હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કોમ્યુટર- કેવી કે કેવો? – જવાબ

કોમ્પ્યુટર સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? 

પુરૂષોએ આપેલો જવાબ –      સ્ત્રીલિંગ

સ્ત્રીઓનો જવાબ –      પુલ્લિંગ

કોણ જીત્યું ?

———–

હવે સાચો જવાબ – મૂળ અંગ્રેજી પ્રમાણે તો સ્ત્રીઓ જીતી – અર્થાત્  કોમ્પ્યુટર – પુલ્લિંગ

સાચો જવાબ આપનાર મિત્રો ( તેમનો અને ભાગ લેનાર સૌનો આભાર )

 • પ્રજ્ઞાબેન ( એમની બહુશ્રુતતા અને નેટ પર ખેડાણ જોતાં એમને આ અંગે આગોતરી માહિતી હોવાની અમને શકા જાય છે ! ) 

બીજા જવાબો

 • Krishna Shah
  Nobody
 • dhirajlalvaidya
  પુલ્લિંગ એ સ્ત્રીલિંગ એ બે પૈકી જો એક જ જવાબ આપવાનો હોય તો ગુણધર્મોને આધારે મારો જવાબ “કોમ્પ્યુટર સ્ત્રીલિંગ કહેવાય.” કારણકે પુરૂષો માટે બતાવેલા નકારાત્મક કારણો ખરેખર તો સ્ત્રીલિંગ ને જ લાગુ પડે છે.કોઇપણ કામમાં સ્ત્રીઓને જ ચાલુ કરવી પડે છે, પછી તે ખીલી ઉઠે છે. સ્ત્રીઓ પાસે ગામ આખાની ઝીણામાં ઝીણી માહિતિ હોય છે.અને તમે જો તેની પ્રશંશા જેવી કોઇ કી જાણતાં હોય તો તે પોપટની જેમ અક્કલ વગર બધું પ્રગટ કરી દે છે. સ્ત્રીઓ પોતે જ એક જટિલ પ્રશ્નોનો ભંડાર છે.અને દેવો પણ તેને સંપૂર્ણ જાણી શક્યા નથી તો પુલ્લિંગોની શી વિસાત બાકી પુરૂષ જ હંમેશા શોધી શોધીને પીસ પસંદ કર્યા પછી પસ્તાય છે કે “થોડા થોભીગયાં હોત તો સારો પીસ મળત.सभी सबूतो और तर्कको मधते नजर रखते हुए ये धीरूभाइ जारी करतां है की कोम्प्युटर स्त्रीलिंग मानना पडेगा.
 • ચિમન પટેલ
  નવરા બેઠા બઘાના ઘરમાં ઝગડા ના કરાવ હોય તો?

—————-

ટિપ્પણી ..

આમ તો સાચો જવાબ મૂળ સ્રોત પરથી જ નક્કી થાય; અને એ પ્રમાણે પરિણામ જાહેર કર્યું છે.

પણ.. ‘હાદ’ઈસ્ટાઈલે ચિમનભાઈનો જવાબ ‘મસ્ત’ છે ! અહીંની ઘણી જોક્સું પરથી કેટલાં યુદ્ધો લડાણાં એનો કોઈ રિપોર્ટ અમારી પાંહે નથ !

અને હવે  પરમ સત્ય … સ્પેનિશ ભાષાનું મહાન સત્ય ..

માળા સ્પેનિયાર્ડો પણ આપડા ગુજરાતી જેવા પોલિટિક્લ નીકળ્યા!

આપણા ભાષાશાસ્ત્રીઓએ  ત્રીજું લિંગ પણ હોય; એવી મહાન શોધ કરીને આવા વ્યર્થ વિવાદો ટાળી દીધા.

તો….

સ્પેનિયાર્ડોએ સરસ ઉકેલ કાઢ્યો..

જેને જેમ ગણવું હોય એમ ગણે. 

આ બે ચિત્રો ‘સ્પેનિશ/ અંગ્રેજી  ડિક્શનરી’ પરથી…
[ la – feminine; el – masculine ]

span_eng_dict span_eng_dict_1

Advertisements

6 responses to “કોમ્યુટર- કેવી કે કેવો? – જવાબ

 1. natubhai એપ્રિલ 26, 2013 પર 2:17 એ એમ (am)

  સ્ત્રીઓ કરતાં પણ વધારે કામ કોમ્પ્યૂટર કરી આપે છે એટલે એની હારે જ રહેવા દે નો ભઈ.

 2. dhirajlalvaidya એપ્રિલ 23, 2013 પર 6:21 એ એમ (am)

  વાહ……પ્રજ્ઞાબેન કોમ્પ્યુટર જીતી ગયાં…….હવે પાર્ટી આપવી પડશે.

 3. jagdish48 એપ્રિલ 22, 2013 પર 9:01 પી એમ(pm)

  નારી સન્માનની ઝુબેશ તો નથીને ? 🙂

 4. Vinod R. Patel એપ્રિલ 22, 2013 પર 7:39 પી એમ(pm)

  પાણી વલોવીને માખણ કાઢવા જેવી આ વાત !

  પોતે પુરુષ જાતી કે સ્ત્રી જાતી એની કમ્પ્યુટરને ક્યાં પડી છે .

  કોઈ પૂછશે કોમ્પ્યુટર કે કમ્પ્યુટર !

 5. chaman એપ્રિલ 22, 2013 પર 5:31 પી એમ(pm)

  સારુ થયું કે સ્ત્રીઓ જીતી.
  આમેય અત્યાર સુધી એમનીજ જીત થતી આવી છે ને?!
  “ચમન”

 6. pragnaju એપ્રિલ 22, 2013 પર 5:07 પી એમ(pm)

  આગોતરી માહિતી ….?
  આ તો જૂની પુરાણી વાત!
  હજુ તો પૂછવા જઇએ તે પહેલા જ જવાબ દઇ દે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: