હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હે પ્રભુ ! તારા રાજમાં આવું અંધેર કેમ ? – ધીરૂભાઇ વૈદ્ય

સૌથી મહાન , કરૂણ જોક !

હું પુછું કિરતાર, તારે ઘેર કાં અંધેર છે ?   

સંતને શૂળી અને દુર્જનને લીલા-લહેર છે.

શૂળ સૌ અડીખમ, ફૂલ કરમાય જાય છે.

ફૂલડાં ડૂબી જતાં અને પત્થરો તરી જાય છે.

ઘરહીન ઘુમે હજારો, ઠોકરાંતા ઠેર-ઠેર,

ને ગગનચુંબી મહાલયો જનસૂના રહી જાય છે

ટળવળે તરસ્યાં ત્યાં, જે વાદળી વેરણ બની,

તે જ(વાદળી),રણમાં મુશળધાર વરસી જાય છે.

દેવડીએ દંડ પામે, ચોર મુઠ્ઠી જાર ના,

લાખ ખાંડી લૂટનારા, મહેફીલે મંડાય છે.

કામધેનુને ક્યાંય જડેના એક સૂકું તણખલુ,

ને લીલાછમ્મ ખેતરો, આખલા ચરી જાય છે.

ખર્વો-નિખર્વોના કૌભાંડી ઘૂમી રહ્યાં છે લહેરથી,

’ને ચિંથરાના ચોર સબડે કારાવાસમાં કેરથી.

અણઘડતાની આડમાં સડે છે, અન્નના કોઠાર જ્યાં,

’ને એક રોટીનો ભૂખ્યો ચોર ચાબખે ઝૂડાય છે. 

ખાલી જઠર ‘ને છત્રહીન, ઘૂમે અનાવરણ લોક થોક

ત્યાં ભીમપલાસ નેતાઓની પ્રતિમાઓ ખડકાય છે.

બારેમાસ અંધારે અર્ધભૂખ્યા ઘૂમે હજારો નિરક્ષરો’

અને વિકાસ-પર્વની રોશનીમાં દાન પામે ધૂરંધરો.

શિયાળ સૌનો ન્યાય કરે,ને સિંહ બંદીવાન છે,

કાગડા મિજલસ કરે, ‘ને હંસને ઉપવાસ ઠરે.

હું પૂછું કિરતાર તારે ઘેર કાં અંધેર છે ?

એજ સમજાતું નથી કે આવુ શાને થાય છે ?

ધીરૂભાઇ વૈદ્ય –સૂરત 

ક્યાંક સાંભળેલું સ્મૃતિના આધારે.

—————————-

શા માટે ? …… અહીં વાંચો 

આ માટે  —— અહીં વાંચો

4 responses to “હે પ્રભુ ! તારા રાજમાં આવું અંધેર કેમ ? – ધીરૂભાઇ વૈદ્ય

 1. aataawaani ઓગસ્ટ 3, 2012 પર 2:58 એ એમ (am)

  सच्चे फंसी चढ़ दे वे खे जुटे मोज उडावे
  लोकी केंदे रब दी माया में केन्दा अन्याय
  दधि बेचन घर घर फिरे बैठे मद्य बिकाय
  शीलवती फटे वस्त्र में वैश्या सुभट सोहाय

  Like

 2. mdgandhi21 ઓગસ્ટ 2, 2012 પર 1:53 પી એમ(pm)

  કવિશ્રી કરસનદાસ માણેકના ઢાળની સરસ કવિતા છે.

  Like

 3. Sharad Shah ઓગસ્ટ 2, 2012 પર 8:54 એ એમ (am)

  એક દરજીની પાસે કોટે સિવડાવવા ગયો. માપ આપ્યા પછી પુછ્યું કે કોટની ડિલીવરી ક્યારે આપશો. તો કહે,”બે મહિના પછી આવજો.”
  મેં કહ્યું,” બે મહિના! અલ્યા ભગવાને તો આ આખી દુનિયા છ દિવસમાં રચી અને રવિવારે તો આરામ રાખ્યો હતો”
  એટલે દરજી કહે,” આ ઉતાવળે રચી ને એટલે જ આ દુનિયા આવી વિકૃત અને ટઢીમેઢી છે. હું એવા કામ નથી કરતો. તમારે પણ જો વાંકોચુકો કોટ સિવડાવવાનો હોય તો કોઈ ભગવાનનો માણસ હોય તેવા દરજીને શોધી લ્યો.”

  Like

 4. pragnaju ઓગસ્ટ 2, 2012 પર 8:36 એ એમ (am)

  મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
  ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

  ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
  તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

  ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
  ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

  દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
  લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

  કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
  ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

  છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
  ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

  – કરસનદાસ માણેક ના આ કાવ્યની મઝાની પૅરડી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: