હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાંદરો શું વાંચતો હતો?- જવાબો

monkey-reading

મળેલા જવાબો આ રહ્યા…..

 1. રાજેન્દ્ર ત્રિવેદી
  Hasyadarbar …..
 2. ધીરજલાલ વૈદ્ય
  આ વાંદરો એક ઉંઘતા સિંહને લાફો મારીને આવેલ, સિંહ પાછળ પડ્યો અને કપિભાઇ ભાગ્યા, ભાગતાં-ભગતાં થાક્યો. એટલે છાપામાં વાચવા અને સિંહ ચડી આવે તો બહાનું કાઢવા આમ પડેલું છાપું લઇ વાંચવા બેઠો છે.
  ……હવે વાર્તાનો બીજો ભાગ…………………..
  સિંહ આવી ચડ્યો અને વાંદરાને પૂછ્યું,” તમે, અહીંથી કોઇ વાંદરાને ભાગતો જોયો?.” વાંદરાએ સામે પૂછ્યું, પેલો સિંહને લાફો મારીને ભાગ્યો’તો એ વાંદરો?” સિંહ લજવાઇ મર્યો. અને બોલ્યો, “લે અલ્યા, આટલી વારમાં છાપામાં યે આવી ગયું?” અને સિંહ વિલે મોઢે પાછો વળી ગયો.
 3. વરમોરા મેહુલ
  વાંદરો તેમાં તેના ભાઈને ગોતતો હતો. વાંચતો નહોતો.
 4. અશોક મોઢવાડીયા
  “હાસ્ય દરબાર ?!” પણ એ તો બ્લૉગ પર હોય છે, છાપામાં ક્યાં આવે છે ?? એટલી અક્કલ હોય તો એ વાંદરો થોડો કહેવાત! અને એટલે તો આ જણ વાંદરાનો વાંદરો જ રહ્યો ! ઉત્ક્રાંતિમાં જે આગળ વધી ગયા એ તો હવે બ્લૉગ પર જ ’હાદ’ વાંચે છે ! 🙂
  અને આ બિચારો એને છાપાંમાં શોધે છે ! 🙂 🙂
 5. ભરત મવાણી
  વાંદરો પોતાનું ભવિષ્ય વાંચતો હતો.
 6. પ્રવીણ દેસાઈ
  આજની તાજા ખબર! આજે સવારે ગીરના જંગલમાં એક વાંદરો સિંહને લાફો મારીને નાસી ગયો.
 7. વિનોદ પટેલ
  આ વાંદરો એ વાંચે છે કે ગાંધીજીના ત્રણ વાંદરા વિષે આ પેપરમાં કોઈએ કઈક લખ્યું છે કે નહી . કે પછી રામ રામ !
 8. પ્રજ્ઞા વ્યાસ
  વાંદરો વાંચતો હતો કે માનવીય પ્રત્યાયનને ઉંચી રીતે વિકસીત વાંદરાના પ્રત્યાયન તરીકે મૂકી શકાય ?. મનુષ્ય વાંદરાઓ સાથે પ્રત્યાયન કરવા સમર્થ છે, વાંદરાના પ્રત્યાયનના ખાસ અર્થ ઊંઝા,સાર્થ કે બીજા વાંદરા જેવાઓએ પણ શીખવા જરૂરી છે.

મૂળ લેખ ‘ઉત્ક્રાન્તિની શરૂઆત આમ થઈ હશે.’ પર પણ  આવા જ મજેના કલ્પના ઉડ્ડયનો આવ્યા હતા. આ રહ્યા ……..

 1. રમેશ પટેલ
  લાવો અમારી જમાતમાં જોડાવા કોણ કોણ માગે છે…સંસદમાં કેટલા છે? તાજી ખબર જોઈ લઈએ.
 2. મનસુખલાલ ગાંધી
  તમને બધાને ન સમજ પડી….?????….એતો લગ્નવિષયક-મેટ્રીમોનીની-વાંદરો-વાંદરી જોઈએ છે, એ જાહેરાત વાંચતો હશે……..
 3. વિનોદ પટેલ
  આ આપણા પૂર્વજો ( ડાર્વિન પ્રમાણે ) જેવી વાંચવામાં એકાગ્રતા આપણે માનવો બતાવી શકીએ તો કેવું સારું !
 4. પી.કે.દાવડા
  હાલમાં છાપાંમાં વાંદરાવેડા જ વધારે હોય છે, એટલે વાંદરા વાંચે છે!!!
 5. પ્રભુલાલ તાતરિયા ( ધુફારી)
  વાહ! આપણા પૂર્વજો પણ કેટલા એજ્યુકેટેડ હતા તેનો સરસ નમુનો જોઇ રજુકરનાર ને ધન્યવાદ
 6. સુરેશ જાની
  છાપામાં આવતા કરતાં આ વધારે નીતિમાન હોય છે! જુઓ એની સમજ.

  આડા લોકોની વાત છાપું આડું કરીને વાંચે છે !

  બીજી રીતે જોઈએ તો… ઈવડી ઈ ય ‘એડ’ જ વાંચે છે !

———————–

હાથ અજમાવવામાં રહી ગયેલા વાચકોની કલ્પના શક્તિને મ્હાલવા માટે, હવે  કોમેન્ટનું મેદાન મોકળું છે!

બીજી એક બહુ જ અગત્યની વાત…

      હાદ ના વાચકો પણ પોતાની કલ્પનાના ઘોડ્ડા દોડાવી શકે છે; એ આ પરથી સાબિત થાય છે. સૌ વાચકોને અમારું હાર્દિક આમંત્રણ છે…..

      તમારી કલ્પનાની પાંખોને અમે ફેલાવી આપવા તૈયાર છીએ. ખાલી કોપી / પેસ્ટ કરવા કરતાં અમને એને અહીં પ્રસિદ્ધિ આપવાનું બૌ….બૌ….બૌ….બૌ…. ગમશે. સહેજ પણ શરમાયા વિના, ગમે તેવી ગાંડી ઘેલી રચનાઓ અહીં બધા સાથે શૅર કરી ‘શેર’ બનો. અમારે માટે એ બહુ જ આનંદની વાત હશે કે….

સામાન્ય માણસની રમૂજ વૃત્તિ અહીં
મ્હાલે,
ફૂલે,
ફાલે 

2 responses to “વાંદરો શું વાંચતો હતો?- જવાબો

 1. BMehta મે 1, 2013 પર 8:12 એ એમ (am)

  I Think he is trying to rotate the news paper…

  Like

 2. Vinod R. Patel એપ્રિલ 28, 2013 પર 8:30 પી એમ(pm)

  કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઉપર હવે લોકો અખબાર વાંચતા થઇ ગયા એટલે પ્રિન્ટ -મીડિયાને મરણતોલ ફટકો પડ્યો છે . ઘણા જાણીતાં અખબારો બંધ પડ્યા છે . રસ્તે રખડતાં થઇ ગયેલાં અખબારમાં હવે આ ચિત્રમાં છે એવા વાંદરાઓને રસ પડવા માંડ્યો છે એટલું સારું છે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: