હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મળ્યો માથાનો !

એક્ ભાઇ,સુત બુટ્ને ટાઇ પહેરેલા એ એક પાઘડું પહેરીને બેઠેલા ગામડીયા ભાભાને પુછ્યું “કરમશિ ભ્હૈ ક્યાંરહે છે ? ”
ભાભા કે “મને ખબર નથી
પેલો કે “સું પાગડું પહેરી ને બેઠા છો કાંઇ ભાન તો છે નહી !”
ભાભા એ પાઘડું  ઉતારી પેલાના માથા પર મુક્યું ‘જા હવે હવે તને ખબર છે પહોંચી જા કરમશિ ને ઘેર !’

14 responses to “મળ્યો માથાનો !

 1. હિમ્મતલાલ માર્ચ 24, 2013 પર 10:15 એ એમ (am)

  અશોક હું એ સુરેશને સુર+ઈશ = ઈંદ્ર ને મારે ઘરે આવશે ત્યારે .પાઘડી બંધાવીશ મારા ઘરમાં તમારી આઇની ઘણીયું સાડીયું પડી છે .એની પાઘડી પહેરાવીશ અને ફોટો પાડીશ .અને એનાજ પાસે કમ્પુટ ર માં મુકાવીશ અને બ્લોગર ભાઈઓ બહેનોમાં વેતો કરીશ .

  Like

 2. vkvora Atheist Rationalist માર્ચ 2, 2013 પર 1:25 એ એમ (am)

  માથે પાઘડું કે પાઘડી પહેરેલા હવે બધા ભાનમાં આવી ગયા હશે !!!!!

  Like

 3. pravinkumar માર્ચ 1, 2013 પર 6:52 એ એમ (am)

  અદભુત….તળપદી ભાષા માં જે આપે લખ્યું એ ઘણું જ ગમ્યું…..વધુ માં વધુ લખો અને અમને પ્રેરણાદાયી બનો એવી શુભેચ્છા સહ………….જાય શ્રી કૃષ્ણ…

  Like

 4. હિમ્મતલાલ ફેબ્રુવારી 28, 2013 પર 7:11 પી એમ(pm)

  સુરજદાદા (તમારા હો માંરોતો દીકરો છે .)ના માથા ઉપર કાળી ઘેતીની ઉન મૂકશું એટલે પાઘડી ટકી રહે શે .એમતો સુરેશ દાદો પાઘડી બંધાવાને યોગ્ય છે ..કારણકે ઇના કામા વખાણવા જેવાં છે .જો ઉન નો મળે તો હું મારી દાઢીનું બલિદાન આપીશ અને ઇના માથા ઉપર મુકીશ એટલે પાઘડી પાઘડી બરાબર બંધાશે .. હવે કોણ પાઘડી બંધાવશે એ જોવાનું રહે .

  Like

 5. dhavalrajgeera ફેબ્રુવારી 28, 2013 પર 12:13 પી એમ(pm)

  અશોક મોઢવાડીયા….
  પાઘડી = ’પા ઘડી’
  ટકી જાય તો સારૂં !!
  And you and we all know that too…
  સુરેશદાદા – Bhai Suresh has Baldness and Baldpate too!
  ટકી જાય તો સારૂં !!
  Rajendra Trivedi is loosing forhead and Vertex Hair slowley!

  Dhavalrajgeera
  http://www.bpaindia.org

  Like

 6. Pingback: મારા પ્રતિભાવો – મળ્યો માથાનો ! (via હાદ) | વાંચનયાત્રા

 7. અશોક મોઢવાડીયા ફેબ્રુવારી 28, 2013 પર 11:28 એ એમ (am)

  હું ફરી ત્રાટક્યો !! હાદજનો મને માફ કરે પણ હું અહીં પ્રતિભાવ ચોકઠામાં જ એક લેખ જેટલું લખીશ !! પણ…એ પહેલાં હું ઉપરોક્ત માફીનામું પરત ખેંચું છું ! હવે લેખ;

  ઉપર વાત થઈને કે, “’દાદા’ નામ પડે ત્યાં સુરેશદાદા જ યાદ આવે છે ” – એમાં સુધારો, હવે તો દેખાય પણ છે, સંભળાય પણ છે ?!

  આજરોજ, તા:૨૮/૨/૧૩નાં, ઘરે પહોંચી, સાંજે ૯ કલાકે જમવા બેઠો. ઈવડા’ઈ’એ મસ્ત મજાનાં પિત્ઝા બનાવ્યા હતા. હજુ એક બટકું ભર્યું ત્યાં રોજનાં ક્રમાનુસાર ટી.વી. સામે ખડકાયેલા સુપુત્રએ દેકારો મચાવ્યો. જલ્દી આવો ! જલ્દી આવો !!

  પિત્ઝાને પડતો મેલી દોડ્યો. આંખો ચોળી. તો એ ટી.વી.ના પડદે સુરેશદાદા જ દેખાય !!! દૂરદર્શન ગુજરાતી પર આવતા શ્રી.દીપકભાઈના જ્ઞાનવર્ધક પ્રવચન કાર્યક્રમ માંહે આજે શ્રી.દીપકભાઈ સાથે આપણાં સુરેશદાદા વાદે ચઢ્યા દેખાયા. (હવે તો માત્ર અમો જ નહિ, શ્રી.દીપકભાઈ પણ તેઓને ’ટઈડ’ ન કહે તો કહેજો !!) એ સવાલો, એ જવાબો, એમાંથી અમોને તો બસ જ્ઞાન જ જ્ઞાન પ્રાપ્ત થયું. છોડવું પડ્યું હોય તો એકમાત્ર ગરમ પિત્ઝા ! પછી ૯-૩૦ વાગ્યે અમોએ ઠંડો થયેલો ખાધો !! 🙂

  આ “બ્રેકિંગ ન્યુઝ” હતાં. હું શ્રી.સુરેશદાદાને વિનંતી કરીશ કે એ વાર્તાલાપ, જો યથાવત ઉપલબ્ધ હોય તો, અન્યથા એમની યાદને જોરે, સૌ મિત્રો સમક્ષ, એમને યોગ્ય જણાય તો, અને તો જ, મુકે. કેટલો સરસ એ વાર્તાલાપ હતો. પોતાની વાતને સ્પષ્ટપણે રજુ કરવી, સામેથી મુકાતી વાતને પણ આદરપૂર્વક સમજવા પ્રયાસ કરવો, અને એ માધ્યમે સુંદર જ્ઞાનસભર સંવાદ. આહા ! હવે અમોને સુદા જ મગજમાં ન ચઢે તો બીજું શું ચઢે ?! ખુબ ખુબ આભાર, દાદા. અમોને મળ્યો એવો લાભ સૌને મળે. જોતા રહો; દૂરદર્શન !

  Like

  • સુરેશ જાની ફેબ્રુવારી 28, 2013 પર 1:21 પી એમ(pm)

   લે કર વાત લ્યા! પહેલી વાત વાંચતાં તો દીધો જ લાગ્યા. ( હમજણ ના પડી હોય તો.. દીપક ધોળકિયા – એ આકાશવાણી વાળા ખરા ને?)
   પછી ધોકો થયો ( ટ્યુબ લાઈટ જ તો !!! ) કે એ તો દાદા ભગવાન વાળા દીપકભાઈ – દેસાઈ.
   મારી ઈવડી ઈને આ કોમેન્ટ વંચાવી તો એ વ્હાલા મૂઈ કે,”તાંણે મું ય આઈ હોઈશ.”
   ———-
   હવે તમે ફરી ન્યાં કણે સુખબર આપો કે,”માડી, તમેય હતાં.” – ના દેખાણા હોય તો પણ લખજો હોં. નૈ તો કાલે રસોડામાં હડતાલ.
   ———
   અને છેલ્લે – આ ટઈડ શબદનો મ્હાલીપા અરથ ( ગર્ભિત જ તો !) શો થાય છે? જો સિક્સર મારવાના એક્સ્પર્ટ થતો હોય તો આપડાને ઈવડો ઈ ઈલ્કાબ સ્વીકાર્ય છે- ઉર્ફે…. હાલશે !
   ———
   હાદ નો મુદ્રાલેખ છે…
   ” જલસા કરો જયંતિલાલ”
   ————-
   અને હવે મૂળ વાત પર આવું
   કોટ ઉપર પાઘડી વાળા બે ફોટું…
   પ્રભાશંકર પટ્ટણી

   બીજો મસ્ત ફોટો આપડા ‘આતા’નો છે. પણ ન્યાં કણે કોમ્પ્યુટરના ફોટુ મેલવા દેતા નથ !

   Like

   • અશોક મોઢવાડીયા માર્ચ 1, 2013 પર 7:38 એ એમ (am)

    પણ ઈ તો દીપકભાઈએ પણ બે વાર પૂછ્યું હતું કે, ’ઈ’ પણ હાર્યે છે કે ? અને ઓલા કેમેરા વાળાવ પણ ’ઈ’ને ગોતવા મે‘નત કરતા તાં ! પણ ’ટઈડ’ અમથા કહ્યા !! સુદાએ મુર જબાપ જ નો દીધો. માત્ર હકારમાં તેજસ્વી મુંડી હલાવી (એટલે માડી પણ ત્યાં હતાં તે પાકું !) અને પોતાની વાત જ હાંકે રાખી ! કેમેરા હામું પોતાનું રૂપાળું મોં જ ધરી રાખ્યું ! અમારા માડીનેય બચારાને એકા‘દ વાર દેખાવા દીધા હોત, બે વેણ બોલવા દીધા હોત, તો અમ જોનારાંય ધન્ય થઈ જાત ને ! રસોડે એકાદ ટકની હડતાલ જરૂરી તો છે જ !! 🙂

    આ ’ટઈડ’ શબ્દ અંગે તો વિદ્વાનો જાણે. પણ અમે તો કોઈ ભારે મિજાજી, સામે વાળાને સાવ તુચ્છ જંતુ સમજનાર, કે પછી ખરે જ કોઈ બાંકો (હેન્ડસમ !) જવાન હોય એને માટે, પણ જરાતરા બળતરા (જેલસ !)માં, આ શબ્દ વાપરીએ. હવે દાદા આમાં ક્યાં બંધબેસતા થાય ઈ ડાયરો વિચારી લ્યે !!! અને લ્યો, ’આતા’એ તો પાઘડી ટકાવવાનો ઉપાય પણ કરી દીધો, હવે દાદાને પાઘડી બંધાવનાર જ શોધવો રહ્યો ! (ઈ તો અમે સૌ હાદજનો છીએ જ..)

    (પાઘડી બંધાવવી = બહુમાન કરવું, જશ આપવો; શાબાશી આપવી; તારીફ કરવી; વખાણ કરવાં; પ્રશંસા કરવી.)

    Like

   • સુરેશ જાની માર્ચ 1, 2013 પર 8:01 એ એમ (am)

    અરે ભઈલા! અમારાં શ્રીમતિજીએ અમને ત્યાં પાઘડી પેરાવી’તી ( ૮૦% સુધારો છે -એમ વદેલા !) પણ ઓલ્યા કેમેરા વાળા મારા અતિસુંદર (!) મુખડાથી મોહિત થઈ કેમેરો ઈમની તર્ફ ફેરવે જ નૈ- ઈમાં મારો શું વાક?

    Like

   • સુરેશ માર્ચ 1, 2013 પર 12:02 પી એમ(pm)

    आताको पहनाई ‘ सरदार’ पगडी !!
    आता पगडीमें

    Like

 8. અશોક મોઢવાડીયા ફેબ્રુવારી 28, 2013 પર 7:52 એ એમ (am)

  લે…આવું તો અમારા એક વેપારી દાદાને ખરેખર બનેલું ! એ દાદા જરા મગજનાં ટઈડ (સુરેશદાદા સમા ! 🙂 ). સવાર સવારમાં એક ઇનશર્ટ કરેલો, ભણેલ ગણેલ દેખાતો, ઘરાક આવ્યો;
  કહે : ૧૦૦ વૉટનો લેમ્પ બતાવો.
  દાદા કહે : તેં ૧૦૦ વૉટનો લેમ્પ ભાળ્યો નથી ?
  ઘરાક કહે : પણ જોવો તો પડે ને, જોયા વગર માલ કેમ લેવાય ?
  એમાં દાદાનું હટ્યું, કહે : કોઈ દહાડો લેમ્પ ભાળ્યો નથી એવા ગમાર શું લેવા ઇનશર્ટ કરીને નીકળી પડતા હશે !!
  તે પેલા, માથાના મળેલા, ઘરાકે ફટ દઈને ઇનશર્ટ કાઢી નાંખ્યું અને કહે : લો, હવે બતાવો !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: