હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આતા નાના થઈ ગયા!

પોર્ટ્લેન્ડ, ઓરેગનના કનક ભાઈએ નીચે મુજબ  ઈમેલ મોકલ્યો; અને એ વાંચતાં જ ઉપરનો ઉદ્‍ગાર નીકળી પડ્યો. [ નાના એટલે માના બાપા નહીં – ઉમ્મરમાં નાના ! ]

——————

પ્રિય સુરેશભાઈ:

આ સાથે અસલ 78 વર્ષો પહેલા કુમારમાં પ્રસિધ્ધ થએલી વ્યંગાર્થ ગદ્ય-વાર્તા મોકલું છું.

તેને શ્રી.રમેશભાઈ શાહ અને ‘કુમાર’ના સાભાર સ્વિકાર સાથે ‘હાસ્ય દરબાર’માં  અપલોડ કરશો.

તેના કવિશ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ (ભારતીબેનના બનેવી) હજુ પણ ભાવનગરમાં  છે અને 102 વર્ષની વયે સાઈકલ ચલાવતા સજાગ છે અને કવિતાઓ લખે છે.

સ્વ. કવિઓ ક્રિષ્નાલાલ શ્રીધરાણી અને પ્રલ્હાદ પારેખના સમવયસ્ક અને સન્મિત્ર.

————–

આ રહી એ કવિતા...

સાભાર – શ્રી. રમેશભાઈ શાહ અને ‘કુમાર’

અને આ રહ્યા એ સેન્ચ્યુરી બેટ્સમેન શ્રી. પ્રેમશંકર ભટ્ટ …

       અને તેમનું  ગુજરાતના મુખ મંત્રી શ્રી. નરેન્દ્ર મોદી દ્વારા થયેલ સન્માનનું ચિત્ર આ રહ્યું…

  હવે આપણા વ્હાલા અને માનીતા ભભૈને વિનંતી કે આ દાદાનો સમ્પર્ક સાધી એમની જૂની, પણ આપણે માટે નવી નક્કોર આવી હાસ્ય કવિતાઓ, હાસ્ય લેખો, ટૂચકાઓ અને મજ્જેની સ્વાનુભવ કથાઓ અહીં પીરસે.

9 responses to “આતા નાના થઈ ગયા!

 1. Pingback: સો વરસના ગુરૂજી | હાસ્ય દરબાર

 2. Niranjan Buch ઓક્ટોબર 12, 2012 પર 10:34 એ એમ (am)

  પ્રેમશંકર ભાઈ ને લાખ લાખ વંદન .સ્વાસ્થ્ય નું એવું છે ને કે માત્ર આજ ની જ દિનચર્યા પર નિર્ભર નથી પણ બાળપણ માં કરેલી કસરતો ને વારસા મળેલ તંદુરસ્તી પણ અગત્ય નો ભાગ ભજવે છે

  મિત્રો, તમે જો ગુજરાત કે ભારત ની બહાર રેહતા હો તો અમે આપને એક વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે પણ ગુજરાત ની બહાર જાવ ત્યારે તમારા સામાન માં ઓછ્છા માં ઓછ્છા માં ૨ ગુજરાતી પુસ્તકો લેતાં જજો ને તમે વાંચી લીધા પછી તે ત્યાની લાયબ્રેરી માં ભેટ આપી દેજો જેથી આપણી માતૃભાષા નો પ્રચાર થાય ને આપણી નવી પેઢી આપણા સાહિત્ય થી વંચિત ન રહે. આભાર
  નિરંજન એચ .બુચ

  Like

 3. dhirajlalvaidya ઓક્ટોબર 12, 2012 પર 7:59 એ એમ (am)

  પરમ વડીલ શ્રી પ્રેમશંકર ભાઇની મને જેલસ થાય છે. દુનિયાના જાણે બધા જ રોગોને મારો દેહ વિશ્રામસ્થાન અને પછી ફાવતું આવતાં કાયમીસ્થાન લાગતો હશે. મારી તો ભાઇ વિનંતિ – નમ્ર અરજ છે. કે મુરબ્બી શ્રીની જીવન પ્રણાલીનો ભેદ-ભરમ જાણી હાસ્યદરબારના પટ ઉપર જણાવો જેથી નવી પેઢીને આ જીવતા જાગતા આદર્શ સ્વસ્થ પુરૂષનો દાખલો સમજી સ્વસ્થ જીવન જીવે. અમે તો હવે બહોત ગઇ અને થોડી રહી. પૂજ્ય શ્રી પ્રેમશંકરજીને દીર્ઘ આયુષ્યની શુભેચ્છા સાથે સાદર પ્રેમપૂર્વકના પ્રણામ. કારણ તેમનું જાવવાનું સાર્થક ગણાય.

  Like

 4. aataawaani ઓક્ટોબર 12, 2012 પર 7:00 એ એમ (am)

  મારા પૂજ્ય પ્રેમશંકર ભટ્ટ ને મારા શત શત વંદન
  તેઓ તરફથી બ્લોગની દુનિયામાં કવિતાઓ વરસતી રહે .એવી આશા .
  शतं जीवेम शरद: शतं पब्रयामी शरद:તેઓની એ પ્રાર્થનાથી પરમેશ્વર અતિ પ્રસન્ન થયા હશે .અને તેઓની ઉમર તંદુરસ્તી સાથે વધારતા જાય છે .
  મારા પ્રેરણાદાયી પ્રેમશંકર ભાઈ હું તમને વંદન કરું છું

  Like

 5. dhavalrajgeera ઓક્ટોબર 12, 2012 પર 6:25 એ એમ (am)

  આદરણિય શ્રી પ્રેમશંકર ભટ્ટ કવિતાઓ લખે.
  હાસ્ય દરબાર’માં – બ્લોગર દુનિયામા આવકારી.

  સ્વિકાર સાથે ‘
  હાસ્ય દરબાર’
  Rajendra Trivedi,M.D.

  Like

 6. Vinod R. Patel ઓક્ટોબર 11, 2012 પર 11:01 પી એમ(pm)

  આદરણીય શ્રી પ્રેમશંકર ભટ્ટ 102 વર્ષની વયે સાઈકલ ચલાવતા સજાગ છે અને કવિતાઓ લખે છે.તેઓ તો શતમ જીવ શરદના આશીર્વાદને પણ વટાવી ગયા !
  ખરેખર, આવા અનુભવસિદ્ધ મહાનુભાવો પ્રેરણા પૂરી પાડી આપણો જોસ્સો
  વધારે છે. શ્રી પ્રેમશંકર ભટ્ટને આદર સાથે પ્રણામ.

  Like

 7. pragnaju ઓક્ટોબર 11, 2012 પર 8:35 પી એમ(pm)

  બ્લોગર દુનિયામા મોટી ઊમરનાના સુંદર લખાણો પ્રેરણાદાયી છે
  શિષ્ટ સાહિત્યનાં વાચન, શ્રવણ અને વિવેચનનો ઘણો સુંદર પ્રભાવ પડે છે જ
  આપણે આદરણિય શ્રી પ્રેમશંકર ભટ્ટને આવકારીએ છીએ

  Like

 8. P.K.Davda ઓક્ટોબર 11, 2012 પર 8:33 પી એમ(pm)

  હું નાનો હતો ત્યારથી આ કવિતા મને બહુ ગમતી. ૬૫ વર્ષથી એની ઘણી ખરી પંક્તિઓ યાદ હતી, માત્ર એક બે પંક્તિઓના થોડા શબ્દો પાકા યાદ ન હતા. આજે
  આ ખામી પણ દૂર થઈ ગઈ. પ્રેમશંકર ભાટ્ટ હજુ સારા સ્વાથ્ય સાથે લાંબુ જીવે એવી પ્રભુને પ્રાર્થના.
  હાસ્ય દરબાર્ને આ રજૂઆત બદલ ધન્યવાદ.
  -પી.કે.દાવડા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: