હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજે મારે લખવી કવિતા – પી. કે. દાવડા

(મંદાક્રાન્તા)

આજે મારે લખવી કવિતા, કોઈ શબ્દો સુઝે ના,
કાવ્યો માટે વિષય  મળવો  હોય એમા જરૂરી.

(સ્રગ્ધરા)

વાણી વિલાસ ખોટો,  વિષય લય તણી, આજ કોને પડી છે?
આજે  લોકો  લખે છે, ભાવ કોઈ વિનાની, સૌ કવિતા બિચારી.  

(ભુજંગી) 

વિચારો વહે આજ મારા શબદમાં
લખું આજ સારી કવિતા પદોમા.

(લલિત)

સમજશે નહીં આ પેઢી બાપડી!
અરર!  કેટલું  સ્તર નીચે ગયું?
વગર  છંદની  લોક   વાંચશે,
અગર ના ગમે, ડિલીટ દાબશે.
ફિકર કાં કરે, ના લોક વાંચશે,
તરત એ  પછી Critic માપશે,
હરદિને  નવા  અરથ કાઢશે,
હરદિને  નવા બ્લોગ છાપશે!

  -પી. કે. દાવડા

Advertisements

9 responses to “આજે મારે લખવી કવિતા – પી. કે. દાવડા

 1. કમલેશ કૂમાર મે 30, 2013 પર 8:04 એ એમ (am)

  વાહ

 2. Bipin Desai મે 13, 2013 પર 3:17 એ એમ (am)

  સુંદર શબ્દો…શું આ બધા છંદો નો Audio ન મળે …….??????

 3. nabhakashdeep મે 11, 2013 પર 6:28 પી એમ(pm)

  સાચી વાત કીધી ..એ પણ છંદબધ્ધ. પણ આદરણીય જુગલકિશોરજીની ભાષામાં કહું તો…શોધ જો કવિતામાં કાવ્ય ક્યાં છે?

  ઘણું બઘું લખાય શબ્દો થકી, પણ

  શબ્દનો હાર્દ પકડવા જોઈએ હૈયાં.

  કોઈ કહે લખતા રહેજો,

  મિત્ર રખડતાં, રખડતાં

  સાચો પંથ મળી જાય સવૈયા

  શ્રી દાવડાજી , મનનીય વાતો ને સરસ રીતે ઝૂલાવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Vinod R. Patel મે 11, 2013 પર 10:10 એ એમ (am)

  જુદા જુદા છંદોમાં દરેકમાં બે ચાર લીટીમાં કવિતાનો આસ્વાદ મજાનો રહ્યો .

  નવોદિત કવિઓ છંદ અંગે જાણવા ઉત્સાહિત થશે .

  દાવડાજી ,અભિનંદન આપની કાવ્ય પ્રીતિ માટે .

 5. Anila Patel મે 11, 2013 પર 9:48 એ એમ (am)

  ચાલો સુરેશભાઇએ કોઇક કવિનેતો છન્દોબધ્ધ કવિતા તરફ વાળ્યા.

 6. DR. CHANDRAVADAN MISTRY મે 11, 2013 પર 9:35 એ એમ (am)

  ફિકર કાં કરે, ના લોક વાંચશે,
  તરત એ પછી Critic માપશે,
  હરદિને નવા અરથ કાઢશે,
  હરદિને નવા બ્લોગ છાપશે!

  -પી. કે. દાવડા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kavya Rachana is created with the Feelings (Bhav)
  The Readers can like it OR not.
  One reading the GITA today may understand it now may be different from the 2nd reading.
  So…there will be “new meaning” always,,,,so, do not worry of how one inteprets the Rachana but be CONTENT of expressing your thought your way !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 7. pragnaju મે 11, 2013 પર 7:05 એ એમ (am)

  સુંદર
  આપની વિષયોનું વર્તુળ મોટું કરનાર પરલક્ષી ઢબે રચાતી ગુજરાતી કવિતાને આત્‍મલક્ષી વળાંક આપે છે. કવિતા અંગેની આપની વિભાવના મુખ્‍યત્‍વે અંગ્રેજી કવિતા અને વિવેચનાના અભ્‍યાસથી ઘડાયેલી લાગે છે. આપની કાવ્‍યસમજ પ્રગતિશીલ અને સાચી દિશાની છે, ભલે થોડી કાચીપાકી છે. તેમ છતાં વિષય, સ્‍વરૃપ, ભાવ, ભાષા, છંદ-અલંકાર, અભિવ્‍યક્તિ વગેરે દિશામાં આપનું મૂલ્‍યવાન નવપ્રસ્‍થાન કરે છે.

 8. dhirajlalvaidya મે 11, 2013 પર 2:40 એ એમ (am)

  હું સારી-સાચી કવિતા એને માનું છું કે : ” મનમાં લહેરાતા ભાવો સહજ સરળતાથી, લયથી લહેરાતા વાયુની જેમ અને ખળખળ વહેતાં ઝરનાંની જેમ સ્વયંભૂ, આત્મસ્ફૂરણામાંથી જન્મેલી ઉર્મિઓ શબ્દ સ્વરૂપે વહે અને નિજાનંદ આપે તે સાચી-સારી કવિતા કહેવાય.બનવા જોગ છે, કે અન્યોનો અન્ય અભિપ્રાય હોય શકે.
  ગમે તે કહો પણ હજાર શબ્દોના ગદ્ય કરતાં સો શબ્દનું પદ્ય વધારે સચોટ અને હ્રદયમાં ઊંડે સૂધી ખૂંપી જનારૂં નિવડે છે. કવિતા રસાળ હોવાથી, ગ્રહણ, ધારણ, અને સ્મરણ મન-મગજ માટે વધુ મનભાવન હોય છે.

 9. dhufari.wordpress.com મે 11, 2013 પર 2:12 એ એમ (am)

  ભાઇશ્રી દાવડા
  શું ચાર ચાર લીટી લખીને મુકી દીધું એના કરતા સોનેટ લખ્યા હોત તો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: