હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

અહીં હસવાની ઘણી વાતો કરી છે. આજે રૂદનના રાગમાંય હસવાની વાત છેડીએ…

આ વિડિયો જુઓ …1,119,703  જણા જોઈ ચૂક્યા છે.

અને  એના વિગતે સમાચાર  ‘એબીસી’ ન્યુઝ પર  અહીં…. 

હસવું સહેલું છે;
પણ રાગ રૂદનનો છેડાયો હોય;
તો પણ હસી શકવું –
એ શૌર્ય માંગી લે છે.

****

ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે દરિયાવ, તરસતા જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

– હરીન્દ્ર દવે

અહીં એ મહાન રચના સાંભળો…

સાભાર – અપંગ પણ સદા હસનાર કલ્યાણ-મિત્ર ; શ્રી. વિનોદ પટેલ  

—–

હરીન્દ્ર દવેની આ અદ્‍ભૂત ગજ઼લ અનેક વાર સાંભળી છે ; અને એ ….

વરસવાનું
તરસવાનું
અમસ્તાં જવાનું
ખસી જવાનું
વસવાનું
અને
હસતા રહેવાનું …
——
વ્યસન થૈ ગયું છે.

3 responses to “રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

 1. dhirajlalvaidya મે 16, 2012 પર 3:52 એ એમ (am)

  રૂદનનો રાગ છેડાયો હોય તો હસવું અજુગતું અને અઘરૂં છે. પણ જો તમે એકવાર પ્રયત્નપૂર્વક હસવા સંનિષ્ઠ પ્રયાસ કરો તો તમને સફળતા મળશે.અને કરૂણતા ગાયબ થઇ જશે. આ મારો સ્વાનુભવ છે….મારા એક કોલેજ કાળના મિત્રને ૧૦વર્ષે અચાનક એક સમીસાંજે રસ્તે મળી ગયો. તેની આંગળીએ એક છોકરી હતી, અને એક તેના ઝભ્ભાની ઝાલર પકડીને ચાલતી હતી. એક રડતી બેબી તેના હાથમાં ઉચકેલી હતી. હું તો ભાવ-વિભોર થઇ ગયો.હું સામે આનંદથી ધસી ગયો. મેં કહ્યું, અરે ! ‘જોગી’ કેમ છે.? તો તે મને એકદમ આંખ વિસ્ફારીને લમાણાની નસો તાણીને એક-બે પળ જોઇ રહ્યો.પછી.ક્રોધિત સ્વરે કહે : ” કેમ તને કેમ લાગે છે? ” હું એને મશ્કરી સ્વરૂપે સમજી બેઠો. મેં કહ્યું,” તબિયત તો સારી છે ને ? ” તો એ રૂક્ષ સ્વરે કહે કે : ” કેમ તને કેમ લાગે છે? વાયડાસ રહેવા દે.” હું ઝંખવાયો છતાં હિંમત ન હારી. મે પૂછ્યું,” અરે! હું ‘વૈદ્ય’ M.T.B.College માં B.Sc. સુધી આપણે એક જ બેંચ ઉપર સાથે બેસતાં.તે ‘વૈદ્ય.’ ભૂલી ગયો યાર ?!.”તેણે એકદમ તેનો બાપ માર્યો હોય તેમ ધૂંધવાયને ઘાંટો પાડ્યો,:” હં… પણ તેનું અત્યારે શું છે.” હું છોભીલો પડી ગયો. આજુબાજુ ૫-૧૦ લોકો ઉભા રહીને અમારો આ તમાશો જોઇને મૂંછમાં હસતાં હતાં મેં તેને કલાવવા છેલ્લો દાવ ફેંક્યોં. ” ચાલ હવે મસ્કરી બહું થઇ. કહે, આ છોકરાં તારાં છે ? ” તો છણકો કરીને રડતાં છોકરાંના બાઉડાં(બાહુ) પકડીને કહે કે : “તારા હોય તો તું લઇ જા.” પાણી માથા ઉપરથી વહેવા માંડ્યું, આ તમાશાનું દ્રશ્ય શ્રાવ્ય માણી રહેલાં રાહદારીઓ પૈંકી એક પરગજુને મારી દયાં આવી.” અરે ! મૂકોને લપ એ ઓળખવા જ ન માંગતા હોય તો તમારે તેને મારી મચડીને ઓળખાવીને શું કામ છે.?!” શરમથી મારી આંખમાં ઝળઝળીયા ભરાયાં, હું રડવા જેવો થઇ ગયો….. આટલી કરૂણ વાત હું જ્યારે કોઇને પ્રસંગોપાત કહું છું ત્યારે તેઓ પણ હસે છે……… અરે! તમે તો હસતાં નથીને ? જરૂર તમારી આંખમાં પણ મારા પ્રત્યેની કરૂણતાથી આંસુ આવી ગયાં હશે………કેટલાક રૂદન જ એવાં હોય છે કે : સામી વ્યક્તિ અજાણતા પણ હસી જ પડે………અસ્તુ.

  Like

  • સુરેશ મે 16, 2012 પર 7:25 એ એમ (am)

   ધીરૂભાઈ,
   મોટા ભાગના હાસ્ય અન્યની કઠણાઈ કે મૂર્ખાઈમાંથી જ સર્જાતા હોય છે. જો કોઈ આપણું નામ દઈને જોક્યું લખે , તો આપણે મોટા ભાગે ધૂંધવાઈ જ જઈએ.

   અહીં વાત પોતાના દુખને હસીને હળવું બનાવવાની છે.

   – ક્રિશ્ચિયનની માની જેમ.
   કદાચ એમ જ છે કે, અહીંના જોકરો રડતા રૂદિયા વાળા છે. શાહબુદ્દિન રાઠોડ ઉવાચ –
   “ Do you want to be a humorist? Where are your tears?”
   http://sureshbjani.wordpress.com/2011/06/14/shahbudeen-rathod/

   Like

 2. Anila Patel. મે 15, 2012 પર 8:18 એ એમ (am)

  Jivataa aavadeto jindagi ek mahotsav ani jaay.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: