હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,090,916 વાચકો
Join 2,896 other followers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
કમોડ માં સ્પ્રે મૂકે છે તેને ઘણા ‘જેટ’ કહે છે.
જુદી પાઇપ લગાડે છે તેને અમારા આર્કીટેક્ટ મિત્રે ‘Health Faucet’ નામ આપ્યુ હતુ.
આ ફક્ત જાણ ખાતર.
ઉલ્લાસ ઓઝા
LikeLike
જાપાનનું જાહેર ટોયલેટ – જ્યાં એટમ બોમ્બ પડ્યો હતો – તે નાગાસાકીમાં …
સાભાર – સુરતી ઊંધિયું , વિપુલ દેસાઈ
LikeLike
Pingback: દેશી શોધ વિદેશમાં | હાસ્ય દરબાર
વિદેશી કમોડને ભદ્ર્મભદ્ર ની ભાષામાં ” જંગલ ઢેંચણીયુ ” કહેવાય.
ગામડાની ભાષામાં આ ક્રિયાને જુના જમાનામાં જંગલ જવું કહેતા .
જયારે વિદેશી કમોડ ઢીંચણ જેટલું ઊંચું હોય છે .
માટે ” જંગલ ઢેંચણીયુ ” કહેવાય .
LikeLike
“સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (હાસ્ય કાવ્ય)” માંથી …..
વધુ લટકાવ્યા વિણ સીધું ભાખી દઉં:
જાઓ પે એન્ડ યુઝ ટોઈલેટે, દુનિયાભરમાં વર્ષના ગમે તે દહાડે!
ચૂકવો બિલ બે આંગળીનું ને એક આંગળી મુદ્દલ ફ્રી!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (8)
-વલીભાઈ મુસા
આખા કાવ્ય નો લિંક : –
http://musawilliam.wordpress.com/2011/10/28/283-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF/
LikeLike
Amerikama “smart lotta” ni jaherat aavati-emay lotto to aavyojane!!!!!!!
Savarana pahorma fari pachha vagade—sare jahase achha hindustan hamara.
LikeLike
અત્યારે ભારતમાં તો લગભગ ઘણા ઘરોમાં વેસ્ટર્ન ટોઈલેટ સાથે નળી અથવા “સ્પ્રે” લગાડે છે. એને પીચકારી પણ કહે છે. એ એક છેડેથી પીચકારી જેવું કાણું હોય અને એક લાંબી નળી હોય, સ્ટીલની અને રબરની અને નળ લગાડીને તેને ટોઈલેટના પાઈપ સાથે જોડી દેવાની. આ બાજુનો નળ ફેરવો અને સ્પ્રે શરૂ થઈ જાય. ડબલાની જરૂર ન પડે. પહેલા માળાઓમાં કોમન ટોઈલેટ હતાં એટલે આ સીસ્ટમ નહોતી, પણ હવે લગભગ દરેક નવા ફ્લેટોમાં ટોઈલેટ પેપર રાખવાની સગવડ હોય તો પણ સાથે સાથે આ સિસ્ટમ લોકો લગાડે છે. ભારતમાં તો પ્લમ્બીંગનો સામાન વેચતી દરેક દુકાનોમાં છુટથી આ મળે છે.(લગભગ ૨૦૦ થી ૫૦૦ રૂપીયા સુધીમાં) અને થોડું પ્લમ્બીંગ આવડતું હોય તો જાતે પણ લગાડી શકો. અને વચમાં અમેરીકામાં ટીવી ઉપર જહેરખબર આવતી હતી પણ તે થોડું મોંઘુ છે.
ભલે વેસ્ટર્ન કમોડ હોય તો પણ તે ૨૯” ઈંચથી વધારે ઉંચું ન હોવુ જોઈએ. પહેલાં લોકોને ઘરમાં પણ નીચે પલાંઠી વાળીને પણ બેસવાની ટેવ હતી એટલે દેસી જાજરૂમાં વાંધો નહોતો આવતો, પણ હવેના જમાનામાં સોફા, ડાઈનીંગ ટેબલ, ખુરશી આવવાથી નીચે બેસવાની ટેવ જ ભુલાઈ ગઈ છે, (અને જો પગની પણ તકલીફ હોય) તેથી દેસી જાજરૂમાં ઘુંટણ વાળીને બેસવું ફાવે જ નહીં એટલે વેસ્ટર્ન ટોઈલેટમાં પગ નીચે નાનું ટેબલ રાખવાનો આઈડીયા બહુ ગમ્યો.
વિડીયોમાં ઘણું નવું જાણવા મલ્યું.
LikeLike
એક સંતને પૂછાયલું કે રચનાત્મક વિચારો અને ભગવાન કોમોડ પર કેમ સહજ યાદ આવે ? તો જવાબ હતો શરીરમાંથી કચરો નીકળી જાય એ શુધ્ધીને લીધે! એકવાર એક બાળક કોમોડનું પાણી પી જતા તેને ડૉકટરને ત્યાં જાણવા મળ્યું કે રસોડાના પોછા કરતા એમા બેકટેરીઆ ઓછા હોય !અને ગંમ્મતમા કહ્યું કે હોસ્પિમા વધુ બૅકટેરીઆ ડૉ .અવાર નવાર મ્હોંમા મૂકતા તે પેન પર હોય!
અહીં પણ આવા કોમોડ જોયાનું યાદ છે પણ ક્યાં તે યાદ આવતું નથી.કમોડ પરથી તમે સહેજ ઊઠો એટલે બૉટમ-વૉશર ચાલુ થઈ જાય., ઊઠી જાઓ એટલે આપમેળે ફ્લશ થઈને સાફ થઈ જાય. પાણીનો બચાવ કરવા માગતા હો તો પહેલેથી તમારે મશીનમાં ફીડ કરવું પડે . દેશમંથી મંગાવવાની યાદીમા સ્પ્રે નોઝલ હોય છે.આ લગેજમાં લાવવી કેરી ઓન બેગમા નહીં.આમા ખૂબ લખાય પણ તમારા મૉડરેશન
LikeLike
“toilet, can, commode, crapper, pot, potty, stool, throne” વિગેરેના અંગ્રેજી શબ્દો સામે આપણા ગુજરાતી પર્યાયો પણ જોઈએ જેવાકે “ખરચુ,જંગલ જાવું અને ૧૯૪૭ પછી “પાકેસ્તાન ગ્યો છે”. જોકે નામ હજાર પણ કામ એક એમાં મીનમેખ થશે નહી.તેનું અગત્ય એટલુ બધું કે અમારા એક વૈદમિત્રએ “પહેલું સૂખ તે જાતે નર્યા”ને પલટાવીને નવું સૂત્ર બનાવ્યુ “પહેલું સૂખ તે ઝાડે ફર્યા” કારણકે તેમના બધા વ્રુધ્ધ દર્દીઓ રોજ પહેલો રિપોર્ટ આપે
“વૈદબાપા આ તમારી હૈડેની પડિકી લેવા માંડી છે ત્યારથી એવો ખૂલાસો,એવો ખૂલાસો થાય છે કે બસ આખો દિવસ હળવા,હળવા!!”
LikeLike
ખૂબ અગત્યની માહિતી બદલ ધન્યવાદ સાથે થોડી વધુ માહિતી
કમોડ ફ્લશ કરતી વખતે બંધ કરી ફ્લશ કરવુ.
ટૂથ બ્રશ વિ ખાનામા મૂકવા
અમારા એક વડિલ તો કહે કે તેઓએ સ્ક્વેટ પોઝીશન ચાલુ રાખી છે!
આ એટેચમેન્ટ સાથે ધોવાની સગવડની પાઇપ લગાવવાનું અપનાવવા જેવું છે
અને બધી કસરત સાથે કીગીલ KEGEL અને હાસ્ય કસરત ઊમેરી દેવી
અને જરા હટકે…પ્રસૂતિ માટે પણ સ્ક્વેટ પોઝીશનનો આગ્રહ રાખવો અર્ધા સી સેકશન ટાળી શકાશે
LikeLike
પ્રજ્ઞાબેન
તમારી વાત સાવ સાચી છે. ૨૦૧૦-૧૧ માં દેશ ગયો ત્યારે પહેલી વાર કમોડમાં સ્પ્રે નોઝલ જોઈ હતી. ( એને બજારમાં શું કહે છે, તે ખબર નથી.) પણ ટોયલેટ પેપર કરતાં એ વધારે સસ્તી, ચોખ્ખાઈવાળી અને ગ્રીન રીત છે. મને યાદ છે કે, હું ટીવી ન જોતો હોવા છતાં, બધા જોતા હતા ત્યારે એકવાર એની અમેરિકન આવૃત્તિની જાહેર ખબર પર નજર પડી ગઈ હતી. એની વિગત મેળવી આપશો તો એને હાદ પર મૂકવાનું ગમશે.
આટલા બધા અંગ્રેજી શબ્દો વાપરી દીધા- પણ એમનો ગુજરાતી પર્યાય કમભાગ્યે ખબર નથી. અને જો હોય તો પણ ભદ્રંભદ્રીય જ હશે – જે આ જમાનામાં લોકપ્રિય થવાની સંભાવના નહીંવત્ છે.
LikeLike
very good display.thaks to hashya darbar
LikeLike
અમેરિકામાં ૪૦ વરસ કાઢ્યાં તોય દેશીનો દેશીજ રહ્યો .અંગ્રેઝી નો શીખ્યો તી નોજ શીખ્યો .
LikeLike
આતા,
ભાષા વગર પણ … આ વિડિયો એટલો સરસ બનાવ્યો છે કે, તરત એ શું કહેવા માંગે છે; તે સમજાઈ જાય એવું છે.
LikeLike
અજબ કમોડ કી ગજબ કહાની !
LikeLike