હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આંખો પહોળી કરી આપવાની, ભાગ-૧

        શિર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, કાંઈ હું પહોળી આંખની એવી આશિક નહિ;  પરંતુ જેમ આપણને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા થઈ જાય એમ આજે મને પહોળી આંખો જોવાની ઈચ્છા થઈ આવી. એટલે વિપરીત વાતોનો કાર્યક્રમ રાખ્યો છે. તો વાંચો અત્રે ઊલટા-પુલટા અને કરો આંખો પહોળી….! મારી નહિ, તમારી….. !

 1.  ‘તું તો ખરો છે’ એવું કહીએ તો
  મૂળચંદને ‘ખોટું’ લાગી જતું હોય છે !
 2.  વ્યસ્તતા દુઃખને દૂર રાખે છે
  પણ કેટલાક દુઃખમાં જ વ્યસ્ત રહે છે.
 3. ઢોરના ડૉક્ટર માણસ હોય છે,
  માણસના ડૉક્ટર ઢોર નથી હોતા ! અહો આશ્ચર્યમ
 4. સહવાસથી જ પ્રેમ થાય છે
  અને સહવાસથી જ નફરત !
 5. મહોબ્બત જાનવર કો ઈન્સાન બના દેતી હૈ
  ઔર ઈન્સાન કો જાનવર ભી !
 6. ચુસ્ત હિંદુ પણ હોંશે હોંશે
  ‘દાઉદખાની’ ઘઉં ખાતા હોય છે.
 7.  ‘અલ્પમ શુભમ’માં માનનારા આસાનીથી
  સો વર્ષનું આયુષ્ય ખેંચી કાઢતા હોય છે !
 8. કેટલાંક ‘ફક્ત’ ‘સબ’ ટી.વી. જોતા હોય છે !
 9. શાંતિ રાખો….. ઓ…… !
  એવું જોરથી બોલવું પડતું હોય છે !
 10. લાગણી પર પથ્થર મૂકનારને
  પથ્થર પર પણ લાગણી થઈ આવતી હોય છે.
 11. પારદર્શક કપડાં પહેરતી હિરોઈનને
  અપારદર્શકો મળી રહે છે !
 12. કેટલાક શિષ્યો ગુરુ કરતાં સવાયા હોય છે,
  કેટલાક દોઢા !
સાભાર – શ્રીમતિ અનીલાબેન પટેલ,શૌનક દેસાઈ

Advertisements

5 responses to “આંખો પહોળી કરી આપવાની, ભાગ-૧

 1. vkvora Atheist Rationalist મે 13, 2013 પર 8:11 પી એમ(pm)

  ઢોરના ડૉક્ટર માણસ હોય છે,
  માણસના ડૉક્ટર ઢોર બની જાય છે….

 2. chaman મે 12, 2013 પર 6:31 પી એમ(pm)

  હું તો બોલ્યો નહિ ને ચાલ્યો નહિ!
  ‘ચમન’

 3. Vinod R. Patel મે 12, 2013 પર 10:05 એ એમ (am)

  મજાનાં વાક્યો . મગજની આંખ પહોળી થાય એવાં .

  એક ઉમેરું તો- ગરીબોને કામ કરતાં પરસેવો વળે છે , ધનિકોને ખાતી વખતે પરસેવો વળે છે .

 4. Anila Patel મે 12, 2013 પર 9:58 એ એમ (am)

  આખો પહોળી રાખિને સદાય હસતા રહો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: