હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાવડા ભગતના ગપ્પા

બ્લોગ જગતની એવી વાત, લેખક  પોતે તંત્રી આપ,
દસ  જણાને  લીંક મોકલે, ત્યારે બે ત્રણ કોમેન્ટ મળે,
દાવડા બ્લોગના કેવા હાલ, સારી હતી જેની ગઈકાલ.
ઈંટરનેટની જૂઓ કમાલ, સૌ કોઈ જાણે સૌના હાલ,
એક બીજાના કરી વખાણ, સૌ ભરતા પોતાનું ભાણ,
દાવડા  સૌની  સાથે  રહે, કોઈ  એનું ના વાંકું  કહે. 

ફેસબુક  ને ગુગલ ગ્રુપ, જાણે મળતું સ્વાદિસ્ટ સુપ,
હાય હલોનો ત્યાંવ્યહવાર, વિના પૈસાનો  કારોબાર,
દાવડા  જેમ દારૂનું વસન, ફેસબુકનું  એવું  ટશન.
કોઈનું  માથું કોઈનું  ધડ, ફોટોશોપનું  એવું  ઘડતર,
કોઈની પણ બદનામી થાય, કોને જઈને કહેવા જાય?
દાવડા  ઈંટરનેટથી   દૂર  રહેવામા ફાયદા ભરપૂર. 


દાવડા ગુગલની જુઓ કમાલ, ચપટી વગાડો હાજર માલ,
સૌના  જાંગીયા  ગંજીના રંગ,  ગુગલ  જાણે  તંતો  તંત,
જીપીએસ પણ કમાલ જ કરે, બસ કહી દો તો પહોંચાડે ઘરે.
બે ડોકટર બ્લોગોમાં ફરે, પ્રિસ્ક્રીપ્શન નહિં સાહિત્ય ભરે,
એક  ચલાવે હાસ્ય દરબાર,  બીજા ચલાવે ચંદ્ર પૂકાર,
ડોકટર જો સાહિત્ય કરે, તો દાવડા શું પ્રિસ્ક્રીપ્શન ભરે? 

-પી.કે.દાવડા

8 responses to “દાવડા ભગતના ગપ્પા

 1. Vinod R. Patel April 15, 2013 at 11:27 am

  ચટાકેદાર પાણી પૂરીને ઘણા લોકો ગોલ ગપ્પા કહે છે .

  દાવડાજી એ એમની આ રચનામાં જે ચટાકેદાર વાનગી પીરસી છે એ જોતા

  એનું નામ દાવડા ભગતના ગપ્પા નહી પણ દાવડા ભગતના ગોલ ગપ્પા વધારે

  યોગ્ય લાગે છે .!

 2. dhufari April 13, 2013 at 12:12 pm

  ભગત દાવડા
  મારા વ્હાલા આત્મ સ્વરૂપ તમેતો કમાલ કરી છે રચના વાંચી આનંદ થયો અભિનંદન

  • સુરેશ જાની April 13, 2013 at 10:02 am

   બ્લોગ જગતની એવી વાત, લેખક પોતે તંત્રી આપ,
   —————–
   તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.

   માનવ ઈતીહાસમાં ભક્તો, ફીલસુફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતીઓ, યોદ્ધાઓ, કવીઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શીલ્પકારો, વીચારકો, વૈજ્ઞાનીકો, સંશોધકો, સાગરખેડુઓ, ચાંચીયાઓ, બહારવટીયાઓ, અસામાજીક/ અનૈતીક તત્વો ….. અરે ! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!
   http://gadyasoor.wordpress.com/2009/09/20/blogger/

 3. dhirajlalvaidya April 13, 2013 at 2:04 am

  અખા ભગતના છપ્પા અને દાવડા ભગતના ગપ્પા માણવાની મઝા આવી.
  હળવી ભાષામાં સામાન્ય જન સહજ કૃતિ-પ્રકૃતિની સ્થિતિ-પરિસ્થિતિ રજુ કરવાની સચોટ કળા હસ્તગત છે…….માણ્યો….આસ્વાદ…..

 4. mdgandhi21, U.S.A. April 13, 2013 at 1:48 am

  બહુ સુંદર ગપ્પા-છપ્પ્પા છે. બહુ ગમ્યાં…

 5. Ramesh Patel April 12, 2013 at 6:26 pm

  બોલો જય જય દાવડાભગતજીની..

  હવામાનની બદલાતી રુખ જોઈ વર્તારો ભાખતી ભડલીની પંક્તીઓ આ સાથે યાદ આવી ગઈ..

  જો ઝબૂકે વીજ અષાઢી બીજ,

  વેચી ઘર, લાવો બળદ ને બીજ…સારી વર્ષા ને ખેતી માટેની એ ઉક્તી.

  આ ભડલી ચારણના દૂહા ખ્યાત હતા અને હજુ એવું સાંભળેલું કે તે બાઈ હતા કે ભાઈ ..નક્કી થયું નથી.

  શ્રી દાવડાજીએ એવાજ ખ્યાત દુહાની રમઝટ બોલાવી, નવા ઈન્ટરનેટ યુગને વધાવી દીધો. આ હાસ્ય દરબારી રચના માટે ખૂબખૂબ અભિનંદન.

  બોલો ડોક્ટર સાહેબની જય. …હસવાનું પ્રીસ્ક્રીપશન મફતમાં લખવાની છૂટ દેવા માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. pragnaju April 12, 2013 at 6:19 pm

  સરસ
  જીપીએસ પણ કમાલ જ કરે, બસ કહી દો તો પહોંચાડે ઘરે.
  બે ડોકટર બ્લોગોમાં ફરે, પ્રિસ્ક્રીપ્શન નહિં સાહિત્ય ભરે,
  ડો. એન્ડ્રુ વીલ કહે છે કે સાજા થવાની ક્રિયા એ માત્ર શરીરની જ નથી. આપોઆપ સાજા થવામાં શરીર સાથે મન પણ તમારો પોતાના મોટો ડોકટર બને છે. ડો. વીલ કહે છે.
  ‘રિમેમ્બર-વી આર માઈન્ડબોડિઝ સો ધેટ હિલિંગ લાઈક હેલ્થ એન્ડ ઈલનેસ મસ્ટ ઓલ્સો બી સાયકોલોજિકલ.’ આપણે માત્ર સ્થૂળ શરીર જ નથી. આપણે તો મન, મન અને મનથી જ બનેલા છીએ. એટલે બીમારી સારી કરવામાં કે બીમારી લાવવામાં માનસીક કારણો હોય છે. એ કારણો બીજા ડોકટરો કરતાં તમે વધુ સમજી શકો છો પણ તમારે એ બોજ લેવો નથી. એક જમાનો હતો કે ડોકટરો પાસે સાંજ પડયે રોગચાળો ન હોય ત્યારે બહુ ઓછા દર્દી આવતા. ડોકટરો ત્યારે કવિ બનતા, વાર્તાકાર બનતા. ડિસ્પેન્સરીમાં કવિમિત્રો આવતા. દર્દી આવે તો પ્રેમથી વાતો કરતા. આજે આવા કામ આપણા આ બે મિત્રો સિવાય ડો વિવેક,ડો ધવલ,ડો મહેશ ડો રઇશ ડો મુકુલ જેવા ઘ ણા કરે છે…તેઓ બધાના મારા જેવા અનેકોના પાગલપણાના ચારા અને ગમગુસાર માટૅ ૠણ સ્વીકાર
  અને દાવડાજી તો લૂંટાવવા બેઠા છે તમે લૂંટો તો માનશે આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: