હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પંડિત જોકર

લે, કર વાત. પંડિત તે વળી જોકર હોતા હશે?

હા! આ પંડિત જોકર પણ છે!

      એ જેટલાં ગુજરાતી કવિતાઓનાં આશક છે; એટલાંજ ઉર્દૂ ગઝલના પણ છે. અને એ વિલાસ એમને ઉપનિષદ કે કબીરવાણીમાંથી વિચલિત નથી કરતો. અંગ્રેજી કવિતાનું નામ લો અને  મોટો ખજાનો ખોલી બેસે – વર્ડ્ઝવર્થ, બાયરન અને લોન્ગફેલો ડાળે બેસીને ટહૂકવા માંડે. મેડિકલ વાત હોય કે આયુર્વેદિક; કે વળી વાત હો ભૌતિકશાસ્ત્ર કે ખગોળ કે પુરાતત્વની…. એમનો રસ એમાંય એટલો જ. બાળવાતો હોય કે, નાટક કે વળી ફિલ્મી ગીતો – એમની પોટલીમાંથી કાંઈક તો ટપ્પાક દઈને નીકળી જ પડે. અને પાઈ ( નાણાંની નહીં – ગણિતીય!) તો એમની અતિપ્રિય. એકેય વરસ પાઈ-ડે ( માર્ચ -૧૪) ને એ ભૂલ્યાં નથી. એ ભલે ઘણું બધું ગૂગલ મહારાજ પાસેથી ઊછીનું લાવતાં હોય; એ મહાન દરિયાને ફંફોળવાની જીગર મરજીવાની તોલે જ આવતી હોય છે.

જવાબ આપવા જેટલું જ અઘરૂં કામ
સવાલ પુછવાનું હોય છે !

——————-

શિક્ષકો અને પ્રાધ્યાપકો જ
પેપર સેટર  હોય છે  ને? !

      અને આમ છતાં, એ પંડિતાઈ એમને ઠાવકાં, વિકાસેલા ચહેરાવાળાં નથી બનાવી દેતી. જોકરનું મહોરૂં એમને ‘ મેરા નામ જોકર’ની ફિલસૂફી જેટલું જ પ્રિય છે.  હાસ્ય દરબાર પર એકેય ‘આજની જોક’ ,  ‘વિડિયો’   કે ‘અવનવું’ એમણે વણ કોમેન્ટ્યું (!) છોડ્યું નથી. આવું જ  ‘હોબીવિશ્વ’ પરનાં મોડલોનું પણ છે. એમાંય એમનો રસ ઊડીને આંખે વળગી આવે એવો.

      અમારા માનીતા ‘હાહાકાર’ વલીદાના હાહાકાળમાં તો એ બરાબરનાં ખીલેલાં. એક એક હાહા ઉપર એમણે અનેક હાહા ની હાહાહીહી કરી હતી!! 

( હાહા – હાસ્ય હાઈકૂ ;    હાહાકાર – એના બનાવનાર ! )

હવે તો ખબર પડી ગઈને , કોની વાત છે આ?

અલબત્ત આમની જ તો…

શ્રીમતિ પ્રજ્ઞાબેન વ્યાસ

આ પરિચયની સાથોસાથ બહાર પાડેલો વિડીયો એમના સ્વૈરવિહારી, મુક્ત મનને ઊંચે આકાશમાં વહેતું મેલી દેતો નથી?

આ રહ્યો એ વિડિયો….

     ગુજરાતી બ્લોગ જગતમાં ભાગ્યે જ કોઈ બ્લોગર કે વાચક એમને જાણતું નહીં હોય. પણ એ લેખિનીનાં સ્વામિની છે. ફોન પર વાત ચીત એમને નિષેધ્ય છે – કોઈ ભેદી કારણો સર !

લો હવે આ શ્રેણીના સબબે એમની જીવનયાત્રા સચિત્ર નિહાળી લો…

gpp

આ શિર્ષક પર ક્લિકો….

પ્રજ્ઞા શુકલ -૧૯૪૨

ગરવી ગુજરાતણ – ૧૯૫૭

અને ભલે ફોન પર વાર ન કરતાં હોય; માઈક મળે તો છોડતાં નથ !!

ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખેય ભાળુ.
– ૨૦૧૨

13 responses to “પંડિત જોકર

  1. mhthaker ડિસેમ્બર 15, 2017 પર 10:29 એ એમ (am)

    har dil se aati hai pukar
    pragnya bahen hai Mahan
    sabako hai sweekar

    Like

  2. Pingback: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ

  3. Vinod R. Patel નવેમ્બર 7, 2012 પર 11:18 પી એમ(pm)

    પ્રજ્ઞાબેન સાથેના ઈ-મેલ વિનિમયમાંથી કઇંક નવું જાણવાનું અને વિચારવાનું મળે છે’

    એમના બ્લોગ ઉપર સૌ પ્રથમ મુલાકાત લીધેલી ત્યારે એમનો પરિચય અને તસ્વીર એમાં શોધવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડેલો-આજે એમના જીવનના વિવિધ કાળની
    તસ્વીરો સાથે એમનો વધુ પરિચય પામ્યો એથી આનંદ થયો

    હું ઈન્ટરનેટ ઉપર વિવિધ પ્રકારના બ્લોગ સર્ફ કરતો હોઉં ત્યાં પ્રજ્ઞાબેનનો અભ્યાસ પૂર્ણ પ્રતિભાવ જોવા મળે જ એથી મને ઘણીવાર આશ્ચર્ય પણ થાય ,મારા બ્લોગની લગભગ દરેક પોસ્ટ માટે એમનો અચૂક પ્રતિભાવ હોય એના માટે એમનો આભાર માનું છું

    એમના નામ પ્રમાણે તેઓ ઘણા વિષયોમાં પ્રખર જ્ઞાન ધરાવે છે,એમનું આખું કુટુંબ
    સાહિત્ય પ્રેમી છે,

    Like

  4. Valibhai Musa નવેમ્બર 7, 2012 પર 10:57 એ એમ (am)

    પ્રજ્ઞાબેનના ‘હાદરત્ન’ તરીકેના મારા તેમના પરિચયલેખના લખાણ પૂર્વે મારે તેમને કળવા માટે અકળ મથામણ કરવી પડી હતી. તેમની ઐનકધારી તસ્વીર તો તેઓ ‘સ્થિતપ્રજ્ઞ’ હોવાની આપણને અનુભૂતિ કરાવે જ છે, પણ તેમની ૧૯૫૭ની તસ્વીરમાંની બાલિકાવય વધુમાં વધુ દસ વર્ષની ગણીએ તોયે તે સુરેશભાઈના તેમના માટેના ‘મોટાં બહેન’ તરીકેના સંબોધનને ખોટું પાડે છે. તો વળી, શરદભાઈના ‘પ્રજ્ઞામા’ સંબોધનને તેમની ‘માઈક’વાળી તસ્વીર સાચી ઠેરવે છે. ભૂતકાળમાં કોઈક સમૂહ તસ્વીરમાં જેમને હું પ્રજ્ઞાબેન ધારી બેઠો હતો, તેઓ તો વયોવૃદ્ધ હતાં અને અહીં હું તેમનો કાયાકલ્પ થએલો જોઈને ભાવવિભોર બની જાઉં છું. મારા નિકટના મિત્રોએ તેમના માટેનાં બેઉ વડીલશાહી સંબોધનોને તફડાવી લીધાં હોઈ મારે તો તેમને સખ્યભાવે જ સંબોધવાં રહ્યાં. જો કે ભારતીય સંસ્કૃતિ કિશોરવય સુધીજ વિજાતીય સખ્યભાવને માન્ય રાખે છે.
    સુરેશભાઈને અભિનંદન ઘટે છે કે બ્લોગજગતમાં જેમને જાણવા અને ઓળખવા માટેની સૌ કોઈને જિજ્ઞાસા રહી છે તેવાં એવણને તસ્વીર સાથે અહીં ઓળખાવવાનું તેમણે પરાક્રમ કરી બતાવ્યું છે. જો કે તેમના આ પરાક્રમને પાશેરામાં પહેલી પૂણી તરીકે જ ગણી શકાય, કેમ કે હજુ તો તેમને Professional તરીકે ઓળખવાનાં તો બાકી જ રહે છે. ‘જો મજા ઈંતજારમેં હૈ, વો પાનેમેં નહીં!’ ન્યાયે હું પ્રજ્ઞાબેનને મૌનધારક તરીકે ચાલુ રહેવા જણાવીશ; કેમ કે ‘જો મજા અનુમાનમેં હૈ, વો જાનનેમેં નહીં!’.

    Like

    • Sharad Shah નવેમ્બર 8, 2012 પર 12:33 એ એમ (am)

      વલીભાઈ, એક સ્પષ્ટતા કરી લઊં “પ્રજ્ઞામા” સંબોધન અંગે. “મા” નુ સંબોધન હું કરું છું ત્યારે સામેની સ્ત્રી વડિલ હોય છે (મારા કરતાં ઉંમરમાં વધુ કે મારી મા ની ઉંમરની છે) એટલા માટે નથી કરતો. પરંતુ “મા” એ સ્ત્રીનુ સૌથી સુંદરતમ રુપ છે. અદ્વિતિય પ્રેમનુ પ્રતિક છે. એટલા માટે જ “મા” નુ સંબોધન છે અને જે તે સ્ત્રીનુ સર્વોચ્ચ સન્માન છે. એટલે કાલે કોઈ મારાથી નાની ઉંમરની સ્ત્રી માટે પણ જ્યારે હું આ સંબોધન કરું તો કોઈ ખોટું અર્થઘટન ન કરી લેતા.
      મેં સાંભળ્યું છે કે ગાંધીજી પોતાની પત્ની કસ્તુરબાને “બા” એટલે કે “મા” ના સંબોધનથી બોલાવતા. ઓશોએ પણ એક જગ્યાએ કહેલું કે, “સ્ત્રીને જ્યારે તેના પતિ માટે માતૃત્વભાવ જન્મે છે ત્યારે તે પૂર્ણ સ્ત્રી કે પૂર્ણ પત્ની બને છે.”

      Like

    • Sharad Shah નવેમ્બર 8, 2012 પર 12:59 એ એમ (am)

      થોડો સુધારો……….
      ૧૯૫૭ની જગ્યાએ ૧૯૪૨ વાંચવું. ૧૯૪૨ની તસ્વીર બાલિકાની છે જ્યારે ૧૯૫૭ની તસ્વીર ગૃહિણીની છે.

      Like

  5. Anila Patel નવેમ્બર 7, 2012 પર 10:42 એ એમ (am)

    પ્રજ્ઞાબેનને દિલથી વન્દન. એમની કોમેન્ટ્તો દરોજ ક્યકને ક્યાક વાચવા મળીજ જાય અને એમનો પરિચય થતો જાય આજે એમનો સાચો પરિચય આપે કરાવ્યો.એમના કાવ્યોની મુલાકાત પણ લિધી, ઘણી ઘણી મજા કાવ્યો વાચવાની આવી.એમનાકાવ્યોમા શબ્દાર્થ સાથે સત્યનો સૂર પણ સાભળી શકાયો અને આપે આપ્યો એ પરિચય સર્વથા હ્રુદયને સ્પર્શી ગયો.

    Like

  6. pravina નવેમ્બર 7, 2012 પર 9:37 એ એમ (am)

    ‘પ્રજ્ઞાજુ’ના નામથી પંકાયેલા બહેન ખરેખર વિદુષી છે. પંડિતાઈનો અનુભવ છે.

    જો-કર કયા કારણ સર?

    click on

    http://www.pravinash.wordpress.com

    Like

    • સુરેશ જાની નવેમ્બર 7, 2012 પર 10:37 એ એમ (am)

      જો કર …. પરથી એક વિચાર
      જે કર
      જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે.
      મૂળ પરિચયમાં લખવાનું રહી ગયું – તે અહીં ઉમેરું ..
      પ્રજ્ઞાબેન પરેશભાઈ અને યામિનીબેન જેવાં પ્રતિભાશાળી સંતાનોનાં માતા પણ છે.

      Like

      • Sharad Shah નવેમ્બર 8, 2012 પર 1:15 એ એમ (am)

        સુરેશભાઈ, પ્રજ્ઞામા જોક કરે છે પણ જોકર નથી. બુધ્ધીમાન છે પણ પંડિત નથી.
        બીજું વકતવ્ય એટલે આપું છું કે મારી સાથે તેમને અનેક બાબતે વિચાર ભેદ છે જે તેઓ સહજતાથી કબુલે છે, પણ સાથે સાથે મારા વિચારોને અવગણતા કે ધુત્કારતા નથી. જ્યારે પોથી પંડિતો કોઈ નવો વિચાર સ્વિકારી શકતા નથી. મારી સમજ મુજબ તો બે વ્યક્તિઓના વિચારો જુદા જુદા હોવા એ શુભ છે. શરત એટલી જ કે બન્નેના હૃદય અને બુધ્ધી ખુલ્લી હોવી જોઈએ.

        Like

  7. Sharad Shah નવેમ્બર 7, 2012 પર 6:27 એ એમ (am)

    સાંભળ્યું છે કે અમેરિકન સરકારે આઈન્સ્ટાઈનનુ ભેજું તેમના મૃત્યુ પછી મેડિકલના અભ્યાસ માટે જાળવી રાખ્યું છે. હજી અમેરિકાની સરકારને પ્રજ્ઞામાના ભેજાની ખબર નથી પડી. બાકી આઈન્સ્ટાઈન કરતાં જરાય કમ તો નથી જ.
    વિષય કોઈપણ હોય પણ એના વિષેની એમની છણાવટ અને ટિપ્પણી અચુક પ્રભાવી હોય. એમની બુધ્ધીમતાને સો સો સલામ. મને શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવનની એક કથા યાદ આવી. બધાને ગમશે.
    ઈશ્વરચંદ્ર વિદ્યાસગર અતિબુધ્ધિમાન અને અનેક વિષયોમાં વિદ્વાન હતા. (આપણા પ્રજ્ઞામા જેવાં). પણ તેઓ ભગવાનમાં માનતા નહીં. (જો કે મોટાભાગના બુધ્ધીમા અટવાયેલાઓની આ તકલીફ છે). કોઈએ સલાહ આપી કે તમે રામકૃષ્ણને મળવા જાઓ, તેઓ દાવો પણ કરે છે કે તેમને પરમાત્માનો સાક્ષાતકાર થયો છે. ઈશ્વરચંદ્ર રામકૃષ્ણને મળવા ગયા. રામકૃષ્ણ સવારે ગંગા સ્નાન કરીને ઘેર પહોંચ્યા ત્યારે ઈશ્વરચંદ્ર તેમની રાહ જોઈને બેઠા હતા. રામકૃષ્ણને જોતાંજ ઈશ્વરચંદ્ર એ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.
    “તમે કહો છો કે તમને ઈશ્વરનો સાક્ષાતકાર થયો છે? તે શું સાચું છે?”
    રામકૃષ્ણએ કહ્યું,” હા”.

    ઈશ્વરચંદ્રઃ”તો મને એ કહો કે તમારો ઈશ્વર કેવો છે?”
    રામકૃષ્ણઃ “ઈશ્વર જેવો”
    દોઢ કલાક તેમનો આ સંવાદ ચાલ્યો. ઈશ્વરચંદ્ર એક એકથી ચઢિયાતા તર્ક કરતાં અને રામકૃષ્ણને તેનો જવાબ આપવા કહેતા. ઈશ્વરચંદ્રના આવા તર્ક સાંભળી રામકૃષ્ણ વારંવાર તેમને ગળે લગાવતા અને કહેતા, ” મને પહેલાં તો થોડી શંકા હતી કે ઈશ્વરનુ અસ્તિત્વ ક્યાંક મારી ભ્રમણા તો નથીને? પણ તમને આવા અતિ બુધ્ધિભર્યા તર્ક કરતા જોયા પછી ઈશ્વરપરનો મારો ભરોસો પાકો થઈ ગયો. આવી બુધ્ધીમતા ઈશ્વરના અસ્તિત્વ વગર સંભવ જ નથી.”
    ઈશ્વરચંદ્રએ એમની ડાયરીમાં લખ્યું છે કે,” મેં જેટલીવાર રામકૃષ્ણને આવું બોલી મને ગળે લગાવતા જોયા ત્યારે પહેલીવાર જીવનમાં મને અનુભવ થયો કે આ મુફલિસ લાગતા માણસમાં કાંઈક એવું છે જેની આગળ હું સાવ લાચાર છું”
    પ્રજ્ઞામાની બુધ્ધિમતા જોઈને કોઈ ઈશ્વરના અસ્તિત્વને ઈન્કાર કરી શકે તેમ નથી.

    Like

  8. dhirajlalvaidya નવેમ્બર 7, 2012 પર 2:36 એ એમ (am)

    પ્રજ્ઞાબેનની એક એક કોમેન્ટ એમની વિષય પ્રત્યેની સૂઝ અને અભિરૂચિ ઉજાગર કરે છે. “ગોવાલણ” નવલિકા મેં પણ વાંચેલી, તેની સ્મૃતિ મારા માનસપટ ઉપર હશે જ પણ મારી “બંદા-બંદિનિ ઔર વૉ”મેં “બાલિકા વધુ” ઉપરથી નિર્દોષ ‘આનંદી’ સાથે ‘ગૌરી’પ્રત્યેની ચાહના મેળવવા ‘જગદીશ’ તરફથી થયેલ અવગણના અને તે માહોલ જોતાં મેં આવો વળાંક ઇચ્છેલો તેની પ્રેરણાથી મેં તે કાવ્યમય વાર્તા લખેલી.(હું કોઇ મોટો લેખક નથી)
    તે વખતે સાચી ટીકા સાથે બેન પ્રજ્ઞાબેને સંસ્કૃતમય વર્ણન મટે વાપરેલાં તેમના શબ્દો મને ગમ્યાં હતાં અને તેમની અલંકૃત સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ મેં ભાળ્યો હતો.

    Like

Leave a comment