હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દુર્ગુણ સંહિતા – શ્રી. બીરેન કોઠારી

“સદ્‍ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી.
દુનિયામાં બધું સાપેક્ષ હોય છે.”
આવું કોઈ અવતરણ આઈન્‍સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્‍સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી?
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું.

 આ એક સેમ્પલ જુઓ ..

લાલચ

બીજા ઢગલાબંધ દુર્ગુણો વિશે અહીં ગનાન મેળવો !!

Advertisements

3 responses to “દુર્ગુણ સંહિતા – શ્રી. બીરેન કોઠારી

  1. dhirajlalvaidya નવેમ્બર 15, 2012 પર 4:54 એ એમ (am)

    મિત્રો, સદગૂણો અને દુર્ગુણો સાપેક્ષ છે. એટલું જ નહીં સ્થળ અને કાળ પ્રમાણે તે બદલાતાં પણ રહે છે. એક જમાનામાં જુઠ્ઠુ બોલવા કરતાં મરી જનારનો તે ગુણ ગણાતો. અને તેઓ પૂંજાતા હતાં આજે ચાલાકીથી જુઠ્ઠું બોલી તમે કોઇ દંડ કે સજામાંથી બચી જાઓ તો તમે ચાલાક-ચતુર કહેવાઓ અને પકડાય જાવ તો ભોટ-મૂરખ કહેવાઓ. એક જમાનામાં વચનને ખાતર રાજ-પાટ-બૈરી-છોકરાં અને જાત પણ હોડમાં મૂકતાં અને અસહ્ય યાતનાઓ હસતાં મુખે ભોગવી લેતાં આજે તો ગાડે ગાડા ભરીને વચનો આપવામાં આવે છે. તેમાંથી એકેય પળાવાના નથી. છતાં તેવચનદાતાઓ બાહોશ કહેવાય છે. અને મણ-મણનાં હાર પહેરી પૂંજાય છે. કોઇનો જીવ બચાવવા ખોટું બોલવું પડે તો તે પાપ નથી. બીજી બાજુ, તમે કોઇપણ જાતના ભેદભાવ વગર દાન કરો અને તે દાનનો ઉપયોગ કોઇ પાપકર્મમાં થતો હોય તો તે પાપકર્મમાં અજાણ પણે પણ દાતા દોષી ભાગીદાર થાય છે.અત્યારના જમાનામાં એક યા બીજા પ્રલોભનો વશ ‘બુદ્ધિ’ મીના-બજારની જીવંત વસ્તુની જેમ વેચાય રહી છે. કેટલાક બુદ્ધિજીવીઓ પોતાના આત્માને કચડીને ઇમારત બાંધે છે. જેને મારા જેવા ઇમારત નહીં પણ કબર જ કહે છે. અને તે જ્યારે ફસાશે અને સાચુ બોલશે ત્યારે જગત તો તેને જુઠ્ઠાબોલો જ કહેશે અને તેની વાત કોઇ માનશે નહીં અને તે રીબાઇ-રીબાઇને…………………………………

  2. dhirajlalvaidya નવેમ્બર 15, 2012 પર 4:22 એ એમ (am)

    અમદાવાદની પોળમાં સવાર-સવારમાં નળ આવે, અને આંગણામાં ચોકડી.નળ જવાની તૈયારીમાં એક બાળકી દફતર લઇને શાળાએ જવા નિકળી.. મમ્મીને જોઇ, ટ્રોફી યાદ આવી. કહે: “મમ્મી ટ્રોફી?” મમ્મીએ કહ્યું, બેટા મંગુકાકાની દુકાનેથી લેતી જજે. અને કહેજે કે પૈસા મારી મમ્મી બપોરે આપી જશે.” દિકરી મંગુકાકાની દુકાને પહોંચી. મંગુકાકા દુકાન ખોલી હજી ધૂપ-દીપ જ કરતાં હતાં તેમાં આ કુંવારીકાના દર્શન. મંગુકાકા ખુશ. તેમણે સામેથી ટ્રોફી આપી.અને ગાલ બતાવી કહે ” બેટા, એક પપી આલને(આપને) .”…………..બેટી તો દોડી,…… …..દોડતાં -દોડતાં કહે, બપોરે મારી મમ્મી આવીને આપી જશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: