… આ સ્કૂટર સવાર કન્યાઓ એ પાયદળ! ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની સૌથી મોટી ખૂબી એ છે કે, તેમણે અંદર અંદર લડવાનું હોય છે.
—
… સ્કૂલ કોલેજમાં એડમિશન લેવું છે; માર્ક્સ ઓછા છે – તો ગભરાવાનું નહીં . કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન પકડાવવાનું.
—-
સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે, આઝાદીનો અર્થ જવાબદારી છે, ફરજભાન છે.
……કોણ કહે છે,’આપણે ગાંધીબાપુને ભૂલી ગયા છીએ?’ તેમની જેમ આપણે પણ સવિનય કાનૂન ભંગમાં ચુસ્ત રીતે માનીએ છીએ.
—-
આખો લેખ અહીં ….
શ્રી. હરનિશ જાની , ન્યુ જર્સી
-સાભાર – નિરીક્ષક , ૧૬ મે- ૨૦૧૨
—————–
અને ચપટીક વધારે હળવાશ અનુભવવી હોય તો વાંચો
આવાહંક –
આક્રમક વાહન હંકારવાની કળા
……તમે હવે કૈલાસની જેમ અજેય, કાલાગ્નિની જેમ અસહ્ય, પરમવીરચક્રધારી, શત્રુઓના દર્પને ગાળી ભસ્મીભૂત કરનાર, સુભટોમાં શ્રેષ્ઠ, પરમભટ્ટાર્ક યોદ્ધા બન્યા છો. તમને હવે કોઈ પરાસ્ત કરી શકે તેમ નથી. તમે અજેય છો. તમે શ્રેષ્ઠ છો. તમે અપ્રતીમ અને ઝળહળતા છો.
તમે આત્મસાત કરેલા નિયમો તમને રસ્તા પર જ નહીં; જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પણ વિજયી બનાવવાના છે. રામ, કૃષ્ણ, જિસસ, મહાવીર, બુદ્ધ, મહમ્મદ, વિવેકાનંદ, ગાંધીજી વિ. ના અદના અનુયાયીઓના તો નામ પણ કોઈ જાણતું નથી. સમાજને માન્ય નિયમોને ઘોળીને પી જવાની તમારી આ આવડત તમને રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, શાહ સોદાગરો, મેનેજિંગ ડિરેક્ટરો, આધુનિક રાજકારણીઓ, ધર્મધુરંધર ધધૂપપૂઓ, ચાંચીયાઓ ની સમકક્ષ આણી શકે તેમ છે – તેમને પણ આંબી શકે તેવા અપ્રતીમ તમને બનાવી શકે તેમ છે.
તમે ગીતાના આ મહાવાક્યને શબ્દશઃ અમલમાં મૂક્યું છે.
ततो युद्धाय युज्यस्व ।
તમે હવે એક મુઠ્ઠી ઊંચે નહી, અનેક જોજન ઊચે ઊડનારા ‘ જોનાથન લિવિંગ્સ્ટન’ જેવા મુક્ત પંખી છો.
તમારે ‘ આવાહંક ‘ની કળામાં સોળે કળાએ નિપુણ થવું છે?
આ કળા સાધ્ય કરીને વિજેતા બનેલા એક જણની કની ?
તો તમારે ત્રણ ભાગમાં પથરાયેલ, રામાયણ અને મહાભારત જેવા અમૂલ્ય મહાગ્રંથોની સમતૂલ્ય આવી શકે તેવા આ આ લેખોને આત્મસાત્ કરવા જ રહ્યા !
ભાગ – ૧ ; ભાગ – ૨ ; ભાગ – ૩
Like this:
Like Loading...
Related
શ્રી હરનિશભાઈનો લેખ “એ તો એમ જ ચાલે ” વાંચવાની
મજા આવી ગઈ.એમની હાસ્ય પ્રચુર વાત કહેવાની કળા ગમી ગઈ.
એમની ભારતની મુલાકાત વખતે એમણે જેવું ત્યાંનું નિરીક્ષણ કર્યું
એના ઉપર લખેલ લેખ “નિરીક્ષક “સામયિકમાં છપાયો !વાહ કેવું ઔચિત્ય !
“આપણે ત્યાં ગેરકાયદેસર રીતો જ કાયદેસર થઇ ગઈ છે ,એતો એમ જ ચાલે !”
આ લેખ વાંચીને મને એક મિત્રે એક જોક કહેલી એ યાદ આવી.
જવાહરલાલ નેહરુ વડા પ્રધાન હતા ત્યારે મિત્ર દેશ રશિયાના નેતા
કૃસ્ચેવ ભારતની મુલાકાતે આવેલા. એ વખતે એક પત્રકારે
એમને પ્રશ્ન પૂછ્યો :”આપ ભગવાનમાં માનો છો ?”
આ રશિયન નેતાએ દાઢમાંથી જવાબ આપ્યો “હું ભારતની મુલાકાતે
આવ્યો એ પહેલાં ભગવાનમાં બિલકુલ માનતો ન હતો ,
પરંતુ ભારતની મુલાકાત લીધા પછી આટલો મોટો દેશ
જે રીતે ચાલી રહ્યો છે એ નજરે જોઇને મને લાગે છે કે જરૂર
ભગવાન જેવી કોઈ હસ્તિ હોવી જ જોઈએ ”
મેરા ભારત દેશ મહાન !
મારા જાની મિત્ર સુરેશભાઈની ત્રણ ભાગમાં વહેંચાયેલ લેખ શ્રેણી એટલી જ
રસપ્રદ રહી.હરનીશભાઈના લેખના વિષયની પુરક બની રહી .
બન્ને મિત્રોને ધન્યવાદ.
LikeLike
Pingback: આપણે શું કરી શકીએ? | હાસ્ય દરબાર
Pingback: આપણે શું કરી શકીએ? « ગદ્યસુર
વાતે વાતે ઉંમર બોલનારા લોકો મને દાદા લાગે છે. સુરેશદાદાની નીચેની વાત સાથે હું સંમત થાઉં છું
એ સદા જવાન , સદા બહાર, આ ઉમ્મરે પણ ફિલ્મી કલાકાર જેવા લાગતા, ‘રાજા જાની’ ને ઉમ્મરની, શોકની, મોતની, સન્યાસની વાત કરનારા ઘરડા લાગે છે – અને એ વાત બિલકુલ સાચી છે.
ગમે તેવી આપત્તિ હોય, શરીરના સાંધા સાથ દેતા ન હોય, કે રુદિયું રડતું હોય – હસતા જ રહેવું – એ એમનો મુદ્રાલેખ છે- આપણો પણ હોવો જ જોઈએ.
LikeLike
આ પોસ્ટની હરનિશભાઈની કોમેન્ટમાંના સુરેશભાઈને ‘દાદા’ તરીકેના સંબોધનથી મને નવાઈ લાગી છે. બંને ‘આવની’ , Sorry ‘જાની’ અટકવાળા હોઈ કદાચ સુરેશભાઈ સગામાં દાદા હોય તો બરાબર છે. સગામાં તો બે વર્ષનું છોકરું કોઈ સાઈઠ વર્ષના માણસનું કાકો બની શકે! મને ‘સુરેશદાદા’ વાંચીને નેવનાં પાણી મોભે ચઢતાં અને ગંગા નદી બંગાળના ઉપસાગરમાંથી નીકળીને હિમાલયના ગંગોત્રી શિખરે ચઢતી હોય તેમ લાગ્યું! એક શક્યતા એ પણ છે કે સુરેશભાઈ દાદાગીરી કરતા હોય અને તેમને ‘દાદા’ તરીકે સંબોધવામાં આવ્યા હોય! હું તો તેમને ‘સુરેશભાઈ’ તરીકે એટલા માટે સંબોધું છું કેમ કે તેઓ ‘ભાઈલોગમેંસે હૈ!’ની મને પાક્કી ખાત્રી છે!!!
LikeLike
વાલીડા વલી’દા,
આ જોકરને અર્થનો અનર્થ કરવો ગમે છે!
‘ભાઈલોગમેંસે હૈ!’
આના બે અર્થ કાઢ્યા…
‘ભાઈલોગમેંસે હૈ!’
‘ભાઈલો ગમેં સે હૈ!’ હવે કદાચ ધાંણધારી બોલીમાં આ ભાઈલો તમુને ગમી જ્યો હોય એ શક્યતા વધારે છે.
બાકી ભાઈલોગ જોડે મુઠભેડ જરૂર કરી છે- વાચકોની જાણ સારૂ , આ બે જ પ્રસંગો —
બરફનું કારખાનું કપાયું –
http://gadyasoor.wordpress.com/2009/04/24/ice-factory/
હોટલ ગુલશન -( આ બહુ ચર્ચાયેલો સ્વાનુભવ હતો – જરૂર વાંચજો -નાના પાટેકરના કોઈ ફિલ્મી સીન જેવો લાગશે! )
http://gadyasoor.wordpress.com/2009/05/16/hotel_gulashan/
હરનિશ ભાઈ તો ભાઈ તરીકે નહીં પણ વયમાં ‘દાદા’ તરીકે જ સંબોધે છે – એ મને ખબર છે અને એનું કારણ પણ …
કોક કાળે એક સાવ જવાન બ્લોગર છોકરીએ મારી ઉમ્મર જાણીને મને દાદો કહી દીધો; અને બધા બ્લોગરોએ એ ઉપનામ મારા કપાળે પ્રેમથી ચોંટાડી દીધું – અને આ જવાન નહીં , પણ બાળક જણ ચિર દાદો બની ગયો ! અને માળું મને પણ એ લોકોનો પ્રેમ ગમી ગયો; અને આ કુશબ્દ (!) હસતા મોંઢે સ્વીકારી લીધો.
એ સદા જવાન , સદા બહાર, આ ઉમ્મરે પણ ફિલ્મી કલાકાર જેવા લાગતા, ‘રાજા જાની’ ને ઉમ્મરની, શોકની, મોતની, સન્યાસની વાત કરનારા ઘરડા લાગે છે – અને એ વાત બિલકુલ સાચી છે.
ગમે તેવી આપત્તિ હોય, શરીરના સાંધા સાથ દેતા ન હોય, કે રુદિયું રડતું હોય – હસતા જ રહેવું – એ એમનો મુદ્રાલેખ છે- આપણો પણ હોવો જ જોઈએ.
રાગ છેડ્યો છે રૂદનનો, છતાં હસતાં રહીએ.
– હરીન્દ્ર દવે
LikeLike
સુરેશદાદા– આપને લેખ ગમ્યો. તે આનંદની વાત છે. અને અહિં મિત્રોને વહેંચ્યો તેથી અધિક આનંદ. આવો જ પ્રેમ રાખતા રહેશો હા, બીજું અમદાવાદમાં જ્યારે પણ બહાર નિકળું તો પત્ની ને કહેતો કે પેલા જુવાન દાદા આવા ટ્ર્ાફિકમાં સ્કુટર ચલાવતા હતા.
LikeLike
Kanyao have garmimaa dakurani to banij jayachhe to morache mokalvaamaa shu vadho?
LikeLike