હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે

મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’

– સ્વ. રમેશ પારેખ 

આખી કવિતા અહીં…

આમ તો સ્વ. શ્રી. રમેશ પારેખની આ હાસ્ય/ વ્યંગ કવિતાનું શિર્ષક ‘ શૌર્ય’ છે. પણ એની છેલ્લી પંક્તિ બહુ જ ગમી ગઈ.  વ્યર્થ મિથ્યાભિમાની માણસોની શુદ્ધ કાઠિયાવાડી ઢબે હાંસી ઊડાવતી આ રચના માણો;  અને પેટ દુખે એટલું હસી લો.

      જેમણે રમેશ પારેખની કવિતાઓનો આસ્વાદ માણ્યો ન હોય; તેમને ખાસ વિનંતી કે, આ બત્રીસ લક્ષણા કવિએ જે સપ્તરંગી મેઘધનુષ્ય ગુજરાતી સાહિત્યને આપ્યું છે – એનો આસ્વાદ લેવાનું ન ચૂકે.

અધધધ… બોલી  નાંખીએ એટલી વિવિધતા એમનાં સર્જનોમાં છવાયેલી પડી છે.

એમનો પરિચય આ રહ્યો…..

Advertisements

8 responses to “ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે

 1. aataawaani નવેમ્બર 14, 2012 પર 2:52 એ એમ (am)

  સુરેશ ભાઈ અમારી બાજુ આવી કહેવત છે કે .ચોરની મને ભાંડ  પરણે .અને    ભાંડ ની  માને ભવાયો પરણે . અને ભવાયાની માને  ભામણ  પરણે .

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

 2. aataawaani નવેમ્બર 14, 2012 પર 2:44 એ એમ (am)

  આપ સહુને નવું વરસ લાભ પ્રદ નીવડે એવી શુભેચ્છા

 3. Vinod R. Patel નવેમ્બર 13, 2012 પર 5:51 પી એમ(pm)

  શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
  ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

  બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
  આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

  આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
  બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

  ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
  શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

  બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
  એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

  લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
  એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

  — સ્વ, રમેશ પારેખ

 4. Vinod R. Patel નવેમ્બર 13, 2012 પર 3:28 પી એમ(pm)

  રમેશ પારેખના ગીતો આ યુ-ટ્યુબ વિડીયોનાં સૌજન્યથી માણો

  AMAR RAMESH PAREKH -2009

 5. બીના નવેમ્બર 13, 2012 પર 3:23 પી એમ(pm)

  દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ!

 6. pragnaju નવેમ્બર 13, 2012 પર 7:47 એ એમ (am)

  ર પાની આ વાત યાદ આવે
  એક દીવો છાતી કાઢીને
  છડેચોક ઝળહળે,
  તો એ અંધારાના
  સઘળા અહંકારને દળે.
  હરેક ચીજને એ આપે સૌ સૌનું
  મૂળ સ્વરૂપ
  આવું મોટું દાન કરે
  તો પણ એ રહેતો ચૂપ
  પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
  કાજ બસ બળે !
  અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
  કિયા ગુરુની કૃપા થકી
  આ રીત તપસ્યા ફળી ?
  હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે …દીપ તારી ભીતર રહેલા ઉજાસ વિશે તને જાગ્રત કરે એટલો જ. એ તારે જ પ્રગટાવવાનો છે. તારે જ એના ઉજાસને સહારે રસ્તો કરવાનો છે. રસ્તા પરના ઝાંખરા કે બીજા અંતરાયો દૂર કરવાના છે.”. માણસ પોતાની પાસે જ પોતાના મોક્ષનો માર્ગ હોવા છતાં માર્ગદર્શનની તલાશમાં ભટકતો રહે છે. વહેલો કે મોડો જન્મજન્માંતર પછી પણ રસ્તો તો માણસે પોતે જ શોધવાનો છે.
  બુધ્ધે કહ્યું હતું : “શાણો માણસ અજ્ઞાનીને પ્રકાશ આપનારી મશાલ છે.” વાસ્તવમાં બુધ્ધ એમ પણ કહે કે કોઇ અજ્ઞાની જ નથી. દરેક પાસે પ્રકાશ છે. માત્ર એ પ્રકાશ ક્યાંથી મેળવવો એનો શાણા માણસને ખ્યાલ નથી. આપણને ગુરુ મળે તો એ આપણામાં પ્રકાશ ક્યાં રહ્યો છે એ મેળવવામાં જ મદદ કરે છે. દતાત્રેયની માફક ગુરુ વિના પણ આ પ્રકાશ શોધી શકાય છે. મહિમા પ્રકાશનો છે.

 7. Atul Jani (Agantuk) નવેમ્બર 13, 2012 પર 1:30 એ એમ (am)

  શુભ દિવાળી
  આવજો ને સ્વાગત
  નુત્તનવર્ષ

  પ્રકાશપર્વે
  આત્મદિપ પ્રગટો
  તેવી શુભેચ્છા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: