હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

૬૦ + નું મંગલાષ્ટક

છંદ –  શાર્દુલવિક્રીડિત
ગણરચના –  મ સ જ સ ત ત ગા
[ ગાગાગા લલગા લ,ગાલ લલગા, ગાગાલ ગા,ગાલ ગા ]
રાગ – ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં…

———————————————–

સાઠે જાય ઘણાની બુદ્ધિ બગડી;મારીય હાલી ગઈ!
સિત્તેરે વિસરાય લો, સહજમાં; કાલે હતું ખાધું શું?

નેવુંએ નવલા અહો! મલપતા; અલ્ઝાઈમર આવિયા!
સોએ ક્યાં પહોંચી જશે સફર આ? પૂછો મને ભાઈ ના!

Advertisements

15 responses to “૬૦ + નું મંગલાષ્ટક

 1. સુનીલ અંજારીઆ ઓક્ટોબર 8, 2017 પર 7:15 એ એમ (am)

  પ્રથમ વખત આવી છંદ બદ્ધ હાસ્ય કવિતા જોઈ. શાબાશ.

 2. ઈશ્વર ર દરજી એપ્રિલ 26, 2013 પર 12:52 પી એમ(pm)

  છંદબદ્ધ કાવ્ય પંક્તિ રચવી એ ઘણો કઠીન પ્રયાસ ગણાય. ૧/૮ અષ્ટકના શબ્દો અને ગણરચના માટે સુ જા ને અભિનંદન. એક પ્રશ્ન છે જયારે છંદબદ્ધ રચના કરો ત્યારે શબ્દો પહેલા માનસપટ પર આવે કે પછી ગણરચના પ્રમાણે શબ્દો ગોઠવવા પડે ? અછાંદસ કૃતિઓના યુગમાં છંદ સભર મુક્તક અનોખું ગણાય.

  ઈશ્વર ર દરજી
  વાનકુવર કેનેડા

  • સુરેશ જાની એપ્રિલ 26, 2013 પર 4:45 પી એમ(pm)

   આપણે ધારીએ છીએ એટલું એ અઘરું નથી.
   એક પ્રખ્યાત કવિએ શીખવાડેલ રીત –

   જાણીતું ગીત સરસ રીતે ગાઓ , અને પછી મનમાં જે વિચાર કવિતામાં ગોઠવવો હોય તે , એમ જ ગાવા માંડો. તરત જ અમૂક શબ્દો નહીં બેસે. એમની જગ્યાએ બીજા મળતા શબ્દો મૂકી અથવા કર્તા, કર્મ , ક્રિયાપદ, ક્રિયાવેશેષણ વિ, આઘા પાછા કરી ફરીથી ગાઈ જુઓ.
   બે ત્રણ પ્રયત્નોમાં જ ગીત એ ઢાળમાં બેસાવા માંડશે.

   શુદ્ધિનો બહુ આગ્રહ હોય તો, કાગળ, પેન્સિલ( પેન નહીં !), રબર લઈ ગણરચના પ્રમાણે ચેક કરતા જાઓ.
   સારી કવિતા લખવામાં ૮૦ % લય માટેની મજુરી અને બાકીના જ એનાં બાકીનાં ત્રણ તત્વો માટે હોય છે – એમ અમૃત ઘાયલે કહેલું છે!

 3. હિમ્મતલાલ એપ્રિલ 25, 2013 પર 10:48 પી એમ(pm)

  જવાની મેં તુને જાળવી પહર ચાર્યું આખી રાત (પહર ચારવું એટલે રાત્રે ઢોરને ચરવા લઇજવાં )
  અર્ધી અવસ્થાએ મને દગો દીધો લાકડી પકડાવી ગયું હાથ ‘
  હું પણ જયારે ઘરડો થઈશ ત્યારે મારે પણ લાકડીને ટેકે ચાલવું પડશે .

 4. હિમ્મતલાલ એપ્રિલ 25, 2013 પર 10:31 પી એમ(pm)

  ગોલણ ક્યે ગલઢા થયા જાંગે તૂટ્યા જોર, બે બે બાયડીયુ રમાડતા તેદિ નળિયું હતિયું નકોર

 5. HARIBHAI DARJI એપ્રિલ 25, 2013 પર 1:52 એ એમ (am)

  AAP GAME TE KAHO KE SAATHE BHDDHI NATHI PAN A HAKIKAT CHHE KE GHARADA J GADA VALECCHE .APDA JEVA SENIOR CITIZENO A TO NAVA JAMANA NE ANUROOP JIVAVU JOIYE ANE JYARE KOI PUCCHE TO J SALAH AAPAVI SAMAJ NE APDO ANUBHAV APVO PAN TYARE JYARE PUCHHVAMO AAVE TYARE. APNE POTANI MITRA MANDAL BANAVAVU ANE MAZA KARVI SAARA KAMO KARAVA.
  HARIBHAI DARJI

 6. prakashbhainakrani એપ્રિલ 24, 2013 પર 12:45 એ એમ (am)

  મંગલાષ્ટક  ગમ્યું

  ________________________________

 7. હિમ્મતલાલ એપ્રિલ 23, 2013 પર 11:24 પી એમ(pm)

  સુરેશભાઈ તમે તો છુપા રુસ્તમ નીકળ્યા .પાદપૂર્તિ માટે કોઈને શામાટે કહેવું પડે ‘તમને પોતાનેજ જયારે તમારી ઊંઘ ઉડી ગઈ હશે ,પણ તમે પથારીમાં પડ્યા હશો ત્યારે પાદપૂર્તિ પેદા થઇ જશે .

 8. સુરેશ જાની એપ્રિલ 23, 2013 પર 3:57 પી એમ(pm)

  પ્રજ્ઞાબેનનું લિસ્ટ આગળ વધારું ..

  ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
  એવું કહીને એજ તો ભુલી ગયા મને.

  પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
  તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

  ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
  દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

  થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
  સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

  – કૈલાસ પંડિત

  એનો મત્લાનો શેર બધાંની આખરી મંઝિલની સરસ અભિવ્યક્તિ છે. આ મહાન શાયરના જીવન વિશે કોઈ વિગત મળતી નથી. કોઈ એ માહિતી પુરી પાડશે તો આભારી થઈશ.

 9. Ramesh Patel એપ્રિલ 23, 2013 પર 1:28 પી એમ(pm)

  હજુ તો ગઈકાલ જેવી જ લાગે જવાની

  હસ્યા દર્પણ સામે તો ચોકઠું ખાય ચાડી

  ગયો એ વટ ને ભભકાભરી શાન દુલારી

  ભૂલવું પડશે બોલી સાઈઠની શાહી સવારી

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. pragnaju એપ્રિલ 23, 2013 પર 10:29 એ એમ (am)

  ભૂલવા પર યાદ આવે…
  ડો મહેશ
  ભૂલવાની વાત કર મા
  ઝૂરવાની વાત કર મા.
  ………………………………………
  ગુંજે જયકર ભોજક નો અવાજ
  ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
  સતત યાદમાં તમને આવ્યા કરીશ હું
  સપનો બનીને યાદો બનીને
  નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું
  ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
  હ્રદયના અવાજથી બોલાવ્યા કરીશ હું
  ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
  તમને બધી યાદો અપાવ્યા કરીશ હું
  ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
  નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું………………………………………………………
  અમારા આર. ડી.વાળા સ્નેહી કહે…
  સ્મૃતિનો સીધો સંબંધ સિનેપ્સીસ પ્લાસ્ટિસિટી સાથે છે. ઘણા પ્રોટીન સિનેપ્સીસમાં એમઆરએ ના ટ્રાન્સલેશન થકી પેદા થાય છે. હવે, આ નિર્માણ સેલ-બોડીમાં થાય છે અને પેલા સિનેપ્સીસ સેલ-બોડીથી દૂર હોય છે.આથી ન્યુરોન પાસે એવા કોઇ રસ્તા હોવા જોઇએ, જેના થકી તે સિનેપ્સીસમાં થઇ રહેલી ગતિવિધિ અનુસાર એમઆરએનએના ટ્રાન્સલેશનને સક્રિય બનાવી શકે. આ પ્રકારના લોકલ ટ્રાન્સલેશનના નિયમન માટેના વિશિષ્ટ મોલેક્યુલર મિકેનિઝમને સાયટોપ્લાઝ્મીક પોલીએડીનાયલેશન કહે છે. આ ખૂબ જટિલ પછીની વાત ?
  ભૂલાઇ ગઇ !

 11. Vinod R. Patel એપ્રિલ 23, 2013 પર 9:40 એ એમ (am)

  વૃદ્ધાવસ્થા છે જ એવી , શરીરનો સાથ રોજ છૂટતો રહે

  જીવી લેવું આનંદે,સહકાર શરીરનો ચાલુ છે ત્યાં સુધી

 12. Jitendra Padh એપ્રિલ 23, 2013 પર 8:58 એ એમ (am)

  suresh ….vadil.Magalastak 8yugam/16 pankatima hoy?ahi 4 liti chhe,muktak kahi shakay….magalashtak nahi,athava to 8 jodi shalok jem pura karo……..maro angat vichar chhe.,tika karvano erado nathi . jitendrapadh

  • સુરેશ જાની એપ્રિલ 23, 2013 પર 3:41 પી એમ(pm)

   વાત તો હાવ હાચી, પણ હતી એટલી મતિએ આટલું લખાવ્યું – હવે બાકીની મતિ ક્યાંથી લાવવી? ! જો કે, ન્યાં કણે મેદાન મોકળું છે.
   પાદપૂર્તિ કરીને આ મહાન રચનાને વધુ સમૃદ્ધ બનાવવા ઈજન છે.

 13. chaman એપ્રિલ 23, 2013 પર 8:49 એ એમ (am)

  હજુ સવારની ચા પણ પીધી નથી ને ‘હોટ મેલ” ખોલતાં ખેચાઈ ગયો વાંચવા…
  મને હતું કે આ રચના કોઇની હશે, પણ આતો તમારી નિકળી! કહેવું પડે! શું વાત છે!!
  વધારે લીટીઓ ઉમેરો તો બધાને વાંચવાની મજા પડી જશે.
  ચા પીધા વગર મગજ જોઇએ એવું કામ કરતું નથી.
  વઘું પછી લખીશ.
  અભિનંદન.
  “ચમન”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: