હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોબાઈલ નંબર.

રસેશ જેને પોતાની પ્રિયતમા માનતો હતો તેને કહેતો હતો.

‘પ્રિયે, મારી પાસે સુબાહુના બંગલા જેવો બંગલો નથી પરંતુ હું તને મારા હૃદયમાં રાખીશ.. વ્હાલી, મારી પાસે સુબાહુ પાસે છે તેવી ગાડી નથી પણ હું તને મારી પાંપણો પર બેસાડીને સ્વપ્નલોકમાં લઇ જઈશ.. મારી પાસે સુબાહુ પાસે છે એવા કપડા કે પ્રસાધનો નથી પણ હું તને મારા સ્નેહના આવરણમાં વીંટાળી રાખીશ, બોલ ડાર્લિંગ, તારે વધારે શું જોઈએ?

રસેશની ‘પ્રિયતમા’ એ કહ્યું ” સુબાહુનો મોબાઈલ નંબર…”

Advertisements

13 responses to “મોબાઈલ નંબર.

 1. dhirajlalvaidya મે 10, 2013 પર 4:03 એ એમ (am)

  મને એક ભિખારી મળ્યા ને બોલ્યા,
  “ભાઇ, બે દિવસથી કંઇ ખાધુ નથી,…….દયા કરી કઈંક આપો.”
  મેં ધારીને જોયું તો ઓળખાણ પડી અરે….!, આ……તો………સુબાહુ?
  રસેશભાઈએ જેનો મોબાઈલ તેમની પ્રિયતમાને આપ્યો હતો તે …………..
  મેં મેં તેમને રૂ.૧૦/-ની નોટ આપતાં પૂછ્યું,” ભાઇ તમે તો કરોડપતિ હતાં ને ?!”
  ભિખારી ભાઇએ ઊંડો નિશ્વાસ નાંખી કહ્યું,” હા, ખરી વાત છે, પહેલાં હું કરોડપતિ હતો. પણ, હું રૂપવતિનો પતિ બન્યો, અને આ દશા બેઠી, અને આજે તમે જૂઓ છો કે :
  હું માત્ર રોડપતિ છું.”
  હવે કહાનીની ગડ બેઠી, અને આગળની વાત સમજાણી…………!

 2. M.D.Gandhi, U.S.A. મે 9, 2013 પર 10:37 પી એમ(pm)

  મુળ વાતની સાથેના જવાબો પણ ભારી અફલાતૂન છે………..

 3. chaman મે 9, 2013 પર 8:31 પી એમ(pm)

  હવે તમારે બધાને મારી વાત કાન સાફ કરી સાંભળવી પડશે!

  નદીના કિનારાના એક ઝાડ પર કઠિયારો લાકડા કાપતો હતો ને એક દમ એના હાથમાંથી કુહાડી છટકતાં નદીમાં જઇ પડી. કઠિયારાને તળતાં નો’તું આવડતું એટલે એણૅ ભગવાનની મદદ માટે પ્રાર્થના શરું કરી દીધી. ભગવાન પ્રગટ્યા અને ડુબકી મારી
  સોનાની કુહાડી લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછ્યું; “આ તારી કુહાડી છે?” કઠિયારાએ
  ના પાડી. ભગવાને ફરી ડુબકી મારી ને આ વખતે ચાંદીની કુહાડી લઇ આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના જ કહી. ત્રીજી વાર ભગવાન એની કુહાડી લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારો ખુશ થઇ હા પાડી. ભગવાન એની સચ્ચાઇથી ખુશ થઇ ત્રણે કુહાડીઓ આપી અલોપ થયા.

  ફરી એક વાર કઠિયારો અને એની ઘરવાળી આવ્યા. આ વખતે એની ઘરવાળી પાણીમાં પડી ગઇ. ફરી એને પ્રભુ પાર્થના કરી. ભગવાન ફરી પ્રગટ્યા અને ડુબકી મારીને એક દુનિયાની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ના પાડી. બીજી વાર જાપાનની સૌથી રૂપાળી સ્ત્રીને લઇ બહાર આવ્યા ને કઠિયારાને પૂછતાં કઠિયારે ના પાડી. ત્રીજી વાર ભગવાન એની પત્નીને લઇ બહાર આવ્યા ને આ વખતે પણ કઠિયારે ના જ કહી. ભગવાન બોલ્યાઃ “તું સાચુ બોલનાર આજે જૂઠ્ઠુ કેમ બોલે છે?”
  બે હાથ જોડી નમી પડતાં એ બોલ્યો;
  મને બીક લાગી કે જો સાચું કહીશ તો તમે મને ત્રણે પધરાવી દેશો!!!

  ‘ચમન”

 4. P.K.Davda મે 9, 2013 પર 8:07 પી એમ(pm)

  પ્રિયતમાએ ખૂબ જ વ્યાજબી માગણી કરી!!!

 5. Bharat Pandya મે 9, 2013 પર 8:02 પી એમ(pm)

  Ek chhokara nu vevishaLa thayu.Umangma roj roj kagaaL lakhe . 6 mahina pachhee pelee Postmane paiNi gai !

 6. Ramesh Patel મે 9, 2013 પર 2:08 પી એમ(pm)

  મને એક બાવાજી મળ્યા ને બોલ્યા ભાઈ નવો નવો બાવો બન્યો છું..દયા કરી કઈંક આપો.

  મેં ધારીને જોયું તો ઓળખાણ પડી આતો..સુબાહુ? રસેશભાઈ જેનો મોબાઈલ તેમની પ્રિયતમાને આપ્યો તો તે …આગળની વાત સમજાણી!

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Anila Patel મે 9, 2013 પર 1:03 પી એમ(pm)

  એક સાભળેલી નાનીવાત યાદ આવી ગઇ.
  એક અન્ધમાણસ કુવારો હતો. ભગવાનની ખૂબ ભક્તિ કરે. વર્ષોની ભક્તિના બળે ભગવાન પ્રસન્નથયા અને વરદાન માગવાનુ કહ્યુ, વાણિયો હતો અને બુધ્ધિશાળી હતો, વિચારીને એણે માગ્યુ કે –મારા દીકરાના દીકરાના દીકરાની વહુને હુ સાતમા માળે સોનાની ગોળીમા વલોણુ વલોવતી જોઉ—આ એકજ વરદાનમા આખો, મહેલ,લાબુ આયુષ્ય અને સંપત્તી બધુ માગી લીધુ.

  • અશોક મોઢવાડીયા મે 9, 2013 પર 1:14 પી એમ(pm)

   આદરણીય બહેનશ્રીએ સુંદર વાત લખી. બુદ્ધિશાળી માણહ ઈશ્વરનેય ગોટે ચઢાવી શકે ! જો કે ક્યારેક ઈવડો ઈ પણ શેરને માથે સવાશેર જેવો ખેલ પાડી દે છે ! સાંભળો;

   એક બુદ્ધિશાળીએ ભગવાન પાસે માગ્યું કે: હે પ્રભો, મારા છોકરાને એટલું ઐશ્વર્ય આપ કે એની આજુબાજુ સેંકડો દેશી-વિદેશી મોટરકારો ફરતી રહે. એને એક ઈશારે કંઈક ચમરબંધીઓ ઊભાને ઊભા રહી જાય. વગેરે..વગેરે..!

   હવે એનો છોકરો ટ્રાફિક હવાલદાર છે ! 🙂

  • Sharad Shah મે 10, 2013 પર 4:30 એ એમ (am)

   અનિલામા, આ વાત જુની છે. સમયની સાથે સાથે માણસની બુધ્ધિનો ખુબ વિકાસ થયો છે અને તેમાં વાણિયાઓ પણ આવી ગયા. હવેના વાણિયાઓ આવા મુર્ખામીભર્યા વરદાન ન માંગે જે મર્યાદિત હોય. હવે તો એક જ વારમાં માંગી લે કે, “પ્રભુ એવું વરદાન આપ કે હું જ્યારે જે માંગુ તે મળે” વારંવાર ભગવાનને પ્રસન્ન કરવાની ઝંઝટ પણ નહી અને એક સાથે ચાર-પાંચ કે ચારસો-પાંચસો વાત સાંકળવાની જરુર પણ નહી. એટલે હવે ગમે તેટલી ભક્તિ કરે તો ય ભગવાન પ્રસન્ન થતા નથી. હવે તો ભગવાન પણ માણસથી ગભરાવા માંડ્યો છે અને મોં છુપાવતો ફરે છે.

 8. અશોક મોઢવાડીયા મે 9, 2013 પર 12:29 પી એમ(pm)

  🙂 🙂 🙂

  એક મંદિરમાં ત્રણ જણાને ભગવાન પ્રસન્ન થયા. (કેમ ઈ ન પુછો, લાંબુ થશે !)
  ભગવાન કહે: માંગો, માંગો તે આપું.
  પહેલો અને બીજો કહે: અમને ઢગલાબંધ સોનુ, રત્નો, માલમત્તા આપો.
  ભગવાને તથાસ્તુ કહ્યું અને એ ગયા.
  ભગવાને ત્રીજાને પુછ્યું: તેં કેમ હજુ સુધી કંઈ માગ્યું નહિ ? માંગ માંગ.
  ત્રીજો કહે: પ્રભુ, મારે મહેનત વગર કોઈનું કશું ન ખપે. મને તો તમે માત્ર ઓલ્યા બેઉનું સરનામું આપો !!!

  શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ ’ત્રીજા’એ પછીના ભવમાં રસેશની પ્રિયતમારૂપે જન્મ ધર્યો !

 9. Vinod R. Patel મે 9, 2013 પર 12:28 પી એમ(pm)

  આતો એના જેવી વાત થઇ કે –

  એક વિધુર કાકા એમના ભત્રીજા માટે કન્યા જોવા માટે ગયા અને પોતાનું નક્કી કરીને

  આવ્યા !

 10. prakashbhainakrani મે 9, 2013 પર 11:47 એ એમ (am)

  મોબાઇલ નંબર વીશે આપનો ખ્યાલ ? વાહ!

  ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: