગર છે. કોઇ ઘાયલ દીલને મલમ-પટ્ટા કરવાનું કામ પણ સમાજસેવાનું જ એક ઉમદા કામ છે ને……”ઘણું જીવો દાદા દાવડા સાહેબ.”એવી અમારા સૌ હાદ જનોની શુભેચ્છા………….
  તા.ક.: અમે તો ભાઇ સામાન્ય સ્વાર્થી જીવ છીએ. એટલે અમારી શુભેચ્છાનો ફાયદો તો છેવટે અમારે ગજવે જ રહેવાનો અવનવી વાનગીના રસાસ્વાદ માણવા મળશે એ ફાયદો મફતમાં મળી જશે, આવી શુભ ભરપુર ભાવનાથી શુભેચ્છા પાઠવી છે.
  બોલ્યું-ચાલ્યું માફ કરશો……અથવા થાય તે કરી……………………………….લેતા નહીં.

 3. jagdish48 મે 15, 2013 પર 11:37 પી એમ(pm)

  જે પ્રકાશે છે તેને ‘પ્રકાશે’ છે એમ કહેવાની જરુર લાગતી નથી.
  બાકી ‘બબુચક’ બનવાના અભરખા હોય તો ‘બ્લોગ કોમેન્ટેટર’ બની જાઓને !!
  કોક હરીનો લાલ તુરત બબુચકનું લેબલ પકડાવી દેશે. 🙂 , 🙂 , 🙂

 4. Dipak Dholakia મે 15, 2013 પર 8:58 પી એમ(pm)

  દાવડાયનના વિવેચનમાં જે ખામી રહી ગઈ છે તે દૂર કરું?

  આ દાવડા એમનાં લખાણોમાંથી જેવા ટપકે છે તેવા નથી એવો અહેસાસ એ જ લખાણો દ્વારા થતો હોય છે.મૂળે શ્રી દાવડા કદાચ હાસ્યલેખક ન પણ હોય, માત્ર જીવનને કાટખૂણેથી જોતા હોય તેથી આપણને એમ લાગે કે હાસ્ય ઉત્પન્ન કરે છે. બાકી તો રામ જાણે, કારણ કે જેમ રામને સમજવાનું મુશ્કેલ છે તેમ શ્રી દાવડાને સમજવાનું પણ મુશ્કેલ છે. ખાસ કરીને એમની રચનાઓમાંથી સમજવાનો પ્રયસ કરનાર તો ગોથું ખાઈ જ જશે. હવે વધારે લખું તો હું પણ ગોથું ખાઈ જાઉં એવી બીક છે એટલે અલમ્ અતિ વિસ્તરેણ…

 5. Ramesh Patel મે 15, 2013 પર 7:34 પી એમ(pm)

  શ્રી દાવડા સાહેબની શૈલી , નવરંગી છે , જેના પ્રદાનથી સાહિત્યને જે ગૌરવ મળ્યું છે, તે કદાચ કોઈ પીએચડી વાળા પણ ન ધરી શકત. સમાજના નવા અને જૂના રૂપ ને, તેઓએ પીછાણી પોતાની

  આગવી છટાથી આબેહૂબ જગત સમક્ષ પેશ કર્યું છે. હમણાં તાજેતરમાં એક ઈન્ટરનેશનલ સમારંભમાં તેમના સાહિત્યિક યોગદાનની જીવંત ચર્ચામાં ભાગ લેવાનું , મને બહુમાન મળેલ, ત્યારે જ

  તેમની વિદ્વતા માટે મને અમારા મિત્ર વૃન્દને ખ્યાલ આવ્યો કે હાસ્ય દરબારે તેમને બહુ મોડા પીંછાણ્યા. શ્રી દાવડા સાહેબ અમને દરગુજર કરશે જ એવું આશ્વાસન શ્રી સુરેશભાઈ જાનીએ આપ્યું ,પછી જ

  અમને ખાવાનું ભાવ્યું. તમારી કલમ પ્રસાદી ખૂણે ખાંચરે સંચરતી રહે એવી અભ્યર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: