હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

‘હાદ’નો આદર્શ હીરો

સાભાર – શ્રી. વિનોદ પટેલ

આ ચિત્ર, એનો નાયક અને એનો સંદેશ  ‘હાદ’ફિલસૂફી માટે એક આદર્શ છે.

charlie

7 responses to “‘હાદ’નો આદર્શ હીરો

  1. mdgandhi21, U.S.A. ફેબ્રુવારી 21, 2013 પર 2:21 પી એમ(pm)

    દરરોજ અનુભવવા અને જીવનમાં ઉતારવા જેવી ખરેખર સુંદર વિચારકણીકા છે.

    Like

  2. pragnaju ફેબ્રુવારી 21, 2013 પર 8:11 એ એમ (am)

    વરસાદ મોસમમાં ચાર્લી ચેપલીનના એ શબ્દો યાદ આવે છે. જેમાં એ કહે છે ‘‘વર્ષાઋતુ મને ખૂબ ગમે છે, કારણ કે એ આંસુ છુપાવવામાં મદદરૂપ થાય છે.’હાસ્ય કલાકાર દર્શકોને હસાવવા માટે આંસુઓનો પણ ઉપયોગ કરે છે. ફિલ્મ ‘મેરા નામ જોકર’માં માતાનાં મૃત્યુ પછી નાચતા ગાતા જોકરને યાદ કરો, જે નકલી ફુવારાની મદદથી અસલ આંસુઓને છુપાવે છે. હાસ્ય કલાકારનો ખરો ખેલ જ યોગ્ય સમયે સંવાદ બોલવા પર આધાર રાખે છે અને એ ટાઈમિંગ જ તેમની અસલ શક્તિ છે.

    Like

  3. aataawaani ફેબ્રુવારી 21, 2013 પર 6:01 એ એમ (am)

    આજથી લગભગ 70 વર્ષ પહેલાં મેં એક મુવી જોઈ તેમાં હાસ્ય કલાકાર તરીકે જે એકટર હતો એનું નામ નૂર મામદ હતું .પણ તેનું ફિલ્મી નામ ચાર્લી હતું . મેં જે મુવીમાં ચાર્લીને જોઈલો એ મૂવીનું નામ “મનોરમા ” હતું જેનું ક્યાંય હાલ અસ્તિત્વ નથી . જેવી રીતે પંજાબી મુવી” મન્ગતી “નું અસ્તિત્વ નથી .

    Like

  4. dhirajlalvaidya ફેબ્રુવારી 21, 2013 પર 4:44 એ એમ (am)

    જ્યારે કોઇ મોટા ગજાની બહુજન માન્ય વ્યક્તિ કોઇ સુવિચાર રજુ કરે છે , ત્યારે તેનુ વજન પડે છે. મતલબ કે તેનો પ્રભાવ પડે છે. અને તેની પાછળ તેની પ્રતિભાનુ બળ હોય છે. એટલે તે બહુજન ઉપર હ્રદયના ઊંડાણ સુધી અસર કરે છે. અને તેની છાપ વધતી-ઓછી પણ સામાન્ય માણસે કહેલા તેવા જ વચનો કરતાં વધારે અસરકારક નિવડે છે. હાસ્ય સમ્રાટ ચાર્લી ચેપ્લીનનું ઉપરોક્ત સ્લોગન માટે મારો અંગત સ્વાનુભવ એવો છે કે : જ્યારે મેં કોઇક દુ:ખી માણસને નાનકડી પણ મદદ કરી છે.ત્યારે તેના મુખારવિંદ ઉપર ઉપસી આવતો અહોભાવ મને અઢ્ળક સુખ આપે છે. આ મારો અનેક વારનો આ સ્વાનુભવ છે. મિત્રો તમે આવા કોઇ દુ:ખીને મદદ કરી જો જો. અને પછી નિર્લેપભાવે તેના ચહેરા તરફ પ્રેમથી જો જો. તેને તમારા પ્રત્યે થયેલો અહોભાવ તમને પણ એક સુખદાયી આત્મ-સંતોષ આપશે. અને જીવન પરિતૃપ્તિનો ઓડકાર આવશે.

    Like

  5. Sharad Shah ફેબ્રુવારી 21, 2013 પર 1:51 એ એમ (am)

    The above Quote of Charlie Chaplin seems great quote, but if the same is quoted by Vinod Patel or some other ordinary person, would not have carried the same weight. So the quote it self is not great, but the weight is attached with the person who quoted it.
    You may find several such quotes said by such known personality and appreciated by general people. But those have no much sense. But we keep on appreciating, because everybody surround us appreciate it without much understanding.

    Like

    • સુરેશ જાની ફેબ્રુવારી 21, 2013 પર 7:15 એ એમ (am)

      શરદ ભાઈ
      આપણે કર્તાભાવથી એટલા તો બધા જોડાઈ ગયા છીએ કે, કર્મ તો અર્થહીન જ લાગે છે.
      પણ જે માહોલ છે, એમાંય મોટા ગજાના કર્તાના વજનથી કર્મને પુષ્ટિ મળતી હોય તો, તેનું મૂલ્ય છે જ.
      આપણે માસ્ટરો પાસે એટલા માટે તો દોડીએ છીએ ને?
      —————–
      અહીં – હાદ પર- આ જ ભાવ અને ભાવના છે. સંઘર્ષો અનેપરિતાપોથી ભરેલા ચહેરાઓ પર બે ઘડી સ્મિતની લહરી ફરી વળે – એ જોકને સલામ . મોકલનાર ભલે ભ ભૈ હોય, દાવડાજી હોય કે શશા !!

      Like

Leave a comment