હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બહુરૂપી નરબંકા હાદજનો

       અતિ સુંદર સ્ત્રીઓનો વિડિયો મૂક્યો ત્યારે ડર હતો કે, કદાચ સ્ત્રી વાચકો ઈર્ષ્યાથી જલી જઈને એનો પ્રચંડ વિરોધ કરશે.

       પણ સદ્‍ભાગ્યે એને સારો આવકાર મળ્યો. એના પરથી પ્રેરણા લઈ આપણા ફોટાની દુકાનના નિષ્ણાતો (PhotoShop!) ને આહ્‍વાન આપ્યું કે, બોલીવુડની સુંદરીઓના પણ આવા વિડિયો બનાવો તો?

     હવે એ અંગે કામગીરી ચાલુ છે; એમ અમારો બે ખબરપત્રી વાવડ લાઈવો છે.

     પણ એક તાજી પેશગી છે …

     જૂનાગઢના સાવજે મોકલેલા નરબંકાઓ …

Hasya darabar MORPH 02

‘અમો’ના જ શબ્દો દોહરાવું તો?

માન.સુરેશદાદા,
આપે હાદ માટે કંઈક નવું  કરવાની પ્રેરણા આપતો મેઈલ મોકલ્યો હતો. (જો કે મૂળ વાત તો સ્વરૂપવાન સુંદરીઓની હતી !!)તે આ સાથે એક GIF ફાઈલ મોકલું છું. (જે સ્લાઈડ શૉની જેમ ચાલશે) આમ તો પ્રાથમિક ચકાસણી અર્થે જ છે. એમાં સ્વરૂપવાન સુંદરીઓ તો નથી (એ હવે પછી આવશે !) પણ વિશ્વની તમામ સ્વરૂપવાન સુંદરીઓને વિસરી જાઓ એવા નરબંકા નવજવાનો  (?) એમાં છે ! મને ખાત્રી છે આપ આ વાતે સહમત થશો જ !

      તો જુઓ અને જણાવો કે આવી રચના હાદ પર મેલવા માટે યોગ્ય ગણાશે ? તો વધુ  બનાવું. આભાર.

– અશોક મોઢવાડિયા ( ‘અમો’ )

——-

હવે જવાબ વાચકો આપશે !

Advertisements

11 responses to “બહુરૂપી નરબંકા હાદજનો

 1. અશોક મોઢવાડીયા મે 9, 2013 પર 12:03 પી એમ(pm)

  દાદા, પરથમ તો મને એ ખબર્ય નહિ કે આપ આ ટ્રાયલરનને રેસ બનાવશો ! નહિ તો થોડી વધુ મહેનત કરત. જો કે આ બનાવતી વખતે મનમાં વિચાર તો એવો હતો કે સઘળાં હાદજનોને આમાં આવરી લેવા. અને નવા ભુવાની જેમ ટ્રાય માટે શરૂઆત ઘર ઢારૂં નારિયેળ ફેંકીને કરી ! હવે એક એવો શૉ બનાવીશું જેમાં મોટાભાગનાં હાદજનો સામેલ હોય. એ પણ મજાનું બની રહેશે.

  આતા ધીરા ખમો ! હેવ છોકરાંય પાણીયારાં થે ગા છે, ઉપર જોયું ને ? મોર્ય તમીં (એટલે કે તમ જેવા વડીલ) અમ છોકરાંવને ડારાવતા કે, ધમાલ કરોમાં નકર્ય ચકલી બનાવી દૈશ ! હેવ વચાર કરો કે આ કમ્પ્યુટર વાપરતાં શિખે ગ્યા ઈ છોકરાંવ આતામાંથી કાંઉનું કાંઉ બનાવે દ્‍યે ઈમ છે !! 🙂

  સાચા-ખોટા પણ વખાણ કરનાર સૌ હાદજનોનો આભાર ! (અને મને અહીં પ્રગટાવ્યો એ બદલ હાદનો આભાર તો હોય જ.)

 2. Vinod R. Patel મે 9, 2013 પર 11:50 એ એમ (am)

  બોલીવુડની અતિ સુંદર સ્ત્રીઓનો સ્લાઈડ શો મોકલે એ પહેલાં એની ઇન્તેજારી ઓછી
  કરવા માટે અશોકભાઈએ પ્રાયોગિક રીતે ત્રણ નર બન્કાઓ- અમો,સુજા અને આતાજી- નો નવી ટેકનીક વાપરીને સ્લાઈડ શો મોકલ્યો એણે કોમેન્ટ્યુંની ધૂમ મચાવી દીધી .

  હવે ખરેખર સુંદરીઓનો સ્લાઈડ શો આવશે ત્યારે શું થશે ?

  અશોકભાઈએ જાદુની લાકડી ફેરવી હોય એમ અમોમાથી સુજા અને સુજામાથી આતાજીનું પરિવર્તન થતું જોવાની મજા પડી . ઉંમર પ્રમાણે પરિવર્તનમાં સમય થાય જ ! . પ્રયોગની સફળતા માટે અશોકભાઈને અભિનંદન .

  હવે આવવા દો હોલીવુડની લલનાઓને ટક્કર મારે એવી બોલીવુડની લલનાઓનો સ્લાઈડ શો . આંખે બીછાયે બૈઠે હૈ હા .દ . કે રંગીલે લોગ !

 3. chaman મે 9, 2013 પર 9:28 એ એમ (am)

  અશોક્ભાઇ,
  તમે ભાવનગરના વતની છો? અમારા શહેરમાં રહેતા કોઈએ મને કહ્યૂં. તમારા પ્રત્યુત્તર પછી મારા પ્રશ્નનો ખૂલાસો કરીશ.

  હવે જો તમે સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તન કરો તો હાદમાં હાસ્યનું વાવાઝોડું આવી જાય! એ માટેની પ્રસંગી જરા ભારે રહેશે!

  “ચમન”

  • અશોક મોઢવાડીયા મે 9, 2013 પર 11:46 એ એમ (am)

   કરીએ ! (સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તન !)
   જો કે અમારે એની બહુ નવાઈ નહિ ! જેની હારે ભવ ગાળવાનો છે એ જોગમાયાને ભગવાને બાર ભાયડા ભાંગીને ઘડી છે ! 🙂

   મારી જલમભોમકા પોરબંદર અને કરમભોમકા જૂનાણું. ભાવનગરમાંથી બે-ત્રણ બડકમદાર મિત્રો મળ્યા છે એટલે એ ગામ પ્રત્યે સ્નેહાદર ઘણો.

 4. pragnaju મે 9, 2013 પર 7:26 એ એમ (am)

  ખૂબ સુંદર યાદ
  नाहं नत्वं नायं लोकस्तदपि किमर्थं क्रियते शोकः ?
  અને ચોથું ચિત્ર
  गतवति वायौ देहापाये

  भार्या बिभ्यति तस्मिन्काये.

 5. સુરેશ જાની મે 9, 2013 પર 7:05 એ એમ (am)

  એક અવલોકન …. (આ જણ ગુજરાતી સાહિત્યનો એકમાત્ર અવલોકનકાર છે !)
  ૩૧૩ અવલોકનો …
  http://gadyasoor.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%85%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8/

  ‘અમો’માંથી સુજાનું રૂપાંતર એકદમ સહજ લાગે છે. પણ સુજામાંથી આતા થવાનું કામ બહુ કઠણ લાગે છે –
  આતાના ગજા કે ઉમ્મરને અમો કે સુજા ન પણ પહોંચી શકે!

 6. હિમ્મતલાલ મે 9, 2013 પર 6:35 એ એમ (am)

  પ્રિય અશોક તેતો કમાલ કરી બતાવી બહુ ગમ્યું .
  હવે પછી પિતરીયુ ને અવનવા રૂપમાં દેખાડ મારો વાલો કરાં

  • સુરેશ જાની મે 9, 2013 પર 8:02 એ એમ (am)

   એ આતા!
   આટલી બધી સુંદરીઓનો નજ઼ારો કરેલો ઈ ના દેખાણો અને તમારું ચિત્ત હજી તમારી પિતરીમાં જ ગુડાણૂં છે?! હા, ભાઈ હા, ઈ તો ઈમ જ હોય ..
   સીદી ભાઈને સીદકાં વ્હાલાં !
   અથવા વધારે સુષ્ટુ સુષ્ટુ ભાષામાં — ‘ આસીમ’ રાંદેરી નો આ શેર …

   અનુભવ એ ય ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં
   જે તૃપ્તિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

   જોક્સ એપાર્ટ…
   આ મત્લાના શેરમાં આસીમ રાંદેરીએ એક બહુ જ મોટી વાત કરી દીધી છે. આપણા બધાંની સામાન્ય વૃત્તિ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી જ હોય છે. આપણી ચીજનું કે આપણી જાતનું આપણે અભિમાન ન કરીએ; પણ સ્વગૌરવ એ બહુ જ મહાન વસ્તુ છે. આપણે જેવા છીએ, એવા જ બરાબર છીએ.

   કશુંય બનવાનો નહીં ‘હોવાનો’ જ ભાવ કાયમ રાખતા થઈએ.

   પાડોશીની મતા જેવી મતા મેળવવા હવતિયાં ન મારીએ,

   ‘Be whole and complete.’

 7. dhirajlalvaidya મે 9, 2013 પર 2:45 એ એમ (am)

  અરે! ભાઇ આ આપણા જુનાગઢના સાવજે તો કમાલ કરી નાંખી. સરસ બહું જ સરસ.
  સ………રસ. નિહાળ્યો+માણ્યો સ્લાઇડ શૉ……..
  હવે ” पलको बिछाके बैठे है. राहोमें आपके हम….”

 8. RAMESH KUMAR KUMAR મે 8, 2013 પર 6:52 પી એમ(pm)

  VERY TACKFULLY MANAGE TO EXHIBIT THIS SLIDE SHOW

 9. Anila Patel મે 8, 2013 પર 5:49 પી એમ(pm)

  બહુજ સરસ સ્લાઇડ શો જેવો બનાવ્યો છે.વધારેની રાહ ક્યા સુધી જોઇએ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: