હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હવે વાંદરો હાદ વાંચે છે!

એકદમ તાજી સનસનાટીભરી ખબર..

હાસ્ય દરબાર હવે છાપે ચઢી ગયું છે…અને વાંદરા પણ એ વાંચે છે!!

૨૯, એપ્રિલ-૨૦૧૩; જૂનાગઢ

monkey-reading_1

આપણા જૂના અને જાણીતા, જૂનાગઢવાસી  ‘ અમો’ ના ધાબા પર આ વાંદરાને તેમણે કેમેરાની આંખે ઝડપી લીધો હતો.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે…

વાંદરો ખડખડાટ હસતો પણ હતો.

હવે તમે ના હસો , તો ‘અમે’ શું કરે ?!

———–

જોક્સ એપાર્ટ… આમ ચિત્રમાં ચિત્ર  ત્રાંસુ પણ કોપી પેસ્ટ કરી શકવાની ‘અમો’ની કળાને સો સલામ.

9 responses to “હવે વાંદરો હાદ વાંચે છે!

 1. અશોક મોઢવાડીયા મે 1, 2013 at 12:46 pm

  છાપાંમાં હાદ આડું છપાયું છે ! અને વાંદરો વળી છાપાને આડું વાંચે છે ! સાવ સાદું ગણિત છે, – + – = + (આડાનું આડું એટલે સીધું !!)
  નિર્ણય : હાદજનો આડાને આડેહાથે લઈ સીધા કરવાની કળા જાણે છે ! 🙂

  @ આતાજી, આપની વાત સાચી છે, આ તો મહેમાન વાંદરૂં છે ! અમારે ન્યાં તો કાળા મોં વાળા વાંદરાં થાય. અને આ તો લાલ મોં વાળું માંકડું છે. આંટો દેવા આવેલું !!

  અને હાદજનોને 007 બનવું જ હોય તો અગાઉની પોસ્ટ (વાંદરો શું વાંચતો હતો?) પરનું આજ વાંદરાનું ચિત્ર અને આ અહીંનું ચિત્ર ધ્યાનથી સરખાવી જૂઓ ! એમાં મર્કટજી મોં કુપ્પા જેવું કરીને બેઠા છે અને આમાં, હાદનું પાનું મળ્યા પછી, મોં પર મલકાટ આવી ગયો છે ! 🙂

  અંતે, કૉમ્પ્યુટરવાળા વાંદરાને છાપાવાળા વાંદરાનાં સાદર પ્રણામ !!! 🙂

 2. dhufari મે 1, 2013 at 10:58 am

  વાહ! ખરા સમય પર સ્નેપ લીધો છે ફોટોગ્રાફરની સતર્કતા અભિનંદનને પાત્ર છે

 3. Vinod R. Patel April 30, 2013 at 1:49 pm

  પહેલા છાપામાં વાંદરો કુતુહલથી ચિત્રો જોતો હતો

  અશોકભાઈએ વાંદરાના હાથમાં હાસ્ય દરબાર વાળું નવું છાપું આપ્યું . આ છાપું વાંચીને એ વાનર વેડા કરવાનું તો નહી શીખે ને ?

  હવે કોઈ આ વાનરના હાથમાં કોમ્પ્યુટર ન આપે તો સારું !

 4. Anila Patel April 30, 2013 at 9:53 am

  અરે ધિરુભાઇ અમને આવી કરામત કરતા શિખવાડોને તો અમેય કાઇ નવુ શોધી કાઢીએ.આજના છોકરાઓને કશુ પૂછીએ તોય શોખવાડતા નથી. હજુયે નવુ શિખવાની જિજ્ઞાસા મરી નથી, કોઇ આવુય કૈ ચાલુ કરેતો મજા આવે.

 5. Jitendra Padh April 30, 2013 at 9:14 am

  haysa darbaar su matra vadaraoj vanchechhe?ke pachi badha vachak j vadara jeva chhe?su samajvu…athava to apane purvjo vadraj hata em manvu,ke gujatati jannaravadraj chhe?khulasho thy to maza pade……. jitendra padh

 6. dhirajlalvaidya April 30, 2013 at 8:41 am

  પિય મિત્ર, તમે વાંદરાનો રમુજી ફોટો મૂક્યો. અને ડાર્વિન ના સિધ્ધાંતો પ્રમાણે મને વાનરવેડા કરવાનું મન થયું અને…મર્યાદિત આવડતના જોરે ઝૂકાવ્યું. તમારા વાંદરાને  લગાડીને હસ્તો-રમતો ફરી મોકલ્યો છે. ગમે તો ગામને કહેજો….ન ગમે તો મને એકલાને કહેજો…. તમારો : ધીરૂભાઇ વૈદ્ય-સૂરત 

  ________________________________

 7. હિમ્મતલાલ April 30, 2013 at 8:02 am

  હવે વાંદરા હાસ્ય દરબાર વાળું છાપું વાંચતા થઇ ગયા ,અને હસતા થઇ ગયા .અને જો અમે નો વાંચીએ તો અમે વાંદરા કરતા પણ ગયા કહેવાઈએ .
  વીરા અશોક મોઢ વાડિયાને હું આવી કળા કરવા બદલ અપરમ પાર ધન્યવાદ આપું છું .
  બીજું આ વાંદરો જૂનાગઢનો નથી .આ વાંદરો દીલ્હીથીકે નાશિક થી કે એવાબીજા દક્ષિણ ભારતના વિસ્તારથી અશોકની મેમાંનગતિ માણવા આવ્યો લાગે છે .તમારું શું કહેવાનું છે .

 8. chaman April 30, 2013 at 7:39 am

  કલા, કારિગીરી ને કલાકારની કરામતને શું કહેવું!?
  ‘હાદ’ની હદ હવે તો મંગળ સુધી,
  ‘ચમન”

 9. સુરેશ જાની April 30, 2013 at 7:09 am

  વાચકો જોગ ખાસ..
  હાસ્ય માત્ર જોક પૂરતું મર્યાદિત નથી. અનેક તણાવોથી ભરેલા જીવનમાં આમ સાવ મૌલિક રીતે હાસ્ય નિપજાવી શકાય છે – તે આપણા મિત્ર ‘અમો’;’અમે’ – અશોક મેરામણ મોઢવાડિયાએ બહુ જ કળાત્મક રીતે સાબિત કરી દીધું.

  અમારા આ લેખ પરના ઈજનને વધાવીને સ્તો…

  વાંદરો શું વાંચતો હતો?- જવાબો April 28, 2013

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: