હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કોમ્યુટર- કેવી કે કેવો?

કેવી નાંખી દેવા જેવી વાત?  ગુજરાતીમાં તો નપુસકલિંગ જ હોય ને?

પણ સ્પેનિશમાં નપુસકલિંગ હોતું નથી.

આના માટેની સ્પર્ધા યોજાઈ

પુરૂષોએ આપેલો જવાબ –      સ્ત્રીલિંગ –      કારણ કે,

  1. કોઈ એની અંદરનો તર્ક જાણી શકતું નથી.
  2. એકબીજા સાથે સમ્પર્ક માટે વપરાતી ભાષા બીજું કોઈ સમજી શકતું નથી.
  3. નાનામાં નાની ભુલો પણ પકડી આપે છે; અને લાંબા સમય સુધી યાદ રાખે છે.
  4. જેવું એ તમારી પાસે આવે કે તરત જ એને આનુષંગિક નવા ખર્ચાઓ ચાલુ જ રહે છે.

સ્ત્રીઓનો જવાબ –      પુલ્લિંગ        – કારણ કે,

  1. એની સાથે કાંઈ પણ લેતાં પહેલાં એને ‘ચાલુ’ કરવું પડે છે !
  2. એની પાસે ડેટા ઘણો હોય છે; પણ સ્વતંત્ર અક્કલનો છાંટો પણ નહીં.
  3. તમારા પ્રશ્નો ઉકેલવા તમે એને વસાવો છો; પણ એ પોતે જ પ્રશ્નોથી ભરેલું હોય છે.
  4. તમે જેવું એકને વસાવો છો કે, તરત જ તમને માલુમ થાય છે કે, એનાથી વધારે સારું મોડલ મળે એમ છે.

હવે તમે જ ચુકાદો આપો-

કોણ જીત્યું ?

——————————————–

સાચો જવાબ આવતીકાલે.

સાભાર – શ્રી. વિનોદ પટેલ 

Advertisements

Comments are closed.