હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ચંદુના ગાંઠિયા – શાહબુદ્દિન રાઠોડ

હું આપું ગામડાં બે-ચાર, દિલને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.

છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

હું ફાઈવસ્ટાર હોટેલમાં જમું છું તે છતાં આજે,
એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાંય આવે છે.

ચણાનો લોટ, સોનાની કડાઈ સ્વર્ગમાં છે પણ
ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?

એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા,
જડયું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે.

—————–

આખો લેખ તેમની વેબ સાઈટ પર અહીં વાંચો …

તેમનો પરિચય અહીં….

6 responses to “ચંદુના ગાંઠિયા – શાહબુદ્દિન રાઠોડ

 1. Harshad Dave માર્ચ 5, 2012 પર 9:45 પી એમ(pm)

  ગોંડળના સાંઈરામ કહે છે કે આ કવિતા (ચંદુના ગાંઠિયા) શાહબુદ્દીન રાઠોડની નથી પણ મારી છે. આ વિષે તો હવે શાહબુદ્દીન રાઠોડ જ કહી શકે, તેઓ શું કહે છે? કોઈ પૂછી શકે અને જવાબ મળે તો ઠીક છે નહીતર ગાંઠિયાની મોજ માણવી યોગ્ય છે. -હદ

  Like

 2. Bhupendrasinh Raol ફેબ્રુવારી 4, 2012 પર 8:15 એ એમ (am)

  અમદાવાદના ઘીકાંટા વિસ્તરમાં આવેલા હાથે વણેલા મહારાજના ગાંઠિયા બહુ ફેમસ હતા.

  Like

 3. Vipul Desai ફેબ્રુવારી 3, 2012 પર 9:11 પી એમ(pm)

  શાહ્બુદ્ધીનભાઈની કહેવાની રીત ઘણી જ અનોખી છે.એમને જેટલીવાર સાંભળો તેટલી વાર ઓછું છે. એમના બધા વિડીયો જોવા હોય તો મારી વેબસાઈટ ઉપર જઈને જોક્સ-ડાયરો-JOKES-1 ક્લીક કરવાથી બધાજ વિડીયો જોવા મળશે.
  http://suratiundhiyu.wordpress.com/
  વિપુલ એમ દેસાઈ

  Like

 4. Vinod R. Patel ફેબ્રુવારી 3, 2012 પર 6:08 પી એમ(pm)

  અમદાવાદમાં દશેરાના દિવસે ફૂટ પાઠ ઉપર ઠેર ઠેર તળતા ગાંઠીયા અને જલેબી સીધી ઉકળતા
  તેલના તવામાંથી ગરમા ગરમ ખરીદીને લાવી ખાતા હતા એ દિવસોની યાદ શાહબુદ્દીન રાઠોડનો
  આ લેખ વાંચીને આવી ગઈ ! અમદાવાદમાં પણ ઘણા લોકોની સવાર ચા સાથે ગાંઠીયા ન હોય તો
  પડતી નથી.ખાસ કરીને મજુર વર્ગ માટે !એ એક બંધાણ થઇ જાય છે.

  Like

 5. m.d.gandhi, U.S.A. ફેબ્રુવારી 3, 2012 પર 1:51 પી એમ(pm)

  Very interesting information given. Actually it is the same position in all the Hotels’ kitchens, then how you expect ” less” in any Zopadpatti?

  Good information and lesson.

  Like

 6. aataawaani ફેબ્રુવારી 3, 2012 પર 6:04 એ એમ (am)

  અમદાવાદમાં હું રહેતો હતો ત્યારની આવાત છે .ફેરિયાઓ ગાંઠિયા વગેરે વેચવા આવે .અને માબાપો બાળકોને લઈને ખવડાવતા હોય છે .
  મારા દીકરાઓ ગાંઠીયા ખરીદવાનું મને કહે . હું એને કહું કે તારી માં પણ ગાંઠિયા બનાવે છે એ ખાઈ લેવા સારા .પણ આ ફેરિયા વાલા પાસેથી ખરીદીને ખાવા સારા નહિ .
  દિલ્હી દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર જથ્થા બંધ ગાંઠિયા બનાવતા હોય છે .અને આ ગાંઠીયા ફેરી વાળા ખરીદીને વેચતા હોય છે .
  આ ગાંઠિયા કારખાનામાં હું મારા દીકરાઓને તેડીને ગાંઠિયા કેવીરીતે બને છે એ જોવા લઇ ગયો .ગાંઠિયા કારખાના વાળા કોઈને અંદર પ્રવેશવા નો દ્યે
  પણ मैं ठहरा पुलिस किसीकी क्या मजाल के हमको रोक सके ?અમો અંદર ગયા એક ભૈયો મેલી ઘાણ પોતડી પહેરીને પોતાના પગ વડે ચણાનો લોટ ગુંદી રહ્યો હતો .
  ઉનાળાના દિવસો હતા .ભૈયાજીનો નીતરતો પરસેવો લોટમાં મિક્ષ થઇ રહ્યો હતો .અને માખીઓ પણ અંદર મિક્ષ થઇ જતી હતી .આ દૃશ્ય દીકરા મારા એ
  નજરે નિહાળ્યું . અને ગાંઠિયા ખાવાનું ભૂલી ગયા .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: