હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

અમેરિકામાં રહેતા ગુજરાતીયોની લાગણીઓનો દુરુપયોગ રોકવા ઔષધ સમું વ્યવહારીક કથન આ કાવ્યમાં છે. એવું ઘણા લોકોએ અનુભવ્યું છે કે અમેરિકાની જીવન પધ્ધતિ જીવવી ગમે છે પણ હ્રદય્માં ગાન એજ વર્ષોજુના ધુળીયા ગામની ગલીઓ અને પાણી ભરીને આવતી પનીહારીઓની વાતો કરી લેખકો,કવિઓ, સંગીતકારો, રાજ કરણીઓ અને સાધુસંતો  તેમને મા ગુર્જરી તરફ આકર્ષતા હોય છે. પરંતુ તે આકર્ષણ ગુજરાતમાં રહેવા ગયેલા ગુજરાતીઓનું પહેલા મહીને જ ખતમ થઇ જતું હોય છે કારણ કે મોટાભાગે તેમની લાગણીઓ અને પૈસા કેમ શોષવા તેવા જ લગભગ અનુભવો તેમને સમાજ્માં થતા હોય છે. અને આવા શોષાયેલા ગુજરાતીઓને હાસ્ય લેખક હરનિશ જાની માર્મિક સંદેશો આપે છે કે તમે જ્યારે જે ગુર્જરી જેવી છોડી હતી તેવી તે આજે નથી. તમારી આજ જે છે તે સ્વિકારો. મહદ અંશે આ સંદેશો પહેલી પેઢીનાં દરેક જણનો હશે.. દ્વિતીય અને ત્તૃતીય પેઢી તો તેને ઓલ્ડ મેન’સ લેંડ કહી ભુલવા માંડી હોય છે.થવા તેઓ તો તેમને અમેરિકન જ માને છે ત્યાં આ માતૃભાષા થી દુર રહ્યા હોવાનો રોગ નથી. હરનિશભાઇ તમને સલામ!..જરૂરી સત્ય હળવી રીતે રજુ કર્યુ

 Thanks to Vijay Shah,Publisher who put in his blog on December 22, 2011
And Harnishbhai Jani author our friend.

12 responses to “ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની

  1. Vinod Patel જાન્યુઆરી 5, 2012 પર 3:48 પી એમ(pm)

    અમેરિકામાં ઘણા વરસોથી રહ્યા છતાં આપણે હજુ પરદેશી છીએ ,અમેરિકન મેલ્ટીંગ પોટમાં ઓગળીને એક રસ થયા નથી પરતું એક ખીચડીના દાણાની માફક અલગ પડી ગયા છીએ એ વાત સો ટકા સાચી.આજે અહી રહેતી ભારતીય પ્રજા
    પોતાના જ્ઞાતિ મંડળો,ધાર્મિક મંડળો અને મન્દીરોમાં વહેંચાઇ ગઈ છે.એક નવું ભારત અમેરિકામાં જીવી રહ્યું છે.નવી પેઢીને ભારત માટે કોઈ પ્રેમ હોય એમ જણાતું નથી.ડો. દિનેશભાઈ શાહે જે વિચારો વ્યક્ત કર્યા છે એનો અમલ કરવા જેવો છે.
    આમ છતાં જૂની પેઢીમાંથી વતન તરફનો પ્રેમ ભૂસી શકાય એમ નથી.આજે ઘણા વખતથી અમેરિકામાં રહેતા હોવા છતાં પકજ ઉધાસના પ્રોગ્રામમાં જ્યારે વતન સે ચીઠ્ઠી આઈ હૈ એ ગીત ગવાય છે ત્યારે ભાવુક બનીને આંખ ભીની બને છે.વતનની મુલાકાત લેવાનું મન થાય છે.વતનના દુખી લોકો માટે અને શિક્ષણ માટે ઘણા ભારતીયો ડોલર ખર્ચે છે એ સારી વાત છે. એટલે આ મુદ્દ્દો તો ચર્ચાસ્પદ રહેવાનો
    જ. કાળ ક્રમે કોઈ ઉકેલ આવે ત્યારે ખરો.

    વિનોદ પટેલ

    Like

  2. nabhakashdeep જાન્યુઆરી 4, 2012 પર 5:36 પી એમ(pm)

    શ્રી હરનિશભાઈ
    સાચા હાસ્ય દરબારી સાથે સાથે સો ટચના સોના જેવી જ વાત.
    સંદેશો તો ઝીલાતો જ રહેશે.
    સમયનું ચક્ર ફરે છે અહીં જ ગુજરાત ઉભું થતું જાય છે અને લોકડાયરા
    અને કાર્યક્રમ પહેલી પેઢીના માણસો માટે આયોજન થાય છે. લગ્નના રીસીપ્શનમાં પંજાબી
    મ્યઝીક પર બીજી ત્રીજી પેઢી ભાંગડાતો કરશે અને ગરબા પણ ગવાશે એ પણ નક્કી જ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 4, 2012 પર 3:05 એ એમ (am)

    આદરણીય શ્રી હરનીશભાઈ

    આપે જે હકીકત રજુ કરી છે તે સો ટચ સોનાની અને સાચી છે.

    હવે મા ગુજ્ર્જરીમાં ફક્ત સ્વાર્થ અને પૈસા માટેની જ લાગણી છે.

    અભિનંદન લેખક શ્રીને સત્ય વચન દર્શવાતી રચના માટે

    Like

  4. dhavalrajgeera જાન્યુઆરી 3, 2012 પર 9:41 પી એમ(pm)

    thank you ataai aataa

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

  5. dhavalrajgeera જાન્યુઆરી 3, 2012 પર 11:38 એ એમ (am)

    Dear Harnishbhai send email,
    Thank you Rajubhai and Vijaybhai- I m glad somebody liked my ideas.

    Like

  6. Harnish Jani જાન્યુઆરી 3, 2012 પર 10:57 એ એમ (am)

    છેવટે પાંચ સાત મિત્રોના મગજમાં વિચાર વમળ તો પેદા થયા ? મારી ગઝલ સાર્થક થઈ. કોમેન્ટ મુકવા બદલ સૌનો આભાર.

    Like

  7. dhavalrajgeera જાન્યુઆરી 3, 2012 પર 9:59 એ એમ (am)

    Again, Last month we got the email from Vinodbhai Patel.
    We have published the two poems of two Jani.
    Both are thinkers and want surfers to think.
    “Vinod Vihar” link will say it all.Click to read….including comments!

    અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? લેખક- વિનોદ આર. પટેલ


    Now,Vijaybhai published Harnish Jani’s above poem and the views !
    What we,The richest Minority in USA think about us and our Indian back in India?
    Hope,
    Happy 2012 and peace on earth!

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

  8. pragnaju જાન્યુઆરી 3, 2012 પર 9:28 એ એમ (am)

    રમુજમાં મુદ્દાની વાત કરી અમેરિકામામ!
    આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
    કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં
    સહજ વતિને મઝાની ટકોર.

    ભલે ખોદાઇ કબર તમારી અમેરિકામા
    કરો તમારા દેહ દાન પણ અમેરિકામાં

    Like

  9. Himmatlal Joshi જાન્યુઆરી 3, 2012 પર 9:26 એ એમ (am)

    हर्निश भाई
    मैं एक अम्रिकाकी आरती सुनाता हु
    अखी आरती नहीं सुनाऊ गा क्योकि लम्बी है
    इसी मुलकमे “हिम्मत “रहता फिर जानेका नाम नहीं देता
    करता बुतां की सेवा …….आनान्द मंगल करूँ आरती जय यु . एस.ए देवा
    બુતાં નાં બે અર્થ થાય છે ૧ મૂર્તિ ૨ સુંદરીઓ એટલે તમને યોગ્ય અર્થ લાગે ઈ ગોઠવી લેજો મને બંને અર્થ ઘટન બહુજ ગમશે.

    Like

  10. Valibhai Musa જાન્યુઆરી 3, 2012 પર 8:58 એ એમ (am)

    ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે કે : –

    “માલ ખાવો માટી (ઘણી)નો, ગુણ ગાવા વીરા (ભાઈ)ના!!!”

    એવી જ કંઈક વાત હરનિશભાઈએ અહીં કહી છે!

    Like

  11. Dr. Dinesh O. Shah જાન્યુઆરી 3, 2012 પર 8:08 એ એમ (am)

    Harnishbhai has explained it very clearly. Why do we have to build more than 600 temples in USA? Why one for each God or Goddess? Indian people in USA have not formed or created a National Higher Education Foundation to support financially the next generation of students of Indian heritage if their parents are laid off, unemployed or poor ! I would say ” it is a pity for the Richest minority in USA which is guided by only one rule , ” me, mine and myself “. Of course, there are individuals who may be exception to this observation but we do not care for the future generations of our community. The community thinks that the future generations will need these temples and they will have money to support it! I hope they are right. I am disappointed in our community’s love for building more temples and more expensive the better ! Having spent most of my career as a professor at University of Florida and having witnessed the tragedies of Indian students, I feel strongly about lack of any efforts in higher education area by our community.
    Dinesh O. Shah, Founding Director, Shah-Schulman Center for Surface Science and Nanotechnology,
    D.D. University, Nadiad, Gujarat, India

    Like

  12. dhavalrajgeera જાન્યુઆરી 3, 2012 પર 6:39 એ એમ (am)

    January 3, 2012 at 11:35 am | #2 Reply | Quote
    Dear Vijaybhai,

    I had to put this in Hasyadarbar.
    Hope you have a great start of 2012 .
    Happy New Year to all Gujarati Samaj.
    Harnishbhai is leaving in this month for India and will be back in March.
    Let us plan our bloggers meeting like we discussed in past yet to see that happen….
    Regards
    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

Leave a reply to Vinod Patel જવાબ રદ કરો