હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

– કવું

બધા ગુજરાતીઓને ખબર છે  કે, ગુજરાતી ક્રિયાપદોના છેડે ‘- વું’ આવે છે.

ખાવું, પીવું,  રડવું, ગાવું, નાચવું, કૂદવું વિ.

પણ આ લખનારના કોલેજ કાળના મિત્ર અને હાલ નોઈડા, દિલ્હી ખાતે રહેતા
શ્રી.બટુક ઝવેરીએ‘-  કવું ‘  અંત વાળા  ક્રિયાપદો ગોતી બતાવ્યા છે. આ રહ્યા –

 • ટકવું
 • અટકવું
 • છટકવું
 • લટકવું
 • ઊટકવું
 • ખટકવું
 • ગટકવું
 • ઘટકવું
 • ચટકવું
 • ઝાટકવું
 • પટકવું
 • ફટકવું
 • ભટકવું
 • બાટકવું
 • મટકવું

હવે તમને મન થતું હોય તો આ યાદી લંબાવી શકો છો; અથવા બીજા કોઈ જૂદા અંતવાળા ક્રિયાપદો ગોતી બતાવી શકો છો.

લો!  આ બીજી શરૂઆત

– લવું , ળવું 

 • ગળવું
 • ગાળવું
 • ઘાલવું
 • ચાલવું 
 • ચાળવું
 • જાળવું
 • તળવું
 • દળવું
 • પાળવું
 • ફળવું
 • બળવું
 • બાળવું
 • હાલવું 
 • આલવું
 • ઝાલવું
 • સાલવું
 • ટળવું
 • ઢાળવું

ચાલો …    -વું ……-વું ……-વું ……-વું ……-વું …… કરવા મંડી જાઓ તો !!!

5 responses to “– કવું

 1. bharatpandya માર્ચ 23, 2013 પર 10:35 એ એમ (am)

  Praghaju ben — aa gazal aapanee lakhelee chhe,If you allow I wisgh to copy pasre ion Bhavnagari Group.Thanks

  Like

 2. bharatpandya માર્ચ 23, 2013 પર 6:54 એ એમ (am)

  chalo kale a kafiya nee gazal lakheesh…

  Like

 3. pragnaju માર્ચ 22, 2013 પર 12:51 પી એમ(pm)

  ” લીધું ને એ લેવું છે, એ દીધું ને એ દેવું છે, એ કાઢું ને એ કવું છે, એ જોયો ને એ જોવું છે, એ અધિક અનેક વાતું ખૂટે તહેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પમીનેં પરમેશ્વરને ભજી …

  સમઝણહાર વિના સમઝવું,કહે અખો હું એહેવું કવું. જ્ઞાનીની સ્થિતી જ્ઞાની જ સમજી શકે છે, જેવી રીતે સ્વપ્નાની સાક્ષી જેને સ્વપ્નું આવ્યું હોય તે જ આપી શકે છે..
  ……………………………………………………………………..
  યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
  એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?
  ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
  ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?
  વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
  તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?
  તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
  રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?
  કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
  કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?
  આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
  નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?
  તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
  અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?
  મળવુ, ઑગળવું , બળવું કાફિયાઓ ની મોજ કરો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: