હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

૯૨ વરસના ખેલાડી

બીજું કોણ હોય ? હિમ્મતથી ભરેલા હિમ્મતલાલ જોશી જ તો …

વાત એમ છે કે,કોઇના ચહેરાને વિકૃત કરીને હજારોના ચહેરા હસમુખ કરી દેવાની કળા નવસાધ્ય થતાં ધીરે ધીરે ફાવટ વધતી જાય છે.

એનો નવો અખતરો ‘આતા’ના ચહેરા પર કર્યો અને એમને એ કારીગરી ડરતાં ડરતાં મોકલી દીધી. સાથે પરવાનગી પણ માંગી કે, હાદ પર મિત્રોનું મનોરંજન કરવા એનો ઉપયોગ કરું?

અને અખતરાનો ખતરો ટળ્યો, એટલું જ નહીં . આતાએ પરવાનગી આપી .

આતાનો લાક્ષણિક જવાબ આ રહ્યો…

હાસ્ય દરબાર માં  મિત્રોને ખુશ કરવા આતાના ચિત્ર વિચિત્ર ફોટા  જાવા દ્યો. અને તમારી કળાનો વિકાસ કરો  

જોઈ આ ખેલદીલી? હવે જુઓ આ ૯૨ વરસના ખેલાડીના અવનવા ચહેરા…

 

આતા! બ્લોગ જગતથી આટલા બધા ખુશ કે, ડોળા ફાટી જ્યા?

આતા! તમારી શાખ ‘હાસ્ય દરબાર’ પર બહુ જ  છે. પણ …..એનો પુરાવો આમ નસકોરાં ફુલાવીને શીદ દ્યો છો?

રોજ કોમેન્ટ્યું આપો એ તો ગમ્યું. પણ આમ હસી હસીને ગલોફાં કાં ફુલાવો? ક્યાંક એમ જ રહી  જશે તો?

 

અરે વાહ! બાંકે બિહારી,  શું દાઢીનો વળ જમાવ્યો છ !

કોણે દીધો આ પોપટ ? એ માશૂકાને આંખો ફાડી ફાડીને કાં નીરખો?

તારી બાંકી રે ! પાઘલડીનું ફૂમતું રે !

 

વાહ રે આતા વાહ ! તમારી મૂંછના વળ પર જુવાનડીઓ કુરબાન !!

આતા સાથે આ પ્રણય ગોષ્ટિ ગમી? 

આમ તો તમારી હારે ય કરવાની ગમશે. વિચાર હોય તો સરસ મજેની તસ્વીર મોકલી દેજો !

 

 

 

Advertisements

18 responses to “૯૨ વરસના ખેલાડી

 1. mhthaker ઓક્ટોબર 26, 2017 પર 11:13 એ એમ (am)

  best –seeing aata and remembering his kheldili always

 2. aataawaani ઓક્ટોબર 3, 2014 પર 12:23 એ એમ (am)

  મારા ડોળામાં તીર ફેંક્યે નૈ મરું જુવાનડી
  ડોળામાં તીર ફેંક્યે ની મરું
  (પણ ) તારા નેણલા નો માર્યો મરી જાઈશ રે
  આતાને ઘાયલ કીધો તેં .

 3. Nitin Vyas સપ્ટેમ્બર 3, 2012 પર 6:52 પી એમ(pm)

  Very nice to read this. Yes life is only gift given by God..enjoy it fully.
  The world’s oldest marathon runner is set to join more than 27,000 people taking part in the 10th Edinburgh Marathon Festival.

  Fauja Singh, 101, from Punjab in India, living here in UK., retired from running full marathons following his eighth marathon in London in April but he will be taking part in the Edinburgh relay. Live life king size!!!

 4. અ મો સપ્ટેમ્બર 3, 2012 પર 3:39 પી એમ(pm)

  એ દાદા…સ્પામમાંથી મારી કોમેન્ટુ કાઢોને બાપલા….

 5. અશોક મોઢ.... સપ્ટેમ્બર 3, 2012 પર 3:37 પી એમ(pm)

  આ…હા…હા….હા !!! આંયા તો જાણે મોજનો મહાસાગર ઉમટ્યો ! અને આતાએ પરવાનગી આપી ઈ આતાની મોટપ અને આપણાં સૌ પ્રત્યેનો પ્રેમ. હું તો એટલું જ કહીશ કે;
  “હાલાજી તારા હાથ વખાણું,
  કે પતી તારા પગલાં વખાણું.” — હવે આનો અરથ તો આતા કરી દેશે 🙂
  ભારે મજા આવી. દિલ બગીચો બગીચો થઈ ગયું…(અ.મો.)

  • aataawaani ઓક્ટોબર 3, 2014 પર 12:04 એ એમ (am)

   હાલાજી નામનો ગરાસિયો ધીગાણાના મેદાનમાં ઉતાર્યો અને સબા સબ તલ્વારું ઝીન્કતો હતો . એની ઘોડી કે જેનું નામ અશોક કહે છે એમ પતિ હતું એ ઘોડી તલવારુની બઘડાટી ની પરવા કર્યા વિના કુદતી કુદતી હાલાને રણ મેદાન વચ્ચે લઇ ગઈ .એટલે બહાદુરીને બિરદાવનાર ભાટ ચારણો એ કીધું કે હાલા તું તલવારુની સબ સબાટી બોલાવે છે એ તારા હાથના વખાણ કરું કે તુને કુદીને મેદાન વચ્ચે લઈજનાર પતિના પગના વખાણ કરું ?

 6. Pingback: આતાદાદા- આતાસાન્તા! | હાસ્ય દરબાર

 7. bharatpandya સપ્ટેમ્બર 3, 2012 પર 7:52 એ એમ (am)

  મારો તો એમ ને એમ મુકશો તોય આવો જ લાગશે ! એક્વાર હું રામાયણના ન્નટકમા હનુમાન થયેલો.ડાઇરેક્ટર કે ભરતભ્હૈ ને મેક અપ ની જરુર જ નથી !

 8. dhirajlalvaidya સપ્ટેમ્બર 3, 2012 પર 1:19 એ એમ (am)

  આતો હાદના સેનાપતિનો ઝપાટો છે. અડફેટમાં કોઇપણ આવી શકે છે. ભાઇ, સાબદા રહેજો.” જે હસી શકે તે હસાવે.” આવા પ્રેમ ભર્યા રમુજ તો તમારા સહ્રદયી જ કરી શકે. ને! આમ પણ ચંદન ઘસાઇને અને ધૂપસળી સળગીને બીજાને મહેક આપે છે. ખરેખર તો બડભાગીને જ બીજાને માટે મહેક-મનોરંજનનું નિમિત્ત બનવાનો આવો અવસર સાંપડતો હોય છે. અહીં મારા કોલેજકાળના એક મિત્રની વાત પ્રસ્તુત લાગે છે. મારો તે મિત્ર જે અત્યારે હયાત નથી.તે મને કાયમ,” ગધેડા તને કંઇ સમજ પડે નહીં” એમ કહેતો પણ હું અમારી મેથેમેટિકસ બ્રાંચનો G.S.હતો ત્યારે બે ગ્રુપ વચ્ચે ઊભી થયેલા કટોકટીમાં ખૂબ મદદ કરેલી. અને એક વખત કટોકટી વખતે તેનું રૂ.૫૦૦/-નું કાંડા ઘડીયાળ જે તેને ગિફ્ટમાં મળેલું તે મારી ઇન્ટર સાયન્સની કોલેજની ફી ભરવા માટે રૂ.૩૦૦/- માં વેચી માર્યું હતું. તે ગરીબ ખેડૂતનો દિકરો હતો. મહામૂશ્કેલીએ તે ત્રણેક મહિને, ધાક અને કેટલીક લાગવગના જોરે રૂ.૩૨૫/- આપીને અમે છોડાવી શકેલા.તે દિવસો યાદ કરતાં આજે પણ આંખો ભીની થઇ જાય છે. માટે યાદ રાખવું જોઇએ કે ” મિત્રની ગાળ સારી, પણ દુશમનની ખુશામત ખોટી.”

 9. pragnaju સપ્ટેમ્બર 2, 2012 પર 9:02 પી એમ(pm)

  ૯૨ વર્ષના ૮૨,૭૨,૬૨,૫૨,૪૨,૩૨,૨૨,૧૨,૦૨ વર્ષે કેવા દેખાતા હશે તે બતાવશો

 10. aataawaani સપ્ટેમ્બર 2, 2012 પર 7:45 પી એમ(pm)

  આતા હવે પ્રભુ ભક્તિ કરવાની તમારી ઉમર છે .
  આમ ડોળા ફાડી ફાડી ને કોના ઉપર કુ દૃષ્ટિ કરી રહ્યા છો ?
  કોક નયનોના તીર તમારી આંખોમાં ફેંકશે તો શું કરશો ?

 11. Vinod R. Patel સપ્ટેમ્બર 2, 2012 પર 11:58 એ એમ (am)

  પહેલા હું, પછી ડો.રાજેન્દ્રભાઈ અને હવે 92 વર્ષના બાંકે બિહારી આતાજી.

  ચિત્ર વિચિત્ર ચહેરા બનાવવાનો સુરેશભાઈનો પ્રયોગ પ્રગતી કરી રહ્યો છે.
  ક્યાં જઈને અટકશે એ કહેવાય નહી .

  વિકૃત ચહેરાઓની આ હાસ્ય યાત્રામાં સામેંલ થવાની મંજુરી આપવાની આતાજીની
  ખેલદિલી ગમી.

  જેમ ઘરડા દાદાની મૂછો ખોળામાં બેઠેલો એમનો નાનો પૌત્ર ખેંચે અને દાદા હસતાં હસતાં એને રમવા દે એ રીતે !

  • સુરેશ સપ્ટેમ્બર 2, 2012 પર 3:14 પી એમ(pm)

   વિનોદભાઈ,
   જેમની આમ હળવી મજાક ઊડાવી શકાય ; તેવા મિત્રો આપણી હારે છે – એ જ તો મોટી મિરાત છે.
   આ સોફ્ટવેરમાં આમ ચહેરાને મચેડવાનાં ઓજાર છે; એવાં બીજાં ઘણાં બધાં ઓજાર છે – અને સાવ કાના માતર વગર.
   જેમને હાથ અજમાવવો હોય એમના માટે ….

   http://fotoflexer.com/

 12. kanakraval સપ્ટેમ્બર 2, 2012 પર 10:49 એ એમ (am)

  ચીની કહેવત છે કે “એક તસ્વીર હજાર શબ્દો બરાબર” પણ અંહીતો સુ.જા.એ
  નવું નવીકરણ ઉપજાવ્યું ” શબ્દો અને તસ્વીરની સાઠમારી”

 13. Anila Patel સપ્ટેમ્બર 2, 2012 પર 10:44 એ એમ (am)

  આવા ફોટોની કારીગરી અમને પણ શિખવાડો ને!!!!!!!!!

 14. Anila Patel સપ્ટેમ્બર 2, 2012 પર 10:41 એ એમ (am)

  અરે વાહ , મજા આવિ ગૈ. પોતાનિ જાત પર હસી શકે એજ સચો હાસ્ય કલાકાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: