હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ધરપકડ / છૂટકારા મુબારક

      આમ તો જન્મદિનની વધાઈ આપવી જોઈએ; અને અમને એનો હરખ પણ છે જ. પણ વધારે આનંદ તો એમની ધરપકડ થયા બાદ અદભૂત રીતે છૂટકારો થયો હતો; એનો છે.

કોની વાત છે આ?

ભુલી ગયા?

 • એક વરસ પહેલાં, જજ  ગડબડદાસની કોર્ટમાં ચાલેલા કેસને?

ભુલી ગયા?

 • કયા સાવજને કયા સાવજે છોડાવ્યો હતો?

ખેર, આપણી અભૂતપૂર્વ યાદશક્તિના પ્રતાપે ( અમારા જેવા ૬૦ + ની તો ખાસ જ )  આપણે ભુલી જઈએ એ ગનીમત છે.

પણ ગુગલ મહારાજ એમ થોડા જ ભુલવા દે?

લો, તાંણે વાતમાં મોંયણ વધારે નાંખ્યા વગર કહી જ દઉં …

 • યાદ કરો વો દિન.
 • યાદ કરો વો કુરબાની
 • યાદ કરો વો ઝુંબેશ! 
 • યાદ કરો વો જુલૂસ

HBD_aataa

એ મહાન દિવસને યાદ કરો જ્યારે કપટી ગડબડદાસની કોરટમાંથી જૂનાગઢના સાવજે એરિઝોનાના સાવજનો ઊગાર કરાવ્યો હતો. નાગણોએ કાળિયા કન્હૈયા પાસેથી નાગને છોડાવ્યો હતો એમ !

—- અહીં જ તો . 

આમે ય આતાને નાગ બહુ જ પ્રિય છે – એ જગજાહેર વાત છે.

         બોરકૂટાની આ મહાન પ્રણાલિકા આતાના ૯૨મા જન્મદિનથી શરૂ થઈ હતી. અમને થોડોક વસવસો છે; કે, કોઈ બીજા હાદજન ખેલદીલીપૂર્વક આમ શહીદ બનવા તૈયાર નથી. પણ  ન્યાં  કણેય ક્યાં પાછા પડીએ એવા છંઈં ?

        અમે ગોતી કાઢશું – નેક્સ્ટ શહીદને !

આઘાય ખસી જઈએ, સામાય ધસી જઈએ

એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય શ્વસી લઈએ.

ઋષિકવિ રાજેન્દ્ર શુકલ 

જોક્સ એપાર્ટ …..

       આમ ક્ષણમાં જીવી જીવીને, ગઈ ગુજરીને ગનીમત કરીને, સદાય બાળકની જેમ જીવી જીવીને,  ૯૩ મુકામ પાર કરીને, સદી તરફ જુવાનની કની ધસી રહેલા ૯૩ વર્ષના એક માત્ર ગુજરાતી બ્લોગર ‘ આતા’ ને ( હિમ્મતલાલ જોશી ? – માળું કીબોર્ડ પણ માંડ ઈ નામ લખવા દે છે! )

ઘણી ખમ્મા….

14 responses to “ધરપકડ / છૂટકારા મુબારક

 1. dhavalrajgeera એપ્રિલ 16, 2013 પર 8:27 પી એમ(pm)

  Dear Atta,
  We hope you keep your words !!
  ■યાદ કરો વો દિન.
  ■યાદ કરો વો કુરબાની
  ■ યાદ કરો વો ઝુંબેશ!
  ■યાદ કરો વો જુલૂસ
  Waiting for the visit…

  Geeta + Rajendra and Trivedi Parivar

  Like

 2. Ramesh Patel એપ્રિલ 16, 2013 પર 2:12 પી એમ(pm)

  દાદાની દાદાઈ ને અશિર્વાદ આ જગે વરસતા રહે…અંતરથી ખૂબખૂબ શુભેચ્છાઓ.

  આપની યાદ એટલે એક પૂણ્યવંતી પેઢીનું પ્રગટ દર્શન…દેતા જ રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. pragnaju એપ્રિલ 16, 2013 પર 1:59 પી એમ(pm)

  જન્મદિનના અભિનંદન

  Like

 4. અશોક મોઢવાડીયા એપ્રિલ 16, 2013 પર 5:58 એ એમ (am)

  ૯૩ થયા !!!
  કે ૩૯ ???
  આ ફેરે આતા આંયા આવે એટલે મારે ઈની હાર્યે બથ લેવી છે ! (ગયે વરહે અમે સંધાય ઉપલેટે બેઠા‘તા તંયે આતાના એક ભાઈબંધ આવ્યાને આતાને બથમાં ઘાલી ઈવા હલબલાવ્યા કે અમને તાં થયું કે આતાના બે‘ક પાંહોળા ભાંગ્યા જ સમજો !!! પણ આતાએ ઈ સીતેર-એંશી કિલોના જણને પોતાની બાથમાં એવો ભીડ્યો કે અમારે આંયા પૂછવું પડે છે; ૯૩ થયા કે ૩૯ ? 🙂 )
  આતાને પાયલાગણ. ઘણી ખમ્મા !

  Like

 5. dhirajlalvaidya એપ્રિલ 16, 2013 પર 3:15 એ એમ (am)

  દાદા આતા હિંમતસિંહજી જોષીના નામે એરિઝોનમાં આવી વસેલા જુનાગઢના સાવજને પાયલાગણ…….એ..ખમ્મા….ઘણી ખમ્મા……આતા દાદાશ્રીને……

  Like

 6. Vipul Desai એપ્રિલ 15, 2013 પર 4:57 પી એમ(pm)

  અરે મારા આતા! તમને જોઈ યુવાનો શરમાતા
  યુવાનોને મન આતા કોઈ જડીબુટ્ટી ખાતા
  બધી ભુરીઓ(અમેરિકન) ખુશ થાય આતાનું મગજ ખાતા
  ભુરીઓની આ ખુશી આતાના મગજને દે છે ઘણી સાતા
  અમે પ્રાર્થના કરીએ અમારા આતા સો X સો વરસના થાતા
  સૌ આતાને જોઈને હંમેશા રહે હરખાતા!

  Like

 7. aataawaani એપ્રિલ 15, 2013 પર 1:34 પી એમ(pm)

  are sureshbhai tame me aataane garbaddaasni kortmaathi khota purava aapi garbaddaasne ullu banavi chhodavya em jam jo vela leva aave to tame badhaa blogar mitro bhega thaine jamney ullu banavine chhodavi shaksho evu mane have laagvaa maandyu .

  Like

 8. Vinod R. Patel એપ્રિલ 15, 2013 પર 11:12 એ એમ (am)

  ત્રાણું વર્ષે ય તાજા મજા , યુવાનો કરે છે ઈર્ષ્યા

  બ્લોગ જગતનું એક ઘરેણું છે આ અપણા આતા

  સો શરદ જીવો એ આશીર્વાદ બહુ ટૂંકો પડે છે હવે –

  બહુ જ લાંબુ અને નીરોગી જીવો એ રહેતી ઇચ્છા

  આતાજી આપને જન્મ દિવસની આ છે મારી શુભેચ્છા

  Like

 9. Anila Patel એપ્રિલ 15, 2013 પર 10:53 એ એમ (am)

  ઘણી ઘણી ખમ્મા આતા,
  આપતો ત્રાણુ સરસ જીત્યા.
  અમનેતો ખબર નહી,
  ફાફા મરતાયે શુ થશે.
  ખૂબ ખૂબ અભિનન્દન…

  Like

 10. Atul Jani (Agantuk) એપ્રિલ 15, 2013 પર 9:54 એ એમ (am)

  દંભ રહિત આતાને ઘણી ખમ્મા…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: