હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોકટર જો સાહિત્ય કરે, તો દાવડા શું પ્રિસ્ક્રીપ્શન ભરે? – પી.કે.દાવડા

(આ ગપ્પા ક્યાંયે પોસ્ટ કર્યા નથી. સૌ કોઈને કોપી/પેસ્ટ કરવાની છૂટ છે.)
દાવડા ભગતના ગપ્પા

બ્લોગ જગતની એવી વાત, લેખક પોતે તંત્રી આપ,
દસ જણાને લીંક મોકલે, ત્યારે બે ત્રણ કોમેન્ટ મળે,
દાવડા બ્લોગના કેવા હાલ, સારી હતી જેની ગઈકાલ.

ઈંટરનેટની જૂઓ કમાલ, સૌ કોઈ જાણે સૌના હાલ,
એક બીજાના કરી વખાણ, સૌ ભરતા પોતાનું ભાણ,
દાવડા સૌની સાથે રહે, કોઈ એનું ના વાંકું કહે.

ફેસબુક ને ગુગલ ગ્રુપ, જાણે મળતું સ્વાદિસ્ટ સુપ,
હાય હલોનો ત્યાંવ્યહવાર, વિના પૈસાનો કારોબાર,
દાવડા જેમ દારૂનું વસન, ફેસબુકનું એવું ટશન.

કોઈનું માથું કોઈનું ધડ, ફોટોશોપનું એવું ઘડતર,
કોઈની પણ બદનામી થાય, કોને જઈને કહેવા જાય?
દાવડા ઈંટરનેટથી દૂર રહેવામા ફાયદા ભરપૂર.

દાવડા ગુગલની જુઓ કમાલ, ચપટી વગાડો હાજર માલ,
સૌના જાંગીયા ગંજીના રંગ, ગુગલ જાણે તંતો તંત,
જીપીએસ પણ કમાલ જ કરે, બસ કહી દો તો પહોંચાડે ઘરે.

બે ડોકટર બ્લોગોમાં ફરે, પ્રિસ્ક્રીપ્શન નહિં સાહિત્ય ભરે,
એક ચલાવે હાસ્ય દરબાર, બીજા ચલાવે ચંદ્ર પૂકાર,
ડોકટર જો સાહિત્ય કરે, તો દાવડા શું પ્રિસ્ક્રીપ્શન ભરે?

-પી.કે.દાવડા

Advertisements

7 responses to “ડોકટર જો સાહિત્ય કરે, તો દાવડા શું પ્રિસ્ક્રીપ્શન ભરે? – પી.કે.દાવડા

 1. pravinshastri એપ્રિલ 25, 2013 પર 6:42 પી એમ(pm)

  કેટલાક ઘૂસણખોરી કરે, શાસ્ત્રી જેવા તરસે મરે.
  ડાવડા સાહેબ મજા આવે છે. સુરેશ ચાલુ જ રાખજો.
  આતા-દાવડાની જોડી ઘૂમ મચાવશે.

 2. Anila Patel એપ્રિલ 25, 2013 પર 10:25 એ એમ (am)

  યદ અસ્તિ વિશ્વે તદ અસ્તિ કોમ્પુટરે— આમતો આ મહાભરત્ ની પ્રશંસા માટે લખાયેલુ પણ હવે જમાને જમાને પ્રશસ્તિઓ પણ બદલવી પડે.

 3. prakashbhainakrani એપ્રિલ 25, 2013 પર 6:45 એ એમ (am)

  નરી વાસ્તવિકત વાત કહી બતાડી.

  ________________________________

 4. jagdish48 એપ્રિલ 25, 2013 પર 12:32 એ એમ (am)

  Reblogged this on BestBonding – in Relationship and commented:
  આને ‘સુષ્ટુ સુષ્ટુ’ ના અનુસંધાને જ ગણજો ને ! (પણ વધારે સારું)

 5. Ramesh Patel એપ્રિલ 24, 2013 પર 8:55 પી એમ(pm)

  કોણ ડોક્ટર ને કોણ દર્દી?
  આકાશદીપ કહે
  દાવડાજી મોટા હમદર્દી

  આ રવાડે આખું જગત ચઢ્યું છે, લાભેય છે ને ઘેરલાભેય છે.
  પણ મફતીયા કૂટેશ્વરોના બળે ઈન્ટરનેટને છપ્પનભોગ છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. mdgandhi21, U.S.A. એપ્રિલ 24, 2013 પર 8:41 પી એમ(pm)

  “દાવડા ઈંટરનેટથી દૂર રહેવામા ફાયદા ભરપૂર”
  આ આખા લેખમાં માત્ર આ એકજ વાક્ય હળાહળ ખોટું છે……….આ સિવાય, બાકી બધું “સનાતન” અને એકદમ સત્ય છે…….!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: