હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વૈષ્ણવજન તો…. પેરડી – હિમ્મતલાલ જોશી (આતા)

રાજકીય જનતો  તેને રે કહીએ, જે પીડી બીજાને જાણે રે 
પર દુ:ખે જલ્સા કરે તોયે,  મનમાં દુ:ખ નવ  આણે  રે .

સકળ લોકને છેતરે તોએ પરવા ન  કરે એ કેની રે
વાચ કાછ મન મોકળાં મેલે, અભાગણ જનની એની રે.

ચુટાણાં  પેલાં દંભ સેવકનો,  કરવાનું એ નવ ચુકે રે
જીભથી કો’ દિ  સાચું નવ બોલે, ખોટાં બણગાં   ફૂંકે રે .

ભેગું કરે એ કાળું નાણું ને,  કોભાંડોનો  નિષ્ણાત રે
ભણે “આતા “ ઈને ભરોસે ર્યો તો, મહાણ ભેળા થાશો રે .

————————

– હિમ્મતલાલ જોશી (આતા)

ગુજારે જે શીરે તારે…. ની પેરડી આ  રહી 

7 responses to “વૈષ્ણવજન તો…. પેરડી – હિમ્મતલાલ જોશી (આતા)

 1. Pingback: વૈષ્ણવજન તો…. ફેરડી – ધીરજલાલ વૈદ્ય | હાસ્ય દરબાર

 2. bharatpandya જાન્યુઆરી 31, 2013 પર 5:50 એ એમ (am)

  હા.દ. જનતો તેને રે કહીય જે લોક હસાવી જાણે રે

  Like

 3. aataawaani જાન્યુઆરી 30, 2013 પર 4:12 પી એમ(pm)

  ઘણા ભાઈઓને આ રાજકીય જનની વ્યાખ્યા ગમી એથી મને ખુશી થઇ

  Like

 4. Vinod R. Patel જાન્યુઆરી 30, 2013 પર 1:12 પી એમ(pm)

  આધુનિક નરસિંહ મહેતા -આતાજીની આ પેરડી ખુબ ગમી .

  આજના રાજકારણીયોએ આ ભજન વારંવાર ગાવા જેવું છે .

  આજે ગાંધીજી જો જીવિત હોત તો એમની પ્રાર્થનામાં તેઓ આ ભજનને રોજ ગવડાવતા હોત !

  Like

 5. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 30, 2013 પર 2:02 એ એમ (am)

  ચુટાણાં પેલાં દંભ સેવકનો, કરવાનું એ નવ ચુકે રે
  જીભથી કો’ દિ સાચું નવ બોલે, ખોટાં બણગાં ફૂંકે રે .

  વાહ રે વાહ આત્તા ભગતની વાણી રે

  Like

 6. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 30, 2013 પર 1:17 એ એમ (am)

  ’વાચ કાછ મન મોકળાં મેલે, અભાગણ જનની એની રે.’

  માં નું ધાવણ લજવનારાંઓ તો એ પણ નહિ જાણતા હોય કે આ ’વૈષ્ણવજન તો….’વળી શું છે !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: