હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સંતાતું ઘડપણ – સરયૂ મહેતા-પરીખ

સઘળા ૬૦+ હાદજનોને અર્પણ 

—————————————-
મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
પૌત્ર  પૌત્રીના  ચહેરામાં  થઈ  ગુલશન ખીલી સમાયું.
મંત્રમુગ્ધ   પુષ્પો   પાછળ  આ  જર્જર  પાન  સૂકાયું,
બાલ છબીમાં,  વરવું  ઘડપણ,  આપ   સજી  ભરમાયું.


બાળપના  એ  નાજુક   પગલાં   દોડ દોડની   આયુ,
પાપા   પગલી   જલ્દી   દોડે,   રાહે   ના   રહેવાયું,
માન્યું  આવે   ધીમી   ચાલમાં   જર્જર  એ  નરમાયું,
ખ્યાલ નહીં  કે  ઓર    ઝડપથી  આવ્યું એ  રઘવાયું.


માતામહ   બાળકને   દેખે,  આપ  વદન  અણદેખ્યું,
ફૂલ   ગુલાબી   ચહેરા  દેખી, મલક  મલક  હરખાયું.
અહો! અરે!  પણ  શિઘ્ર  ગતિથી   આવીને   વરતાયું,
બચપણ  પાછળ  સંતાતું, આ ઘડપણ   દોડી  આવ્યું.

 – સરયૂ મહેતા-પરીખ

5 responses to “સંતાતું ઘડપણ – સરયૂ મહેતા-પરીખ

 1. dhirajlalvaidya મે 2, 2013 at 3:25 am

  નો’તું જોઇતું તો યે આવીયું….આ ઘડપણ કેણે મોકલ્યું….જેવી ભાવવાહી રચના….
  “બચપણ પાછળ સંતાતું, આ ઘડપણ દોડી આવ્યું.”
  ઘડપણ શીઘ્ર ગતિથી અને વળી ચોર પગલે આવ્યું અને આવીને પોત પ્રકાશ્યું…. અને “ઉમરા તો ડુંગરા થયા” અને “જુવાનીમાં ભાવે લાડવા અને ઘડપણમાં ભાવે સેવ, બૂરી રે ઘડપણની ટેવ…” આ બધું ખરેખર કેટલું સાચ્ચુ છે.અને
  સો સુખોની વચ્ચે ‘ઘડપણ’ એક સ્વયં દુ:ખ છે…એ જાણવા છતાં
  તેને હું પ્રેમથી પંપાળું છું.અને……….
  दुनिया में हम आये है तो जीना ही पडेगा..
  घडपण है अगर दु:ख तो सहना ही पडेगा ની જેમ…..
  હાસ્ય દરબાર જેવા પર્વારોની પ્રવૃતિને સહારે આનંદમય જીવી રહ્યાં છીએ…….
  આભાર આપ સૌનો….

 2. SARYU PARIKH મે 1, 2013 at 10:25 pm

  આપ સૌનો આભાર. ‘ઉંમર ઉંમરના ઓજસ’…એ કાવ્ય http://www.saryu.wordpress.com
  સાઈટ પર ઘણાને ગમેલું.
  આનંદ સાથ, સરયૂના નમસ્તે.

 3. Anila Patel મે 1, 2013 at 10:24 am

  ઘડપણના આગમનની કવિતા હૃદયને સ્પર્શી ગઇ. બહુજ સરસ રચના.

 4. chaman મે 1, 2013 at 9:34 am

  સંતાતું ઘડપણ-સુંદર શિર્ષક.
  ચલચિત્રની જેમ પંકતિઓમાં ચિત્રો આવતા ગયા. અનુભવોની ખૂજલી પણ આવી ગઇ.
  સવારમાં સુંદર રચના સરયુબેનની વાંચવા મળી.
  ધન્યવાદ.
  ચીમન પટેલ “ચમન”

 5. P.K.Davda મે 1, 2013 at 9:00 am

  અહો! અરે! પણ શિઘ્ર ગતિથી આવીને વરતાયું,
  બચપણ પાછળ સંતાતું, આ ઘડપણ દોડી આવ્યું.

  બહુ સરસ. કેટલી સાચી વાત?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: